નવી દિલ્હી: વોટ્સએપ પોતાના વેબ/ડેસ્કટોપ યૂઝર્સ (Whatsapp desktop users) માટે નવું વર્ઝન 2.2126.11 લોન્ચ કરવા જઇ રહ્યું છે. વોટ્સએપએ પોતાના યૂઝર્સ માટે વ્યૂ વન્સ ફીચર (View once feature) રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધુ છે. આ ફીચર અંતર્ગત યૂઝર્સ દ્વારા મોકલવામાં આવે ફોટોઝ અને વીડીયો રિસીવરને મળ્યા બાદ એક વખત જોઇ લીધા બાદ આપમેળે ડિલીટ થઇ જશે. જો તમને આ ફીચર ઉપલબ્ધ થઇ ગયું હોય તો તમને ચેટમાં ફોટો/વીડીયો મોકલવા દરમિયાન વ્યૂ વન્સ બટન દેખાશે. ધ્યાન રાખો કે શક્ય છે કે મોકલેલા મીડિયા ફાઇલને રિસીવર સેલ કરી લે, કારણ કે વ્હોટ્સએપમાં સ્ક્રિનશોટ ડિટેક્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો નથી.
આ નવા ફીચરને લઇને અમુક લોકોનું કહેવું છે કે વ્યૂ વન્સ ફીચર ગત વર્ષે લોન્ચ થયેલ ડિસઅપિયરિંગ મેસેજ જેવું જ છે. જોકે, ડિસઅપિયરિંગ મેસેજ ફીચરમાં મેસેડ 7 દિવસ બાદ ડિલીટ થઇ જાય છે. પરંતુ વ્યૂ વન્સ ફીચરમાં મેસેજ જોઇ લીધા બાદ તરત જ ડિલીટ થઇ જાય છે.
આ સિવાય ગ્રાહકો માટે વધુ એક નવું ફીચર New Archive લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની ખાસિયત તે છે કે જો કોઇ યૂઝરને આર્કાઇવ કરેલી ચેટમાંથી મેસેજ આવે છે તો એવામાં વોટ્સએપ તેની નોટિફિકેશન આવનારા મેસેજ તરીકે બતાવતું નથી અને ચેટ આર્કાઇવ જ રહે છે.'
એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ પોતાના જૂના આર્કાઇવને સેટિંગ્સમાં જઇને મેળવી શકે છે. જો તમને તમારા વોટ્સએપમાં આ ફીચર હજુ સુધી નથી મળ્યું તો પરેશાન ન થાઓ, કારણે વોટ્સએપ ધીમે ધીમે તેને યૂઝર્સ સુધી પહોંચાડી રહ્યું છે.
આ બંને ફીચર્સ સિવાય હાલમાં જ જાણકારી મળી હતી કે વોટ્સએપમાં In-App નોટિફિકેશનને ફરી ડિઝાઇન કરાઇ રહ્યું છે અને સાથે જ તેમાં વોઇસ વેવફોર્મ જેવું ફીચર પણ સામેલ કરાયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર