Home /News /tech /

શું છે WhatsApp Business એપ? આવી રીતે કરો ઉપયોગ

શું છે WhatsApp Business એપ? આવી રીતે કરો ઉપયોગ

WhatsApp Business એક એન્ડ્રોઇડ એપ છે

ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ‘WhatsApp Business’ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

    ન્યૂઝ18 ગુજરાતી: ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ‘WhatsApp Business’ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આજે અમે તેના વિશે માહિતગાર કરી રહ્યાં છીએ. WhatsApp Business એક એન્ડ્રોઇડ એપ છે, જેને મફ્તમાં ડાઉનલોડ કરી શકાય છે. આ નાના બિઝનેસ માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

    WhatsApp Business ગ્રાહકો સાથે થનારી વાતને સરળ બનાવે છે. આમાં એવા ટૂલ્સ છે, જેનાથી મેસેજનો ઝડપથી અને ઓટોમેટિકલી જવાબ આપી શકાય. આને WhatsApp Messengerની જેમ જ બનાવવામાં આવ્યું છે. ગ્રાહક આનો ઉપયોગ મેસેજ અને ફોટો મોકલા માટે એવી રીતે જ કરી શકે છે જેવી રીતે WhatsApp Messenger પર કરે છે.

    WhatsApp એપમાં છે આ ફીચર્સ

    આમાં બિઝનેસ પ્રોફાઇલનો વિકલ્પ છે, જેમાં કંપનીનું સરનામું, ઇ-મેઇલ અને વેબસાઇટ જેવી માહિતી હોય છે. આમાં આંકડાનો પણ વિકલ્પ છે, જેનાથી ગ્રાહકોને જાણ થાય છે કે કેટલા મેસેજ સફતાપૂર્વક મોકલાયા, પહોંચ્યા અને વાંચવામાં આવ્યા. આના મેસેઝિંગ ટૂલ્સથી ગ્રાહકોને ઝડપથી જવાબ આપવામાં મદદ મળે છે. તમે આને Google Play સ્ટોર અથવા App Store પરથી ડાઉનલોડ કરી શકો છો.

    આ પણ વાંચો: Samsungના નવા સ્માર્ટફોન M40ના ફીચર્સ લીક, ઓછી કિંમતમાં હશે ત્રણ કેમેરા

    આવશે આ ફીચર

    હાલમાં જ જાણવા મળ્યું હતું કે, વોટ્સએપ તેના યુઝર્સ માટે એવું ફીચર લાવશે જેનાથી યુઝર્સ એપની અંદર જ કોઇપણ લિંકને ઓપન કરી શકશે. આ ફીચરનું નામ ઇન-એપ બ્રાઉઝર છે. જોકે, આ ફીચરનો ઉપયોગ કરતાં સમયે તમે કોઇપણ સ્ક્રીનશોટ અથવા સ્ક્રીનને રેકોર્ડ નહીં કરી શકો. In-app browser યુઝર્સને નુકસાન પહોંચાડનાર વેબ પેજ અંગે પણ એલર્ટ આપશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Features, How it works, Use, Whatsapp business

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन