Home /News /tech /

WhatsApp લોન્ચ કરશે નવું ફીચર, બેકગ્રાઉન્ડમાં પણ સાંભળી શકશો વોઇસ મેસેજ

WhatsApp લોન્ચ કરશે નવું ફીચર, બેકગ્રાઉન્ડમાં પણ સાંભળી શકશો વોઇસ મેસેજ

વોટ્સ એપ

WhatsApp હાલમાં એક નવી સુવિધાનું બીટા ટેસ્ટિંગ (Beta Testing) કરી રહ્યું છે, જે એન્ડ્રોઇડ યુઝર્સ (Android Users)ને બેકગ્રાઉન્ડમાં વૉઇસ મેસેજ (Background Voice Message) સાંભળવાની સુવિધા મળશે. એનો અર્થ છે કે જો તમને કોઇ વોઇસ મેસેજ આવે છે અને તમે સાંભળી રહ્યા છો અને તે દરમિયાન કોઇ અન્ય વિન્ડો કે ચેપ પર જાઓ છો તો પણ બેકગ્રાઉન્ડમાં વોઇસ મેસેજ ચાલુ રહેશે.

વધુ જુઓ ...
    વોટ્સએપ (WhatsApp) તેના યુઝર્સ માટે સમયાંતરે એક કરતા વધુ ફીચર્સ (New Features) ઓફર કરે છે અને હવે ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ એક નવા ફીચર પર કામ કરી રહી છે. WhatsApp હાલમાં એક નવી સુવિધાનું બીટા ટેસ્ટિંગ (Beta Testing) કરી રહ્યું છે, જે એન્ડ્રોઇડ યુઝર્સ (Android Users)ને બેકગ્રાઉન્ડમાં વૉઇસ મેસેજ (Background Voice Message) સાંભળવાની સુવિધા મળશે. એનો અર્થ છે કે જો તમને કોઇ વોઇસ મેસેજ આવે છે અને તમે સાંભળી રહ્યા છો અને તે દરમિયાન કોઇ અન્ય વિન્ડો કે ચેપ પર જાઓ છો તો પણ બેકગ્રાઉન્ડમાં વોઇસ મેસેજ ચાલુ રહેશે.

    WABetaInfoએ આપેલા અહેવાલ અનુસાર, જો તમે વૉઇસ નોટ સાંભળી રહ્યા છો અને બેકઅપ લો અથવા બીજી ચેટ પર સ્વિચ કરો તો પણ વૉઇસ મેસેજ બંધ થશે નહીં. રિપોર્ટ અનુસાર, જ્યારે આ ફીચર આવશે, ત્યારે યુઝર્સ માટે વસ્તુઓ ઘણી સરળ બની જશે અને તેઓ મલ્ટીટાસ્કિંગ કરી શકશે. હાલ જ્યારે યુઝર્સ વોટ્સએપ પર વૉઇસ નોટ સાંભળે છે અને કોઈ કારણસર ચેટમાંથી બેક કરી દે છે, ત્યારે વૉઇસ મેસેજ પણ બંધ થઈ જશે. આ સિવાય વોટ્સએપે વોઈસ નોટ્સ માટે પ્લેટફોર્મ પર એક નવું ફીચર રોલઆઉટ કર્યું છે. જે પ્લેબેક સ્પીડને કંટ્રોલ કરી શકે છે અને નોટનું પ્રીવ્યુ પણ જોઈ શકશે.

    આ વર્ષમાં આવી શકે છે અમુક નવા ફીચર

    આ સિવાય વર્ષ 2022માં WhatsAppમાં અમુક નવા અપડેટ આવી શકે છે. હવે કંપની તમને ડાર્ક અને લાઇટ મોડમાં કસ્ટમ ચેટ થીમ આપવા જઈ રહી છે. WhatsApp ટૂંક સમયમાં આ ફીચર રોલ આઉટ કરવા જઈ રહ્યું છે.

    આ સિવાય વોટ્સએપ હવે ટેલિગ્રામ સાથે પણ હરિફાઇ કરવાની તૈયારીમાં છે. WhatsApp ટૂંક સમયમાં તેના હરીફ ટેલિગ્રામની જેમ ઓટો ડિલીટ એકાઉન્ટ ફીચર ઓફર કરવા જઈ રહ્યું છે. આમાં જો તમે અમુક નક્કી સમય સુધી તમારું એકાઉન્ટ એક્સેસ નહીં કરો તો તમારું એકાઉન્ટ ઓટો ડીલીટ થઈ જશે. જોકે, હાલમાં તો WhatsApp એકાઉન્ટ મેન્યુઅલી ડિલીટ કરવાનો ઓપ્શન આપે છે.
    First published:

    Tags: Features, Voice Message, Whats App, Whatsapp update, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર