Home /News /tech /ઈન્ટરનેટ પર MMS લીક થઈ જાય તો ડરશો નહિ, જાણો ડિલીટ કરવાની સાચી રીત

ઈન્ટરનેટ પર MMS લીક થઈ જાય તો ડરશો નહિ, જાણો ડિલીટ કરવાની સાચી રીત

ઈન્ટરનેટ પર વીડિયો ડીલિટ કરવા માટે માહિતી

MMS viral on the Internet: હેકિંગ અને અંગત જાણકારી ચોરી થવાના અનેક મામલા સામે આવ્યા છે. એકવાર વીડિયો ઈન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા બાદ તે તરત જ વાયરલ થઈ જાય છે. જો તમે વિડીયોને વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા પરથી દૂર કરવા ઈચ્છો છો તો તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ તેજીથી કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં તમામ વ્યક્તિના ફોનમાં ઈન્ટરનેટ અને ઘરમાં WiFi હોય છે. ઈન્ટરનેટથી જીવન ખૂબ જ સરળ બની ગયું છે, સાથે સાથે જોખમમાં પણ વધારો થયો છે. હેકિંગ અને અંગત જાણકારી ચોરી થવાના અનેક મામલા સામે આવ્યા છે. એકવાર વીડિયો ઈન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા બાદ તે તરત જ વાયરલ થઈ જાય છે. જો તમે વિડીયોને વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા પરથી દૂર કરવા ઈચ્છો છો તો તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે. આ રીતનો ઉપયોગ કરીને તમે ઈન્ટરનેટ પરથી વિડીયો ડિલીટ કરી શકો છો. જો વાયરલ થયેલો વિડીયો કે ફોટો વાંધાજનક છે, તો દુરુપયોગની જાણ સોશિયલ મીડિયા પર કરો. તેમજ તમારા મિત્રો અને વધુને વધુ પરિચિતોને પણ આ કામ કરાવડાવો.

    આ વેબસાઈટ પર માલિકની તમામ જાણકારી મળી રહેશે


    જો તમારો કોઈ પ્રાઈવેટ વિડીયો કે MMS વાયરલ થયો હોય તો તમે પોલીસ સ્ટેશન જઈને તેની ફરિયાદ કરી શકો છો. ઉપરાંત તમે વેબસાઈટના માલિકનો સંપર્ક કરી શકો છો. મોટોભાગની વેબસાઈટ કોપીરાઈટ પોલિસીને ફોલો કરે છે. આ પ્રકારે કરવાથી તે તરત જ તમારો વિડીયો ડિલીટ કરી દેશે. જો તમે વેબસાઈટના માલિકનો સંપર્ક કરવા ઈચ્છો છો, તો તમારે www.whois.com વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. જ્યાં તમારે વેબસાઈટની URL એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ તમે વેબસાઈટના માલિકનો સંપર્ક કરીને વીડિયો ડિલીટ કરી શકો છો.

    આ પણ વાંચોઃ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ શકે, નવા નિયમોથી તમારા ખિસ્સા પરનો ભાર હળવો થઈ શકે

    પોર્ન વેબસાઈટ પરથી કેવી રીતે વિડીયો ડિલીટ કરવો?


    પોર્ન વેબસાઈટ પર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, તો વેબસાઈટ પર વીડિયો નીચે રિપોર્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે. જ્યાં તમે ડિટેઈલ્સ એન્ટર કરીને વીડિયો ડિલીટ કરાવી શકો છો. મોટાભાગના મામલાઓમાં વિડીયો ડિલીટ કરી દેવામાં આવે છે.

    આ પણ વાંચોઃ પાણીની અંદર મૂનવોક કરી રહેલા છોકરાએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, લોકોએ કહ્યું- હાઈડ્રોમેન!

    ગૂગલ સર્ચ રિઝલ્ટમાંથી વીડિયો કેવી રીતે દૂર કરવો?


    ગૂગલ સર્ચ રિઝલ્ટમાંથી વીડિયો દૂર કરવા માટે તમારે ગૂગલનો સંપર્ક કરવાનો રહેશે. તે માટે તમારે ગૂગલ સપોર્ટમાં જવાનું રહેશે અને એક રિક્વેસ્ટ કરવાની રહેશે. જરૂરી જાણકારી એન્ટર કર્યા બાગ ગૂગલ થોડા સમયમાં જ ગૂગલ સર્ચ રિઝલ્ટમાંથી વિડીયોની લિંક દૂર કરી દેશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Deleted video, Internet viral, Social media

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन