Home /News /tech /જ્યારે શહેરમાં થઈ જાય Internet Shutdown, તો આ રીતે કરી શકો છો તમારી લાઈફ સરળ

જ્યારે શહેરમાં થઈ જાય Internet Shutdown, તો આ રીતે કરી શકો છો તમારી લાઈફ સરળ

ઇન્ટરનેટ શટડાઉનમાં શું કરવું

ડિજિટલ ઈન્ડિયા (Digital India)ના આ યુગમાં એ વાતને નકારી શકાય નહીં કે જો તમારો સ્માર્ટફોન (Smartphone) અચાનક ઑફલાઈન થઈ જાય તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. જો આ વિસ્તારમાં અચાનક ઈન્ટરનેટ ઠપ્પ (Internet Shutdown) થઈ જાય તો તમે અહીં કેટલીક બાબતો ધ્યાનમાં લઈ શકો છો.

વધુ જુઓ ...
  આજે શહેરમાં કોઈપણ તણાવ અથવા અવ્યવસ્થાની સ્થિતિમાં, વહીવટીતંત્ર સામાન્ય સ્થિતિ જાળવવા અને અફવાઓને નિયંત્રિત કરવાના હેતુથી પ્રથમ મોબાઇલ ઇન્ટરનેટ બંધ (Internet Shutdown) કરે છે. મોબાઈલ ઈન્ટરનેટ શટડાઉન ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે. તે જ સમયે, ડિજિટલ ઈન્ડિયા (Digital India)ના આ યુગમાં, આપણા ઘણા કાર્યો ઓનલાઈન (Online) થઈ ગયા છે. આવી સ્થિતિમાં એ વાતને નકારી શકાય નહીં કે જો તમારા મોબાઈલમાં ઈન્ટરનેટ અચાનક બંધ થઈ જાય તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. તેથી, અમે અહીં કેટલીક એવી પદ્ધતિઓ વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારા વિસ્તારમાં અચાનક ઇન્ટરનેટ બંધ થવાના કિસ્સામાં મુશ્કેલીઓથી બચી શકો છો.

  હંમેશા કેશ સાથે રાખો: હંમેશા UPI પર નિર્ભર ન રહો અને હંમેશા તમારી સાથે થોડી રોકડ રાખો. ખાસ કરીને જ્યારે તમે ક્યાંક મુસાફરી કરી રહ્યા હોવ. તમને જણાવી દઈએ કે સંકટના સમયે સરકાર UPI પેમેન્ટ પણ રોકે છે.

  ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને રાખો: જો તમે મુસાફરી કરી રહ્યા હોવ, તો તમારા સ્માર્ટફોનમાં તમામ ડોક્યુમેન્ટ્સના ફોટો અથવા સ્કેન કરેલી કોપી રાખો જેથી તે ઇન્ટરનેટ વિના એક્સેસ કરી શકાય. હંમેશા Google Drive અથવા Photos પર આધાર રાખશો નહીં, તમારા સ્માર્ટફોન પરના મહત્વપૂર્ણ વ્યક્તિગત ડેટાનો અલગથી બેકઅપ એક જ ફોલ્ડરમાં રાખો.

  Google Maps પર ઑફલાઇન નકશા ડાઉનલોડ કરો: Google Maps પર તમારા રાજ્ય અથવા રહેઠાણના સ્થળ માટે ઑફલાઇન નકશા ડાઉનલોડ કરો. જ્યારે 4G ઈન્ટરનેટ ઉપલબ્ધ ન હોય અથવા ઈન્ટરનેટ ડાઉન હોય ત્યારે ઓફલાઈન નકશા તમારા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે.

  કૉલ્સ અને SMS માટે હંમેશા પર્યાપ્ત બેલેન્સ રાખો: અમર્યાદિત કૉલ્સ, ડેટા અને SMS ઑફર કરતા કૉમ્બો પૅક્સ સાથે, લોકો તેમના મોબાઇલ એકાઉન્ટને પૂરતી રોકડ બેલેન્સ રકમ સાથે રિચાર્જ કરવાનું ભૂલી જાય છે. જો 4G કનેક્ટિવિટી બંધ હોય અને તમારે કોમ્યુનિકેશન માટે 2G પર આધાર રાખવો પડે, તો કૉલ્સ અને SMS માટે પૂરતું બેલેન્સ જાળવવું મહત્વપૂર્ણ છે.

  મૂવીઝ અને ગીતો ડાઉનલોડ કરો અને સ્ટોર કરો: 2G યુગમાં આપણે હાર્ડ ડ્રાઈવમાં ગીતો, મૂવીઝ, ગેમ્સ અને અન્ય સામગ્રીને ખુશીથી ડાઉનલોડ કરતા હતા. Spotify, Netflix જેવી એપ્સે આ આદત ખતમ કરી દીધી છે. તેથી ફોનમાં મૂવી અને ગીતો જાતે જ ડાઉનલોડ કરો.

  આ પણ વાંચોઃ Google Introduces Offline Gmail: હવે ઇન્ટરનેટ વિના જ મોકલી શકશો મેઈલ, જાણો કેવી રીતે

  ઘરે લેન્ડલાઈન સ્થાપિત કરોઃ ઘણીવાર એવું જોવા મળે છે કે સરકારી કર્મચારીઓ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દે છે, પરંતુ બ્રોડબેન્ડ કનેક્શનમાં ખલેલ પહોંચાડતા નથી. ઈન્ટરનેટ બંધ થવાની તકલીફોથી પોતાને બચાવવા માટે તમારા ઘરે બ્રોડબેન્ડ કનેક્શન મેળવવું એ સારો વિચાર હોઈ શકે છે.

  આ પણ વાંચોઃ WhatsAppની સીક્રેટ ટ્રીક! એન્ડ્રોઇડ પર ટાઈપ કર્યા વિના મોકલો કોઈપણને મેસેજ

  VPN નો ઉપયોગ કરવો: આંશિક ઇન્ટરનેટ શટડાઉન દરમિયાન, VPN એપ્લિકેશન તમને ઇન્ટરનેટથી કનેક્ટ કરવામાં મદદ કરી શકે છે. પરંતુ જ્યારે ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ થઈ જશે ત્યારે VPN એપ્સનો કોઈ ઉપયોગ થશે નહીં. આવી સ્થિતિમાં, પેઇડ અને વિશ્વસનીય VPN સેવા ખરીદવામાં કોઈ નુકસાન નથી.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Gujarati tech news, Internet shutdown

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन