iOS યુઝર્સ માટે WhatsAppની નવી એપ, પૈસા કમાવવામાં કરશે મદદ

News18 Gujarati
Updated: April 5, 2019, 4:10 PM IST
iOS યુઝર્સ માટે WhatsAppની નવી એપ, પૈસા કમાવવામાં કરશે મદદ
iOS યુઝર્સ માટે WhatsAppની નવી એપ

હવે બ્રાઝિલ, મેક્સિકો, લંડન અને અમેરિકા ઉપરાંત ભારતના લોકો પણ આ એપનો ઉપયોગ કરી શકે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: WhatsAppએ સપ્ટેમ્બર 2017માં વોટ્સએપ બિઝનેસ એપની જાહેરાત કરી હતી અને જાન્યુઆરી 2018માં એપ લોન્ચ કરી હતી. જોકે, એ સમયે કંપનીએ તેને માત્ર એન્ડ્રોઇડ વર્ઝન માટે જ રજૂ કરી હતી, પરંતુ હવે વોટ્સએપે આ એપને આઇઓએસ વર્ઝન માટે પણ રોલઆઉટ કરી છે. હવે બ્રાઝિલ, મેક્સિકો, લંડન અને અમેરિકા ઉપરાંત ભારતના લોકો પણ આ એપનો ઉપયોગ કરી શકે છે.

કંપનીના iOS યુઝર અનુસાર, WhatsApp Business એપને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. આને આવનારા દિવસોમાં અન્ય દેશોમાં પણ લોન્ચ કરવામાં આવશે. સૌથી પહેલાં iPhoneમાં આ એપ આ વર્ષે માર્ચમાં રોલઆઉટ થઇ હતી.

તમને જણાવી દઇએ કે, વોટ્સએપ બિઝનેસ એપ જાન્યુઆરી, 2018માં લોન્ચ કરાઇ હતી. જે વેપારીઓને તેમની બિઝનેસ પ્રોફાઇલ ક્રિએટ કરવાનો મોકો આપે છે. જેમાં તેમણે ઇમેલ, સ્ટોર એડ્રેસ અને વેબસાઇટની માહિતી આપવાની રહે છે. જેમાં તેમને ઘણા મેસેજિંગ ટૂલ મળે છે. જેનાથી તે સરળ રીતે ગ્રાહકો સાથે જોડાઇ શકે છે. વોટ્સએપની જેમ તમે બિઝનેસ એપનો વેબ પર પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: ખુશખબર: હવે પ્લેનમાંથી કૉલિંગ, ઇન્ટરનેટનો ઉપયોગ થઈ શકશે

આવી રીતે કરો ઉપયોગ

જો તમે વોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરવા માગો છો તો સૌથી પહેલાં આ એપને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. તે બાદ તમારો નંબર વેરિફાઇ કરવો પડશે. જે બાદ તમારી બિઝનેસ પ્રોફાઇલ મૂકવાની રહેશે. પ્રોફાઇલમાં તમે તમારો લોગો પણ મૂકી શકો છો. ઉપરાંત તમે પ્રોફાઇલ ફોટોની સાથે ઇમેલ આઇડી, વેબસાઇટ અને એડ્રેસની માહિતી પણ આપી શકો છો. આમાં લોકેશન શેરીંગનો પણ વિકલ્પ છે. 
First published: April 5, 2019
વધુ વાંચો
अगली ख़बर