WhatsAppની મોટી જાહેરાત, આ કામ કર્યુ તો થશે કાર્યવાહી

જાણો, શું કરવાથી વોટ્સએપ 7 ડિસેમ્બર બાદથી યૂઝર્સ પર કાયદાકિય કાર્યવાહી કરશે...

News18 Gujarati
Updated: June 25, 2019, 5:25 PM IST
WhatsAppની મોટી જાહેરાત, આ કામ કર્યુ તો થશે કાર્યવાહી
જાણો, શું કરવાથી વોટ્સએપ 7 ડિસેમ્બર બાદથી યૂઝર્સ પર કાયદાકિય કાર્યવાહી કરશે...
News18 Gujarati
Updated: June 25, 2019, 5:25 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : WhatsAppના પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરનારાઓને સામે ટૂંક સમયમાં કાયદાકિય કાર્યાવાહીનો સામનો કરવો પડી શકે છે. કંપનીએ કહ્યું છે કે એક સાથે અનેક લોકોને મેસેજ મોકલવા, ઓટોમેટેડ મેસેજ મોકલવા કે નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરનારાઓ પર કાયદાકિય કાર્યવાહી કરશે. વોટ્સએપે પોતાના FAQ પેજના અનઓથોરાઇઝ્ડ યૂસેઝ ઓફ વોટ્સએપ પોલિસી સેક્શનમાં કહ્યું છે કે કોઈ પણ યૂઝર કે સંસ્થા જે એક સાથે અનેક બલ્ક મેસેજ મોકલશે કે ઓટોમેટેડ મેસેજ મોકલશે, તેમને સામે 7 ડિસેમ્બર બાદથી કાયદાકિય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

જોકે, કંપનીએ એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવા લોકો પર કેવા પ્રકારની કાયદાકિય કાર્યવાહી કરશે. આ અપડેટ ત્યારે સામે આવ્યું છે, જ્યારે હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકસભ ચૂંટણી દરમિયાન વોટ્સએપનો મિસયૂઝ કરવામાં આવ્યો હતો.

WhatsApp FAQ page


આ દરમિયાન ફ્રી ક્લોન એપ અને એક સોફ્ટવેર ટૂલ દ્વારા વોટ્સએપ પર બલ્ક મેસેજ કરવામાં આવી રહ્યા હતા. વોટ્સએપ પર ફેક ન્યૂઝ અને મેલેલિશસ (દુર્ભાવનપૂર્ણ) મેસેજ ઘણા ઝડપથી ફેલાવાને લઈને કંપની ભારત સરકારના નિશાના પર રહી છે.

આ પણ વાંચો, આવી રીતે જાણો કે Whatsapp પર તમને બ્લોક કર્યા છે કે નહીં

ફેક ન્યૂઝને લઈ પહેલા લેવામાં આવ્યા છે આ પગલાં
આ પહેલાં WhatsAppએ ફેક ન્યૂઝને રોકવા માટે ભારતમાં એપના ફોરવર્ડિંગ ફીચરમાં ફેરફાર કર્યા હતા. કંપનીએ યુઝર્સને પાંચ લોકોને જ મેસેજ મોકલવાથી સુધી સીમિતણ કરી દીધા છે. એટલે કે કોઈ પણ વોટ્સએપ મેસેજ તમે હવે પાંચથી વધુ કોન્ટેક્ટ્સને ફોરવર્ડ નહીં કરી શકો. પરંતુ ત્યારબાદ પણ એપના ખોટો ઉપયોગના અહેવાલો સામે આવ્યા અને આ જ કારણ છે કે કંપનીએ આ એક્શન લેવા માટેની જાહેરાત કરી છે.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...