WhatsAppના ત્રણ શાનદાર ફીચર તમને આપશે એકદમ અનોખો અનુભવ, કામ થઈ જશે એકદમ સરળ

WhatsAppના ત્રણ શાનદાર ફીચર તમને આપશે એકદમ અનોખો અનુભવ, કામ થઈ જશે એકદમ સરળ
પ્રતિકાત્મક તસવીર

વોટ્સએપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે

  • Share this:
વોટ્સએપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. જેનો ઉપયોગ ફોટા, વીડિયો, લિંક, લોકેશન અને ડોક્યુમેન્ટ સેન્ડ કરવા માટે થાય છે. વિશ્વભરમાં આ એપ્લિકેશનનો ઉપયોગ પર્સનલ અથવા તો વ્યવસાયિક ચેટ કરવા માટે થઈ રહ્યો છે. આજે આપણે વોટ્સએપના 3 મુખ્ય ખાસ ફીચર અંગે ચર્ચા કરીશું. જેનાથી તમારું કાર્ય વધુ સરળ થઈ જશે.

વોટ્સએપ પેમેન્ટ : વોટ્સએપ દ્વારા આ સુવિધાને થોડા સમય પહેલાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. આ ફીચરની મદદથી તમે યૂપીઆઈ આઇડીનો ઉપયોગ કરીને પોતાના એકાઉન્ટમાંથી અન્ય વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા મોકલી શકો છો. આ ફીચરના કારણે પેમેન્ટ ખૂબ જલ્દી થઈ જાય છે. પૈસાની લેવડ દેવડ અનુકૂળ બને છે. ગુગલ પે, પેટીએમ અને ફોનપે જેવી યૂપીઆઈ આધારિત સર્વિસ સામે વોટ્સએપ પેમેન્ટ પડકાર બની ગયું છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે વોટ્સએપ અપડેટ કરવું પડશે. પેમેન્ટ ઓપ્શનમાં જઈને બેન્ક એકાઉન્ટ એડ કરવાનું રહેશે. ત્યારબાદ આ ફીચરનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો.



આ પણ વાંચો - સાતમું પગાર પંચ: 1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓનું DA 28 ટકા સુધી વધી જશે, જાણો કેટલો વધશે પગાર?

QR Code: આ સુવિધામાં તમે કોઈ વ્યક્તિનો QR કોડ સ્કેન કરીને તે વ્યક્તિનો નંબર કોન્ટેકટ લિસ્ટમાં સરળતાથી એડ કરી શકો છો. અગાઉ નંબર એડ કરવા માટે તમારે વોટ્સએપમાં શોધવું પડતું હતું. જેમાં તમે વોટ્સએપનો QR કોડ પણ અન્ય કોઈ સાથે શેર કરી શકો છો.

Live Location: વોટ્સએપના આ ફીચર ઉપયોગ કરીને તમે તમારુ લાઈવ લોકેશન કોઈપણ વ્યક્તિ સાથે વોટ્સએપમાં શેર કરી શકો છો. જેનાથી બીજા વ્યક્તિને તમે ક્યાં છો તેની જાણ થતી રહેશે. આ ફીચર કોઈના ઘરના એડ્રેસ માટે ખૂબ ઉપયોગી ખૂબ કામ આવશે.
Published by:News18 Gujarati
First published:April 20, 2021, 18:35 pm

ટૉપ ન્યૂઝ