Home /News /tech /WhatsAppમાં આ કારણે આવ્યો હતો મોટો પ્રોબ્લેમ, ઘણાં કલાકો બંધ રહ્યું આ જરૂરી ફિચર

WhatsAppમાં આ કારણે આવ્યો હતો મોટો પ્રોબ્લેમ, ઘણાં કલાકો બંધ રહ્યું આ જરૂરી ફિચર

આ બંન્ને ફિચર્સ એપનાં પ્રાઇવેટ સેટિંગનો ભાગ છે. જેના કારણે યૂઝર્સને ઘણી મુશ્કેલીઓ પડી હતી.

આ બંન્ને ફિચર્સ એપનાં પ્રાઇવેટ સેટિંગનો ભાગ છે. જેના કારણે યૂઝર્સને ઘણી મુશ્કેલીઓ પડી હતી.

    મુંબઈ : જો તમને પણ શુક્રવારે રાતથી વૉટ્સએપ પર કોઇનું લાસ્ટસીન જોવામાં તકલીફ થતી હોય તો તમારે એપ અનઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. કારણ કે, આ મુશ્કેલી માત્ર તમારી એપમાં નથી પરંતુ કરોડો યૂઝર્સની એપમાં આવી હતી. કાલરાતથી વૉટ્સએપમાં મોટી ખામી થઇ હતી. જેથી યૂઝર્સ બીજાનું લાસ્ટસીન કે ઓનલાઇન સ્ટેટસ જોઇ શકતા ન હતા. આ બંન્ને ફિચર્સ એપનાં પ્રાઇવેટ સેટિંગનો ભાગ છે. જેના કારણે યૂઝર્સને ઘણી મુશ્કેલીઓ પડી હતી.

    જે અંગે WABetaInfoએ ટ્વિટ કરીને વૉટ્સએપ મારફતે લખ્યું કે, પોતાના વૉટ્સએપને અનઇન્સ્ટોલ ન કરો. કારણ કે તમે ફરીથી login થઇ નહીં શકો. અમે વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. જે બાદ પણ ઘણાં કલાકો સુધી આ ખામી રહી અને WABetaInfoએ ફરીથી ટ્વિટ કરીને કહ્યું કે, WhatsAppમાં લાસ્ટ સીન, ઓનલાઇન સ્ટેટસ અંગે મોટો પ્રોબ્લેમ આવ્યો છે. આ પ્રોબ્લેમ વોટ્સએપનાં સર્વર બગને કારણે થયો છે.

    આ પ્રોબ્લેમનાં કારણે યૂઝર્સને એક પોપ અપ મેસેજ દેખાઇ રહ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘ WhatsApp is temporarily unavailable. Please try again in 5 minutes’

    આ પણ વાંચો- Chinaની ચીજોના બહિષ્કાર વચ્ચે દેશમાં OnePlus 8 લૉન્ચ થતાની સાથે જ આઉટ ઓફ સ્ટોક

    આ પણ જુઓ - 
    " isDesktop="true" id="991514" >

    જોકે, મોડી રાતે જણાવાયું કે, વૉટ્સએપને આ સમસ્યાનું સમાધાન મેળવી લીધું છે. હવે યૂઝર્સ બીજાનું લાસ્ચૉટ સીન અને ઓનલાઇન સ્ટેટસ જોઇ શકે છે.
    Published by:user_1
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन