Home /News /tech /

WhatsAppએ કર્યો ફેરફાર, હવે નવી જગ્યાએ દેખાશે આ જરુરી ફિચર

WhatsAppએ કર્યો ફેરફાર, હવે નવી જગ્યાએ દેખાશે આ જરુરી ફિચર

જો તમે નવા અપડેટ પર નજર કરશો તો સરળતાથી સમજી શકાય છે કે Whatsapp માં શું બદલાશે.

જો તમે નવા અપડેટ પર નજર કરશો તો સરળતાથી સમજી શકાય છે કે Whatsapp માં શું બદલાશે.

    WhatsAppએ તેના એક ફિચરની પ્લેસમેન્ટમાં બદલાવ કર્યો છે. WABetaInfo ની માહિતી અનુસાર વોટ્સએપનું બીટા વર્ઝન 2.19.101 અપડેટમાં ‘Archived Chats’ ઓપ્શનને મેન સાઇડ મેનુમાં શિફ્ટ કરવામાં આવશે,આર્કાઇવ્સ ઓપ્શનને જોઇએ તો તે તમને ચેટ સૌથી નીચે તરફ દેખાશે, પરંતુ આ અપડેટ બાદ તેને મેન મેનુમાં જોઇ શકાતુ હતું.

    જો તમે નવા અપડેટ પર નજર કરશો તો સરળતાથી સમજી શકાય છે કે Whatsapp માં શું બદલાશે.



    આ પણ વાંચો: WhatsAppએ કર્યા ફેરફાર, દૂર થશે જૂના Emojis

    આ અપડેટ પછી મળશે આ ફિચર

    હવે જ્યારે આપણે વોટ્સએપ ખોલવા પર ત્રણ ડોટ પર ટેપ કરતા હતા ત્યારે આપણને ‘New Group’, ‘New Broadcast’, ‘WhatsApp Web’, ‘Starred Message’ અને ‘Settings’ ના ઓપ્શન મળતા હતા. પરંતુ 2.19.101 અપડેટ પછી આ સિરીઝમાં ‘WhatsApp Web’ નીચે ‘Archived Chats’ ઓપ્શન મળી જશે.જોકે વાબીટાઇન્ફો દ્વારા આપવામાં આવેલી માહિતી પણ જણાવે છે કે 2.19.116 અપડેટ પછી, 'આર્કાઇવ' સુવિધા ફરી ચેટની નીચે આવશે. સાથે એવું કહેવામાં આવ્યું છે કે આ સુવિધાને પાછુ લાવવાનું હકીકત કારણ તો જાણી શકાતું નથી, પરંતુ ‘Ignore Archive Chats’ ઓપ્શન રજૂ થયા બાદ આ ફિચરને ફરીથી મેન મેનુમાં શિફટ કરવામાં આવ્યું છે.

    શું છે Ignore Archive Chat ફિચર?

    વોટ્સએપે ગયા વર્ષે વેકેશન નામની સુવિધા માટેની જાહેરાતની જાહેરાત કરી હતી, જે હવે બીટા સંસ્કરણમાં રજૂ કરવામાં આવી છે. WABetaInfo ટ્વીટ મુજબ તે નવા નામ સાથે રજૂ કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ યૂઝર્સ બીટા 2.19.101 માં કરી શકે છે. WABetaInfo એ જાણ કરી હતી કે આ સુવિધાની તપાસ પહેલા વેકેશન મોડ નામથી કરવામાં આવી હતી, કંપનીએ હવે ‘Ignore Archived chats’ થી રજૂ કર્યુ છે.

    Ignore Archived chats અને Archive ચેટમાં શું છે તફાવત?

    વોટ્સએપ યૂઝર્સના આર્કાઇવ્માં થયેલા ચેટમાં જેવો જ નવો મેસેજ રિસીવ થાય છે તે ચેટ ઓટોમેટીક અનઆર્કાઇવ થઇ જાય છે. અનઆર્કાઇવ થતા જ તે ચેટ મેન ચેટ લિસ્ટમાં જોવા મળે છે. વોટ્સએપના આ ફિચર આવ્યા બાદ યૂઝર્સ આર્કાઇવ્ડ ચેટમાં પહોંચતા મેસેજ આર્કાઇવમાં જ રહેશે અને તે યૂઝર્સ મેન ચેટ લિસ્ટમાં નજર નહીં આવે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Whatsapp, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन