Home /News /tech /

WhatsAppએ ભારતમાં લોન્ચ કરી સ્ટાર્ટઅપ ઇન્ડિયા ગ્રાન્ડ ચેલેન્જ, મળશે 1.8 કરોડ

WhatsAppએ ભારતમાં લોન્ચ કરી સ્ટાર્ટઅપ ઇન્ડિયા ગ્રાન્ડ ચેલેન્જ, મળશે 1.8 કરોડ

આ ચેલેન્જ માટે 10 માર્ચ સુધી અરજી કરી શકાશે

વોટ્સએપે ભારતમાં નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ચેલેન્જની જાહેરાત કરી છે

    ન્યૂઝ18 ગુજરાતી: વોટ્સએપે ભારતમાં નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ચેલેન્જની જાહેરાત કરી છે. આ ચેલેન્જ હેઠળ ભારતમાં ટોપ 5 સ્ટાર્ટઅપને કંપની 250,000 ડોલર એટલે કે લગભગ 1.8 કરોડ રૂપિયા આપશે. કંપનીએ આપેલા એક નિવેદન દ્વારા આ અંગે જાણકારી મળી હતી.

    કંપનીએ તેના નિવેદનમાં કહ્યું, પોતાના આઇડિયા અને બિઝનેસ દ્વારા સમાજિક તથા આર્થિક સ્તરે સમસ્યાઓને દૂર કરનારા સ્ટાર્ટને આ ચેલેન્જ માટે આમંત્રિત કરવામાં આવે છે. આ ચેલેન્જ માટે 10 માર્ચ સુધી અરજી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં વોટ્સએપ યુઝર્સની સંખ્યા 1.3 અરબ છે, જેમાંથી લગભગ 20 કરોડ માત્ર ભારતમાં જ છે. આવામાં કંપની ભારતમાં તેના બિઝનેસને લઇને ઘણી ગંભીર છે.

    આ પણ વાંચો: FB મેસેન્જર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામનું થશે મર્જર, દુનિયાની 35% વસ્તી હશે એક પ્લેટફોર્મ પર

    ભારતમાં વોટ્સએપની લોકપ્રિયાનો અંદાજ એ વાતથી લગાડી શકાય છે કે, 1 વર્ષથી પણ ઓછા સમયમાં વોટ્સએપ બિઝનેસ એપ 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. ત્યાં જ ભારતમાં 84% નાના અને મધ્યમ બિઝનેસ કરનારાઓનું માનવું છે કે, વોટ્સએપે બિઝનેસને આગળ વધારવામાં તેમની મદદ કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Announces, Whatsapp

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन