Home /News /tech /Facebook to Meta: ફેસબુક પહેલા પણ બદલી ચૂક્યું છે નામ, Meta નામ સૂચવનાર કર્મચારી ભારતીય

Facebook to Meta: ફેસબુક પહેલા પણ બદલી ચૂક્યું છે નામ, Meta નામ સૂચવનાર કર્મચારી ભારતીય

ફેસબુક ટુ મેટાવર્સ

Facebook to Meta: માર્ક ઝકરબર્ગે ગુરૂવારે એક કાર્યક્રમ યોજીને જાહેરાત કરતા જણાવ્યું કે, "કંપની હવે માત્ર એક સોશિયલ મીડિયા કંપનીથી આગળ વધીને મેટાવર્સ કંપની બનશે અને એમ્બોઇડેડ એન્ટરને પર કામ કરશે."

મુંબઈ:  દિગ્ગજ સોશ્યલ મીડિયા (Social Media Company) પ્લેટફોર્મ ફેસબુકે (Facebook) હવે કંપનીના નવા નામ (New Name)ની જાહેરાત કરી છે. હવેથી કંપની ‘મેટા’(Meta) નામથી ઓળખાશે. ઘણા દિવસોથી રીપોર્ટ્સ આવી રહ્યા હતા કે ફેસબુક એક નવા નામ સાથે રિબ્રાંડ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ફેસબુક મેટાવર્સ (Facebook Metaverse) બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે મૂળ રૂપે એક ઓનલાઇન દુનિયા છે, જ્યાં લોકો વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ (Virtual Environment)માં ટ્રાન્સફર કરવા અને વાતચીત કરવા માટે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી શકશે. કંપનીએ આ ઉદ્દેશ્યને પૂરો કરવા વર્ચ્યુઅલલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં મોટું રોકાણ કર્યુ છે.

ફેસબુક ફર્સ્ટથી મેટાવર્સ ફર્સ્ટ

કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગે ગુરૂવારે એક કાર્યક્રમ યોજીને જાહેરાત કરતા જણાવ્યું કે, “કંપની હવે માત્ર એક સોશિયલ મીડિયા કંપનીથી આગળ વધીને મેટાવર્સ કંપની બનશે અને એમ્બોઇડેડ એન્ટરને પર કામ કરશે. જેમાં રીયલ અને વર્ચ્યુઅલ દુનિયાનો સંગમ પહેલા કરતા પણ અનેક ગણો વધુ હશે. આ પગલું તે તથ્ય પર ભાર મૂકવા માટે છે કે કંપની ભવિષ્યમાં મેટાવર્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. હવેથી અને ફર્સ્ટ મેટાવર્સ બનશું, ફર્સ્ટ ફેસબુક નહીં.”

10 બિલિયન ડોલરનું રોકાણ

નવી હોલ્ડિંગ કંપની મેટા ફેસબુક, તેની સૌથી મોટી પેટાકંપની, તેમજ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને વર્ચ્યુઅલ રિયાલિટી બ્રાન્ડ ઓક્યુલસ જેવી એપ્સનો સમાવેશ કરશે. ફેસબુકે 2021માં મેટાવર્સ પ્રોજેક્ટમાં $10 બિલિયનનું રોકાણ કર્યું હતું. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ કમાણીના અહવાલમાં કંપનીએ જાહેરાત કરી હતી કે તેનો વર્ચ્યુઅલ રિયાલિટી સેગમેન્ટ એટલો મોટો થઇ ચૂક્યો છે કે, તેઓ હવે તેના ઉત્પાદનોને બે શ્રેણીઓમાં વિભાજિત કરી શકે છે. નામ બદવાની સાથે કંપનીમાં રોજગારના પણ અવસરો વધશે. કંપનીએ જાહેરાત કરી હતી કે મેટાવર્સ માટે તેમણે હજારો લોકોની જરૂરિયાત છે. હાલ કંપની 10 હજાર લોકોને રોજગાર આપવાની તૈયારીમાં છે.

શું છે મેટા કોન્સેપ્ટ?

કોમ્પ્યુટરની દુનિયામાં મેટાવર્સનો ખ્યાલ 1960ના દાયકા જૂનો છે. આ એક તકનીકી ભવિષ્ય છે જ્યાં લોકો વર્ચ્યુઅલ અવતાર બનાવી શકશે, વર્ચ્યુઅલ સ્પેસમાં વાતચીત કરી શકશે અને વર્ચ્યુઅલ સ્પેસમાં વાણિજ્ય અને ટ્રાન્જેક્શન પણ કરી શકશે. ઝુકરબર્ગના જણાવ્યા અનુસાર આ એક વર્ચ્યુઅલ વિશ્વ હશે જ્યાં લોકો પરસ્પર મળી શકશે, કામ કરી શકશે અને રમી શકશે. તેના માટે તેમના વર્ચ્યુઇલ રિયાલિટી હેડ્સેટ્સ, ઓગ્મેન્ટેડ રિયાલિટી ગ્લાસિસ, સ્માર્ટફોન એપ્સ અને અન્ય ડિવાઇસની જરૂર પડશે.

આ પણ વાંચો: બદલાઈ ગયું Facebookનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે આ પ્લેટફોર્મ

જોકે, કમ્પ્યુટિંગના નવા અભિગમના ભાગરૂપે રિબ્રાન્ડ કરનારી કંપની પ્રથમ મોટી ટેક ફર્મ નથી. ગૂગલ અને ફેસબુકની જેમ, એપલે 2007માં તેના નામમાંથી 'કમ્પ્યુટર્સ' કાઢી નાખ્યું અને સ્ટારબક્સે 2011માં તેના નામમાંથી 'કોફી' હટાવી દીધું હતું. ગૂગલે 2015માં આલ્ફાબેટ પર સ્વિચ કર્યુ હતું. જે કંપનીના ઇન્ટરનેટ સર્ચિંગ અને જાહેરાતથી આગળ વિસ્તાર વધારવાના સંકેત આપે છે. Facebookએ નવા ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ટૂલ્સની પણ જાહેરાત કરી છે. જે કંપનીના ભવિષ્યના મેટાવર્સને પાવર આપવા માટે છે. કંપનીએ જણાવ્યું કે તેઓ ડેવલપર્સ અને ક્રિએટર્સને આ સફરમાં જોડાવા માટે આમંત્રિત કરશે અને આ પ્રોડક્ટ્સનો ઉપયોગ મેટાવર્સ માટે એપ્લિકેશન બનાવવા માટે કરશે.

નવી એપ કરશે લોન્ચ

આગામી વર્ષમાં, Facebook એક નવી એપનું લોન્ચિંગ કરશે, જેનું કોડનેમ પોલર છે. એપ્લિકેશન iOS ડિવાઇસ માટે છે અને યુઝર્સને તેમના iPhones પરથી સીધા જ ફોટામાં AR ફિલ્ટર અને ઇફેક્ટ ઉમેરવાની સુવિધા આપશે.

આ પણ વાંચો: બીજી દુનિયા: નવી ટેક ક્રાંતિ કહેવામાં આવે છે તે મેટાવર્સ શું છે? તેના વિશે જાણવા જેવી ચાર વાત

નવી રીતે લોકોને લાવશે એક જગ્યાએ

માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે, અમે એવી વસ્તુ બનાવી છે જે લોકોએ નવી રીતે એક સાથે લાવશે. અમે અનેક સમસ્યાઓ અને સામાજીક મુદ્દાઓ સામે લડીને ઘણું શીખ્યા છીએ. અને હવે સમય આવી ગયો છે કે અમે જે પણ શીખ્યા છીએ તેના દ્વારા નવા અધ્યાયની શરૂઆત કરીએ.

મેટા નામ સૂચવનાર વ્યક્તિ છે ભારતીય

આપને જણાવી દઇએ કે ફેસબુકને નવું નામ એક ભારતીય કર્મચારીએ આપ્યું છે. ફોર્મર સિવિક ઇન્ટિગ્રીટી ચીફ સમિધ ચક્રવર્તીએ કંપનીને મેટા નામ આપવાની સલાહ આપી હતી.

પહેલા પણ ફેસબુક બદલ્યું છે નામ

આપને જણાવી દઇએ કે, આ પહેલા વર્ષ 2005માં ફેસબુકે પોતાનું નામ બદલી સૌને ચોંકાવી દીધા હતા. ફેસબુકે પોતાનું નામ તે સમયે TheFacebookમાંથી બદલીને Facebook કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ફેસબુકનો ઉપયોગ વિશ્વભરમાં 3 અબજથી વધુ લોકો કરે છે. ભારતમાં ફેસબુક યુઝર્સની સંખ્યા 41 કરોડ છે.
First published:

Tags: Facebook, Mark zuckerberg, Metaverse

विज्ञापन