ન્યૂઝ18 ગુજરાતી : WhatsApp પોતાની સેવાને વધારે સારી બનાવવા માટે એક પછી એક નવાં નવાં ફિચર્સ એડ કરી રહ્યું છે. તાજેતરમાં જ કંપનીએ સિંગલ સ્ટિકર ડાઉનલોડનું ફિચર ઉમેર્યું હતું. હવે WhatsAppની એપમાં ઓથેન્ટિકેશન ફિચર (Unlock) રજૂ કરવામાં આવ્યું છે, આ ફિચરથી તમે તમારી ચેટને વધારે સુરક્ષિત કરી શકો છો.
આ નવા ફિચરનો ફાયદો એ થશે કે WhatsApp તમારો ચેહરો જોઈને કે પછી તમારી ફિંગર પ્રિન્ટથી ચાલુ થઈ જશે. WABetalnfoના ટ્વિટના જણાવ્યા પ્રમાણે કંપનીએ આ અપડેટને Beta 2.19.20.19 માટે ઉપલબ્ધ કરાવ્યું છે.
નોંધનીય છે કે નવું અનલોક ફિચર ફક્ત iOS માટે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં iPhone યૂઝર્સના વોટ્સએપમાં Fingerprint lock એડ થઈ જશે. એટલે કે આઈફોન યૂઝર્સ હવે WhatsAppને પોતાની આંગળીની નિશાનીથી ખોલી શકશે.
WhatsApp for iOS 2.19.20 is now available on the App Store.
All changes are listed in the beta article: enjoy using the Authentication feature! https://t.co/sHh660J9Ph
WABetaInfoના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે WhatsApp ફેસ આઈડી અને ટચ આઈડી બંનેને નવી એપમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવી છે. WhatsAppની પ્રાઇવસી સેટિંગમાં બહું ઝડપથી Require TouchID નામનું એક નવું ઓપ્શન હશે.
જો તમારી પાસે iPhone X અથવા તેનાથી લેટેસ્ટ ફોન છે તો તમને તેમાં Face ID ઓપ્શન પણ દેખાશે. આ ઓપ્શન iPhoneX, iPhone XS, iPhone XS Max અને iPhone XRમાં જોવા મળશે.
જો તમારી પાસે જૂનો આઈફોન છે તો તમને Touch ID અથવા પાસકોડનો વિકલ્પ મળશે. આ ફિચર iOS8 અને તેના ઉપરના વર્ઝનમાં સપોર્ટ કરશે. જ્યારે તમે તમારા ફોનમાં Face ID અથવા Touch IDને શરૂ કરી દેશો તો તમે જ્યારે પણ તમારું WhatsApp ખોલશો ત્યારે તમને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટિકેશન માટે કહેવામાં આવશે. જો તમારી ફિંગર કે ફેસનું ઓથેન્ટિકેશન નહીં થઈ શકે તો તમને તમારા આઈફોનનો Passwode નાખવાનું કહેવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર