Whatsappની 5 Trick, જેને શીખી બની જશો Expert

વોટ્સએપની 5 ટ્રિક્સ એવી છે, જેને કારણે બધાની વચ્ચે તમે વોટ્સએપ એક્સપર્ટ તરીકેની નામના મેળવી શકો છો!

વોટ્સએપની 5 ટ્રિક્સ એવી છે, જેને કારણે બધાની વચ્ચે તમે વોટ્સએપ એક્સપર્ટ તરીકેની નામના મેળવી શકો છો!

  • Share this:
    WhatsAppનો ઉપયોગ હાલના સમયમાં દરેક લોકો કરી રહ્યા છે. WhatsApp પોપ્યુલર એપ પૈકીની એક છે, જેને મોટાભાગે ફોનમાં સૌથી પહેલા ડાઉનલોડ કરવામાં આવે છે. વોટ્સએપ આપણે અનેક વર્ષોથી યૂઝ કરી રહ્યા છીએ પરંતુ આપણે તેનાથી જોડાયેલી તમામ ટ્રિક્સ વિશે જાણતા નથી. તો વિચારો જો તમે પણ વોટ્સએપના કેટલાક ફીચર્સ જાણી જાઓ તો અનેક કામ સરળ થઈ શકે છે..વોટ્સએપની 5 ટ્રિક્સ એવી છે, જેને કારણે તમે બધાની વચ્ચે વોટ્સએપ એક્સપર્ટ તરીકેની નામના મેળવી શકો છો!

    Status Hide : જો તમે ઈચ્છો છો કે તમે જે સ્ટેટસ મૂકશો, તે કેટલાક લોકો ના જુઓ તો તેના માટે પણ એક ફીચર છે. તેના માટે Status પર જવું પડશે. અહીં જમણી બાજુ ખૂણામાં Status Privacyનો વિકલ્પ મળશે. તેને સિલેક્ટ કર્યા બાદ આપની સામે ત્રણ વિકલ્પ, My contacts, My Contacts except અને Only Share with હશે. તેમાંથી આપને ‘My Contacts except’ સિલેક્ટ કરવાનું છે, પછી તે કોન્ટેક્ટને સિલેક્ટ કરવાના છે, જેને તમે તમારું સ્ટેટસ છુપાવવા માંગો છો.

    Mute Group Chat : જો તમે ઘણા બધાં ગ્રુપો સાથે જોડાયેલા છે અને વારંવાર આવનારા નોટિફિકેશનોથી પરેશાન છો તો તમે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે સૌથી પહેલા Group Info પર જવું પડશે. ત્યારબાદ Mute Chat વિકલ્પ પસંદ કરો. તેમાં તમે 8 કલાકથી લઈને 1 વર્ષ સુધી ગ્રુપ ચેટને મ્યૂટ કરી શકો છો. આ રીતે તમે તે ગ્રુપ નોટિફિકેશનોના કારણે ડિસ્ટર્બ થવાથી બચી શકશો.


    Disable Blue Tick : આ ફીચર યૂઝર્સની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચરે અનેક યૂઝર્સની પરેશાની પણ ઉકેલી દીધી છે. આ ફીચર હેઠળ જે વ્યક્તિ સાથે ચેટ કીર રહ્યા છો તે એ નથી જાણી શકતો કે તમે તેનો મેસેજ વાંચ્યો કે નહીં. તેના માટે તમારે સેટિંગ્સમાં જવું પડશે. અહીં એકાઉન્ટ પર ક્લિક કરીને તમને પ્રાઇવસી વિકલ્પ દેખાશે. અહીં Read Receiptનો એક વિકલ્પ દેખાશે જેને તમારે Disable કરવું પડશે. ત્યારબાદ કોઈને પણ ખબર નહીં પડે કે તમારો મેસેજ વાંચ્યો છે કે નહીં.

    આ પણ વાંચો, એન્ડ્રોયડ યૂઝર્સ માટે મોટા સમાચાર, આ 24 Appમાં છે વાયરસ, તુરંત ડિલિટ કરો

    Hide Last Scene : જો તમે એવું છુપાવવા માંગો છો કે તમે ક્યારે ઓનલાઇન આવ્યા છો તો આ ફીચર આપના માટે ખૂબ જ કામનું છે. તેના માટે સૌથી પહેલા Settingsમાં જાઓ. અહીં Accountના વિકલ્પ પર ક્લિક કરો. તેમાં તમને Last Seenનો વિકલ્પ દેખાશે. અહીં આપને Nobody વિકલ્પને પસંદ કરવાનું છે. ત્યારબાદ કોઈને ખબર નહીં પડે કે તમે ક્યારે ઓનલાઇન થયા.


    Share Live Location : જો તમે ક્યાંક ફસાઈ ગયા છો કે પછી તમારા સુધી પહોંચવા માટે કોઈને રસ્તો બતાવવા માંગો છો તો આ ફીચર ખૂબ જ કામનું છે. તેને યૂઝ કરવા માટે સૌથી પહેલા ચેટ બોક્સના અટેચમેન્ટ મેન્યૂ પર જવું પડશે. અહીં શેર લોકેશનનું ઓપ્શન સિલેક્ટ કરો. તેને સિલેક્ટ કરી તમે લોકેશન મોકલી શકો છો. તમે લાઇવ લોકેશન 15 મિનિટ, 1 કલાક કે પછી 8 કલાક માટે શેર કરી શકો છો.

    આ પણ વાંચો, ખરીદવું છે નવું TV? દિવાળી સુધી જુઓ રાહ, થશે ફાયદો
    Published by:Mrunal Bhojak
    First published: