Home /News /tech /

WhatsAppએ બેન કર્યા 1 લાખથી વધારે યુઝર્સ એકાઉન્ટ, આ છે કારણ

WhatsAppએ બેન કર્યા 1 લાખથી વધારે યુઝર્સ એકાઉન્ટ, આ છે કારણ

પ્રતિકાત્મક તસવીર

ફેસબુકના નેતૃત્વવાળી ઇન્સ્ટેટ મેસેજિંગ સર્વિસ WhatsApp ફેક ન્યૂઝ દ્વારા અફવાઓને લઇને ખુબજ ચર્ચામાં રહ્યું હતું.

    ફેસબુકના નેતૃત્વવાળી ઇન્સ્ટેટ મેસેજિંગ સર્વિસ WhatsApp ફેક ન્યૂઝ દ્વારા અફવાઓને લઇને ખુબજ ચર્ચામાં રહ્યું હતું. હવે આને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બ્યૂમબર્ગની જાણકારી પ્રમાણે, બ્રાઝીલમાં આશરે 1 લાખ WhatsApp એકાઉન્ટને બ્લોક કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, બ્રાઝીલમાં ચૂંટણી થવાની છે જેને ધ્યાનમાં રાખીને કંપનીએ આ પગલું ભર્યું છે.

    રિપોર્ટ પ્રમાણે બ્રાઝીલની કુલ વસ્તી લગભગ 21 કરોડ છે. જેમાં અડધાથી વધારે એટલે કે 12 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. બ્રાઝીલ બોટ્સએપનો એક મોટું વૈશ્વિક બજાર છે. અંહી WhatsApp લોકો માટે તેમના દોસ્તો સંબંધીઓને કનેક્ટેડ રાખવા માટેનું સાધન છે.

    બ્રાઝીલમાં 7 ઓક્ટોબરના પહેલા તબક્કાનું વોટિંગ થવા જઇ રહ્યું છે. આ દરમિયાન રિપોર્ટ આવ્યો છે કે, બિઝનેસ મેન અને ચૂંટણીમાં દક્ષિણપંથી ઉમેદવારો જેર બોલસોનારો અને કરોડો રૂપિયા ખર્ચ કરીને વોટ્સએપ ઉપર પ્રચાર-પ્રસાર કરવાની તૈયારી કરી હતી. બ્રાઝીલના મીડિયા પ્રમાણે બોલસોનારોના ગેરકાનૂની રીતે ઉઝર્સ સુધી નકલી ન્યૂઝ પહોંચાડવા માટે WhatsAppનો ઉપયોગ કર્યો છે. જેમાં 28 ઓક્ટોબર સુધી ચાલનારી ચૂંટણીમાં ફાયદો થઇ શકે છે. આના ઉપયોગ બાદ WhatsAppએ એક લાખ એકાઉન્ટને બેન કરી દીધા છે.

    આ પહેલા ફેસબુક ડેટા સ્કેડલ વિવાદમાં ફસાયું હતું. જેની પાછળ બ્રિટેનની પોલિટિકલ રિસર્ચ ફર્મ કેન્બિઝ એનાલિટિકા છે. કેન્બિરઝ એનાલિટિકા ઉપર આરોપ છે કે, એને આશરે 9 કરોડ યુઝર્સ ડેટા ચોર્યા છે. અને ડેટા થકી 2016માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રભાવિત કર્યો હતો. એના માટે ફેસબુકે નક્કી કર્યું હતું કે, કેબ્રિઝ એાલિટિકાને માત્ર અમેરિકાના યુઝર્સના ડેટા ચોર્યા ન્હોતા પરંતુ એશિયાઇ દેશના યુઝર્સના ડેટા પણ ચોર્યા હતા. જેમાં ભારત ઇન્ડોનેશઇયા, ફિલિપાઇન્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Whatsapp

    આગામી સમાચાર