વોટ્સએપના યુઝર્સ માટે વધુ એક નજરાણું: હવે ચેટ થીમ બદલી શકાશે, ટેક્સ્ટમાં પણ થઈ શકશે ફેરફાર

પ્રતિકાત્મક તસવીર

વોટ્સએપ એવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેમાં યુઝર્સ પોતાની મરજી મુજબ વોઈસ મેસેજની પ્લેબેક સ્પીકને બદલી શકશે

  • Share this:
મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ હવે લગભગ તમામ સ્માર્ટફોનમાં થવા લાગ્યો છે. એસએમએસના સ્થાને વોટ્સએપ લોકોને વધુ અનુકૂળ આવે છે. વોટ્સએપ દ્વારા લોકોમાં લોકપ્રિય રહેવા માટે સમયાંતરે ફેરફાર કર્યા છે. ત્યારે નજીકના સમયમાં વોટ્સએપમાં નવું ફીચર જોવા મળશે. હવે યુઝર્સ પોતાના ચેટબોક્સમાં પણ થીમ બદલી શકશે.

વોટ્સએપના નવા ફિચર અને જાહેરાતો પર ધ્યાન રાખતી વેબસાઈટ WABetainfo દ્વારા મળતી માહિતી મુજબ યુઝર્સ ચેટ બોક્સના કલર બદલી શકશે. સાથે જ સ્ક્રીન ઉપરના ટેક્સ્ટને ડાર્ક ગ્રીન શેડ આપી શકશે. આ ફીચર ક્યારે લોન્ચ થશે તેની હાલ કોઈ જાણકારી અપાઈ નથી. ઓનલાઈન રિપોર્ટ મુજબ વોટ્સએપ ઘણા બધા ફીચર્સ ઉપર કામ કરી રહ્યું છે.

તાજેતરમાં વોટ્સએપના નવા ફિચરને લઈ વધુ એક રિપોર્ટ પ્રકાશમાં આવ્યો હતો. જે મુજબ વોટ્સએપ એવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેમાં યુઝર્સ પોતાની મરજી મુજબ વોઈસ મેસેજની પ્લેબેક સ્પીકને બદલી શકશે. અત્યારે તો આ ફીચર બીટા સ્ટેજ ઉપર છે. આઇઓએસ પ્લેટફોર્મ માટે આ ફિચરને ડેવલપ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને વોટ્સએપે ડેસ્કટોપ એપ માટે વોઈસ અને વિડીયો કોલિંગ ફીચર રજૂ કર્યું હતું. વોટ્સએપે કહ્યું હતું કે, ડેસ્કટોપ એપનો ઉપયોગ વિડીયો કોલિંગમાં લેન્ડસ્કેપ અને પોર્ટેટ એમ બંને પ્રકારે થઈ શકશે. વિડીયો કમ્પ્યુટર સ્ક્રીન પર રીસાઈઝ સ્ટેન્ડઅલોન વિન્ડોની જેમ દેખાશે અને ટોપ ઉપર રહેશે જેથી યુઝરની કોઈ ચેટ છૂટશે નહીં.

અત્યારે તો વોઈસ અને વિડીયો કોલિંગ માત્ર વન ટૂ વન ચેટ માટે જ ઉપલબ્ધ છે. પણ ટૂંક સમયમાં જ ગ્રુપ ચેટ માટે પણ આ સુવિધા મળશે. એન્ડ્રોઇડ અને iOSમાં વોટ્સએપ ગ્રુપ ચેટના વિડીયો અને સિંગલ કોલ માટે 8 લોકોને એક સાથે જોડી શકાય છે.
First published: