WhatsAppમાં આવશે પાંચ નવા ફિચર્સ, ગ્રૃપ ચેટિંગમાં આ પ્રકારની મળશે સુવિધા
WhatsAppમાં આવશે પાંચ નવા ફિચર્સ, ગ્રૃપ ચેટિંગમાં આ પ્રકારની મળશે સુવિધા
કંપનીએ સ્ટીકર ફિચર રોલઆઉટ કર્યા બાદ હવે પ્રાઇવેટ રિપ્લાઇ ફિચર લોન્ચ કર્યુ છે. આ ફિચરથી તમે ગ્રુપ ચેટમાં સરળતાથી રિપ્લાઇ કરી શકો તેવી સુવિધાઓ આપવામાં આવી છે.
કંપનીએ સ્ટીકર ફિચર રોલઆઉટ કર્યા બાદ હવે પ્રાઇવેટ રિપ્લાઇ ફિચર લોન્ચ કર્યુ છે. આ ફિચરથી તમે ગ્રુપ ચેટમાં સરળતાથી રિપ્લાઇ કરી શકો તેવી સુવિધાઓ આપવામાં આવી છે.
વોટ્સએપ તેમના યૂઝર્સ માટે સતત નવી-નવી સુવિધાઓ અપડેટ કરતું રહે છે. ઘણા અહેવાલોમાં જણાવાયું છે કે WhatsApp ટૂંક સમયમાં જ પાંચ નવા ફિચર લાવનાર છે. અત્યારે આ ફિચર્સનું બીટા વર્ઝન આવ્યુ છે અને ટૂંક સમયમાં જ દરેક યુઝર્સ માટે નવું અપડેટ આવશે. આ ત્રણ ફિચર્સમાં પ્રાઇવેટ રિપ્લેઇ, વેકેશન મોડ, લિંક્ડ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઇનલાઇન ઇમેજ અને સાઇલેન્ટ મોડનો સમાવેશ થાય છે.
Private Reply ફિચર
આ ફિચર દ્વારા ગ્રૃપ ચેટમાં કોઇ અન્ય ગ્રૃપના જાણકાર યૂઝર સાથે ગ્રૃપમાં એક યૂઝરને રિપ્લાઇ કરી શકશો. આ માટે તમારે કોઇ પણ મેસેજને વો્ટસએપ ગ્રૃપમાં જોવા માટે ત્રણ ટપકા પર ક્લીક કરવું પડશે અને પ્રાઇવેટ રિપ્લાઇ ઓપ્શનને જોઇ શકો છો. પ્રાઇવેટ રિપ્લાઇ ઓપ્શન પર ક્લીક કર્યા બાદ સેન્ડર ચેટ વિન્ડોમાં મેસેજ ઓપન થઇ જશે. આ ફિચર રિપ્લાઇ ફિચરની જેમ જ કામ કરશે.
વેકેશન મોડ ફિચર
જો તમે રજામાં ક્યાંય બહાર હોય અથવા ક્યાંય ફરવા ગયા હોય અને વાટ્સએપના રિંગટોનને પોતાનાથી દૂર રાખવા માંગો છો, તો આ સુવિધા શ્રેષ્ઠ છે. આનાથી તમે કોઈ ડિસ્ટર્બન્સ વગર તમે તમારો આનંદ માણી શકશો. હાલમાં આ ફિચરની ચકાસણી એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ માટે કરી રહ્યા છે.
Linked Social Media એકાઉન્ટ
આ ફિચરથી તમને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ટ્વિટર, LinkedIn Instagramને વોટ્સએપ સાથે લિંક શકસો. તેનાથી તમને એક જ સ્થળ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની નોટિફિકેશન મળી જશે. આ ફિચર જોડાવવાનું સ્પષ્ટ નથી, પરંતુ WABetaInfoએ શેર કરેલી જાણકારી અનુસાર આમા તમે ફેસબૂક એકાઉન્ટ રિકવર કરી શકશો. આ ઉપરાંત તેમા ક્રોસ પોસ્ટિંગમાં મદદ મળશે.
Silent Mode ફિચર
આ સુવિધા મોટેભાગે એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ થઇ ચુકી છે. આ મ્યૂટના ચેટ બેજને છુપાવવા માટે મદદ કરે છે. આપણા વોટ્સએપ પર જ્યારે વધુ મસેજે આવે છે ત્યારે વારંવાર નોટિફિકેશન જોવા મળે છે. આમાં સાઇલેન્ડ મોડ તમારા મ્યૂટ ચેટ પર અનરીડ મેસેજનું નોટિફિકેશન નહીં જોવા મળે. આ ફિચરને સેટિંગમાં જઇને ઓન કરવાની જરુર નથી આ ડિફોલ્ટ ફિચર છે.
WABetaInfoના અહેવાલ મુજબ, વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.18.291 માં ઇનલાઇન ઇમેજ નોટિફિકેશનની ચકાસણી કરી રહ્યું છે. જો કે આ સુવિધા માત્ર એન્ડ્રોઇડ 9.0 પાઇ અથવા ત્યારબાદના વર્ઝન પર જ કામ કરશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર