WhatsApp પર બદલાઇ ગઇ Sticker મોકલવાની રીત

WhatsApp Animated Stickers

WAબીટાઇન્ફોએ 6 મહિના પહેલા જ આ વાતની જાણકારી આપી હતી.

  • Share this:
    Whatsapp Animated Sticker : વૉટ્સઅપ (Whatsapp) પર મિત્રોને સ્ટિકર્સ (Stickers) મોકલો છો તો તમારા માટે સારા સમાચાર છે. વૉટ્સઅપ પોતાના સ્ટિકરમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. WABetaInfo ના ટ્વિટ મુજબ વૉટ્સઅપે Animated Stickers પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ટ્વીટમાં બીટા અપટેડ 2.20.10ને લઇને વાત કહેવામાં આવી છે. જેમાં વૉટ્સઅપ એનિમેટેડ સ્ટિકરને પણ સ્પોટ કરવામાં આવ્યા છે.

    WAબીટાઇન્ફોએ 6 મહિના પહેલા જ આ વાતની જાણકારી આપી હતી. જે પછી વીડિયો જાહેર કરીને પણ જણાવ્યું કે નવું સ્ટિકર ફિચર કેવી રીતે કામ કરશે. જાણકારી માટે જણાવી દઇએ કે આ પહેલાથી હાજર સ્ટિકરની જેમ જ કામ કરશે. પણ મૂવ થતું નજરે પડશે. આ વાતને સરળતાથી સમજવા માટે નીચેના ટ્વિટમાં બતાવવામાં આવેલ વીડિયો જુઓ.

    એનિમેટેડ સ્ટિકર્સ GIFથી બિલકુલ અલગ હશે. જો તમે ફેસબુક અને સ્ટિકર્સનો ઉપયોગ કર્યો છે તો તમે આ વાતને સરળતાથી સમજી લેશો. તમે ફેસબુકમાં કેટલાક એનિમેટેડ સ્ટિકર્સ જોયા હશે જે કમેન્ટ અને મેસેજ સેન્ડ કરવા પર મૂવ કરે છે.



    જો કે હાલ તો બીટા યુઝર્સ પર નવા ફિચરનો ઉપયોગ કરી શકાય છે. WAબીટાએ કહ્યું કે આ ફિચર હાલ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. અને જલ્દી જ આ મામલે વધુ અપટેજ કહેવામાં આવશે.

    Whatsapp Animated Sticker




    આ માટે સૌથી પહેલા તમારે Whatsapp પર જવું પડશે, પછી કોઇ પણ ચેટ ઓપન કરી. નીચે આપેલા Sticker Button પર ટેપ કરવાનું રહેશે. અને પ્લસ (+) આઇકૉન પર ટેપ કરી પહેલા તેને ડાઉનલોડ કરી તમામ સ્ટિકર પર અપટેડ દેખાડવામાં આવશે. WAવીટાઇન્ફો વધુમાં તે પણ કહ્યું છે કે આ ફિચર તમામ બીટા સ્ટેજમાં છે અને આવનારા સમયમાં તેમાં વધુ ફેરફાર પણ આવી શકે છે.
    Published by:Chaitali Shukla
    First published: