વોટ્સએપ (WhatsApp)માં આમ તો અનેક ફીચર્સ સૌની પસંદના છે પરંતુ એપનું સ્ટેટસ ફીચર મોટાભાગના યૂઝર્સનું ફેવરિટ છે. વોટ્સએપ આપણા માટે ખૂબ જ ઉપયોગી એપ છે. તેનાથી આપણા અનેક કામ સરળ થઈ ગયા છે. પરંતુ વર્ષોથી ઉપયોગમાં લેવાતા વોટ્સએપમાં હજુ પણ અનેક એવા ફીચર્સ છે જેના વિશે આપણે ખૂબ જ ઓછું જાણીએ છીએ. વોટ્સએપ ઓપન કરતાં આપણને કોઈને કોઈનું સ્ટેટસ પણ જોવા મળે છે, પરંતુ અનેકવાર આપણે સ્ટેટસ માત્ર એટલા માટે નથી મૂકી શકતા કારણ કે તેને આપણે કેટલાક કોન્ટેક્ટ્સથી છુપાવવાનું હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે તમે પોતાના વોટ્સએપ સ્ટેટસનો કોઈ એક બે કે માત્ર કેટલાક કોન્ટેક્ટ્સથી છુપાવી શકો છો. જી હા, વોટ્સએપની આ શાનદર ટ્રીકથી આવું કરવું શક્ય છે. આવો જાણીએ કે કેવી રીતે WhatsApp Statusને કેટલાક કોન્ટેક્ટ્સથી હાઇડ કરી શકાય છે...
- જો તમે એન્ડ્રોલડ ફોન યૂઝ કરો છો તો સૌથી પહેલા પોતાનું WhatsApp ઓપન કરો અને પછી Status પર ટેપ કરો. - ત્યારબાદ રાઇટ સાઇડમાં આપવામાં આવેલા ત્રણ ડોટ્સ પર જાઓ. તેમાં આપને Status Privacyનું ઓપ્શન મળશે. - ત્યારબાદ કોન્ટેક્ટનું લિસ્ટ સામે આવશે, જેમાંથી તમે એ નામને સિલેક્ટ કરી લો જેનાથી તમે સ્ટેટસ છુપાવવા માંગો છો. ત્યારબાદ સિલેક્ટ કરેલા નામો આપના Statusમાં જોવા નહીં મળે. - હવે એકાઉન્ટમાં ગયા બાદ આપને ત્યાં આપવામાં આવેલું પ્રાઇવેસી બટન ક્લિક કરવાનું છે, ત્યારબાદ કેટલાક ઓપ્શન જોવા મળશે તેમાંથી Status પર ટેપ કરો. તેમાં પણ આપને My Contacts, My Contacts Except અને only with share ત્રણ ઓપ્શન મળશે. તેમાંથી આપને My Contacts Except પર જવાનું છે.
- તેના માટે સૌથી પહેલા આપને WhatsAppના સેટિંગ્સમાં જોઈને ફરી સેટિંગ્સમાં એકાઉન્ટનું ઓપ્શન સિલેક્ટ કરો. એકાઉન્ટમાં ગયા બાદ આપને ત્યાં આપવામાં આવેલા પ્રાઇવેસ બેટન પર ક્લિક કરો, ત્યારબાદ કેટલાક ઓપ્શન જોવા મળશે તેમાંથી Status પર ટેપ કરો. - અહીં My Contacts, My Contacts Except અને Only with share ત્રણ ઓપ્શન મળશે. તેમાંથી આપને My Contacts Except પર ટેપ કરવું પડશે. - ત્યારબાદ આપના વિન્ડોમાં કોન્ટેક્ટ લિસ્ટ ઓપન થશે અને તેમાંથી જેનાથી પણ આપનું સ્ટેટસ છુપાવવા માંગો છો તે કોન્ટેક્ટને સિલેક્ટ કરી લો. બસ ત્યારબાદ આપનું સ્ટેટસ એ કોન્ટેક્ટ્સવાળા નહીં જોઈ શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર