મજેદાર છે WhatsAppના આ 4 ફીચર્સ, બદલાઈ જશે ચેટિંગનો અંદાજ

સમય સમય પર WhatsApp તેના યૂઝર્સ માટે નવા ફીચર્સ ઉમેરવાનું ચાલુ રાખે છે. વોટ્સએપમાં આવા ઘણા ફીચર્સ છે, જેના ઉપયોગથી યૂઝર્સ તેમનું કામ સરળ બનાવી શકે છે

સમય સમય પર WhatsApp તેના યૂઝર્સ માટે નવા ફીચર્સ ઉમેરવાનું ચાલુ રાખે છે. વોટ્સએપમાં આવા ઘણા ફીચર્સ છે, જેના ઉપયોગથી યૂઝર્સ તેમનું કામ સરળ બનાવી શકે છે

  • Share this:
વોટ્સએપ (WhatsApp) એ વિશ્વની સૌથી વધુ વપરાયેલી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. સમય સમય પર WhatsApp તેના યૂઝર્સ માટે નવા ફીચર્સ ઉમેરવાનું ચાલુ રાખે છે. વોટ્સએપમાં આવા ઘણા ફીચર્સ છે, જેના ઉપયોગથી યૂઝર્સ તેમનું કામ સરળ બનાવી શકે છે. યૂઝર્સ આ ફીચર્સનો ઉપયોગ તેમના અંગત અને વ્યાવસાયિક કાર્ય માટે કરી શકે છે. જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમને વોટ્સએપમાં મળી આવેલા આ 4 ફીચર્સ વિશે જણાવીએ.

લોકેશન શેરિંગ

લોકેશન ફીચર લોકોનો ઘણો સમય બચાવે છે. વોટ્સએપ પર યૂઝર્સ ચેટમાં કોઈપણને તેમનું લોકેશન મોકલી શકે છે, જેના દ્વારા બીજો યૂઝર સરળતાથી તમારા મોકલેલા સરનામા પર પહોંચી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝરને ચેટ સેક્શનમાં એટેચમેન્ટ પર ટેપ કરવું પડશે, જ્યાં યૂઝર્સને લોકેશનનો ઓપ્શન મળશે. જે બાદ તમારા ફોનનું લોકેશન ચાલુ કરીને, તમે ચેટમાં તમારા લોકેશનને શેર કરી શકો છો.

વોટ્સએપ દ્વારા પેમેન્ટ

વોટ્સએપે ગયા વર્ષે જ આ વિશેષ ફીચર એડ કર્યું છે, જેના ઉપયોગથી યૂઝર્સ પેમેન્ટ સેન્ડ અથવા સ્વીકારી શકે છે. તેમાં UPI આધારિત પેમેન્ટનો ઓપ્શન પણ છે, જેના દ્વારા યૂઝર્સ ખૂબ જ સરળતાથી ખરીદી, રેસ્ટોરાં અને રિટેલ સ્ટોર્સ પર પેમેન્ટ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝરે વ્હોટ્સએપ પેમેન્ટ્સ સેક્શનમાં જવું પડશે અને તેની બેંક એડ કરવી પડશે. વેરિફિકેશન બાદ યૂઝર્સ સરળતાથી આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો - ચીનનો એક એવો ક્રૂર તહેવાર, જ્યાં 10 દિવસમાં હજારો કૂતરા મારી નાંખવામાં આવે છે

સેન્ડ કરી શકાય છે ડોક્યુમેન્ટ્સ

યૂઝર્સ તેમના ઓફિસ વર્કમાં ઉપયોગમાં લેવાતા ડોક્યુમેન્ટ્સ અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટ્સ વોટ્સએપ દ્વારા સરળતાથી મોકલી શકે છે. વોટ્સએપમાં 100MB સુધીના ડોક્યુમેન્ટ્સ મોકલવાની સુવિધા આપવામાં આવી છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝરે ચેટ વિભાગમાં એટેચમેન્ટ્સ પર જવું પડશે અને ડોક્યુમેન્ટ પસંદ કરીને તેને અપલોડ કરવું પડશે.

ક્યૂઆર કોડ સાથે નવો કોન્ટેક્ટ એડ કરો

વોટ્સએપે તાજેતરમાં જ આ નવા ફિચરને તેના યૂઝર્સ માટે શરૂ કર્યું છે. આ ફીચરમાં તમારે તમારા વોટ્સએપમાંથી કોઈ અન્ય વ્યક્તિનો ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે, જે બાદ તમારા વોટ્સએપ સંપર્કમાં બીજી વ્યક્તિનો કોન્ટેક્ટ ઓટોમેટિક એડ થશે. આ ફીચરનો ઉપયોગ કરવાથી યૂઝરનો ઘણો સમય બચી જાય છે.
First published: