WhatsAppનો આ રીતે કર્યો ઉપયોગ તો લેવાશે કાયદાકીય પગલાં

News18 Gujarati
Updated: June 17, 2019, 11:11 AM IST
WhatsAppનો આ રીતે કર્યો ઉપયોગ તો લેવાશે કાયદાકીય પગલાં
વોટ્સએપનો આ રીતે કરશો ઉપયોગ તો 7 ડિસેમ્બરથી યૂઝર્સ પર કાનૂની કાર્યવાહી થશે.

વોટ્સએપનો આ રીતે કરશો ઉપયોગ તો 7 ડિસેમ્બરથી યૂઝર્સ પર કાનૂની કાર્યવાહી થશે.

  • Share this:
વોટસએપ પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારને જલ્દી જ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. કંપનીએ કહ્યું છે કે એક સાથે અનેક લોકોને મેસેજ મોકલવા, ઓટોમેટેડ મેસેજ મોકલવા અથવા તેમના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા માટે કાનૂની પગલાં લેશે. વોટ્સએપના તેના FAQ પેઇઝના'અનઓર્થોરાઇઝ્ડ યૂઝેસ ઓફ વોટ્સએપ પોલિસી' સેક્શનમાં કહ્યુ છે કે કોઇ પણ યૂઝર અથવા સંસ્થા જો એક સાથે વધારે અથવા બલ્કમાં મેસજ મોકલશે અથવા ઓટોમેટેડ મેસેજ મોકલશે, તેને 7 ડિસેમ્બર બાદ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું નથી કે આવા લોકો પર તેઓ કયા પ્રકારના કાયદાકીય પગલાં લેશે. તાજેતરમાં એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી દરમિયાન વોટ્સએપનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે આ અપડેટ્સ દેખાયા છે.

આ સમય દરમિયાન ફ્રી ક્લોન એપ્લિકેશન અને સૉફ્ટવેર ટૂલ દ્વારા, વૉટ્એપ પર બલ્ક મેસેજ મોકલવામાં આવ્યાં હતાં. વોટ્સએપ પર ફેક ન્યૂઝ અને દુર્ભાવનાપૂર્ણ મેસેજ ખૂબ ઝડપથી ફેલાાવવાને લઇને કંપની ભારત સરકારના નિશાના પર રહી છે.

નકલી સમાચાર માટે પહેલા આ પગલાં લેવાયા
આ પહેલા નકલી સમાચારને રોકવા માટે, ભારતમાં એપના વોટ્સએપના ફોર્વર્ડિંગ ફિચરમાં ફેરફાર કર્યા હતા. કંપનીએ ફક્ત પાંચ લોકોને જ મેસેજ મોકલવા માટે પ્રતિબંધિત કર્યા છે. એટલે કે કોઈપણ Whatsapp મેસેજને તમે હવે પાંચ કરતાં વધુ કોન્ટેક્ટ્સને ફોરવર્ડ નહીં કરી શકો છો. પરંતુ ત્યારબાદ પણ એપનો દુરુપયોગ કરવાના સમાચાર આવ્યા અને એ જ કારણે કંપનીએ આ સેક્શનમાં પગલાં લેવાની જાહેરાત કરી હતી.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...