Home /News /tech /આઇફોન યુઝર્સને વોટ્સએપના એક બગે કરી નાખ્યા હેરાન પરેશાન!

આઇફોન યુઝર્સને વોટ્સએપના એક બગે કરી નાખ્યા હેરાન પરેશાન!

કેન્દ્ર સરકારે વોટ્સએપને આ મામલે તાત્કાલિક પગલા લેવાનો આદેશ કર્યો છે

    વોટ્સએપ યુઝર્સ એક ત્રાસજનક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને આઇફોન ધારક આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આઇફોન ધારકો જ્યારે કોઇ વોટ્સએપ મેસેજ મેળવે છે ત્યારે તેમને સંદેશ મોકલનારનું નામ નથી દેખાઈ રહ્યું. તેની જગ્યાએ સંદેશ મોકલનારનું નામ WhatApp દેખાઈ રહ્યું છે. ગુસ્સે ભરાયેલા વોટ્સએપ યુઝર્સ આ બાબતે સોશિયલ મીડિયા ટ્વિટર પર પોતાનો બળાપો કાઢી રહ્યા છે. લોકો પોતાની સમસ્યાની સાથે સાથે તેમના વોટ્સએપના સ્ક્રિનશોટ પર શેર કરી રહ્યા છે. વોટ્સએપમાં આવેલા એક બગને કારણે આવું થઈ રહ્યું છે. જોકે, આ સમસ્યાનું સમાધાન પણ એટલું જ સરળ છે.

    જો તમે પણ આવી સમસ્યા અનુભવો છો તો બસ આટલું કરો

    વોટ્સએપના યુઝર્સ જ્યારે કોઈ મેસેજ મેળવે છે ત્યારે તેમને નોટિફિકેશનમાં સંદેશ મોકલનારનું નામ નથી દેખાઈ રહ્યું. તેના બદલામાં તેમને વોટ્સએપ લખેલું દેખાઈ રહ્યું છે. આ સમસ્યાને દૂર કરવા બસ આટલું જ કરો.

    1) તમારા ફોનમાં વોટ્સએપ એપ્લિકેશન ઓપન કરીને શો પ્રિવ્યૂ ઓન કરો. (WhatsApp > Settings > Notifications > turn on Show Preview.)
    2) તમારા આઇફોનના સેટિંગમાંથી નોટિફિકેશન પર ક્લિક કરો. નોટિફિકેશનમાં વોટ્સએપમાં જઈને શો પ્રિવ્યૂ નેવર સેટ કરો. (iPhone Settings > Notifications > WhatsApp > Show Previews > Never)

    આ બે સેટિંગ કરવાથી તમને આવતી સમસ્યા દૂર થઈ જશે. જોકે, અમુક યુઝર્સ એવો પણ દાવો કરી રહ્યા છે કે વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને ડાઉનલોડ કરવાથી આ ખામી દૂર થઈ જાય છે. જોકે, જે લોકો વોટ્સએપ અપડેટ નથી કરી શક્યા તેઓ આ સમસ્યાથી ત્રસ્ત છે.

    તાજેતરમાં વોટ્સએપમાં જોવા મળેલો આ બીજો બગ છે. અઠવાડિયા પહેલા કોઈ વ્યક્તિને વોટ્સએપ પર બ્લોક કરવા છતાં યુઝર્સ તે નંબર પરથી સંદેશ મેળવી રહ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bug, Whatsapp

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन