શું ખાસ છે દુનિયાના સૌથી શક્તિશાળી રોકેટ "ફોલ્કન હેવી"માં

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  આ રોકેટે ફ્લોરિડાથી ઠિક તે જગ્યાથી ઉડાન ભરી હતી જ્યાંથી ચાંદ પર જવા માટે પહેલા વ્યક્તિએ સફરની શરૂઆત કરી હતી.

  હવે ઈતિહાસમાં ફરીથી લખવામાં આવી રહ્યો છે અને આ વખતની માણસની મંજિલ મંગળ ગ્રહ છે, વ્યક્તિને ગમે તે રીતે ત્યાં પહોંચવું છે.

  ફોલ્કન હેવી નામ ના આ વિશાળ રોકેટે કેપ કેનાવેરાલ સ્થિત અમેરિકન અંતરિક્ષ સંશ્તા નાસાના જોન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી મંગળવારે સ્થાનિક સમયાનુસાર ઉડાન ભરી હતી.

  આ રોકેટ એક પ્રાઈવેટ કંપની સ્પેસએક્સે લોન્ચ કર્યો છે.  ફોલ્કન હેવીના ટેંકમાં એક ટેસ્લા કાર પણ રાખવામાં આવી છે. આ ગાડી અંતરિક્ષ કક્ષામાં પહોંચનારી પહેલી કાર હશે

  આ રોકેટ કેનેડી સેન્ટરથી તે LC-39A પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવામાં આવ્યો જ્યાંથી અપોલો મિશન રવાના થયું હતું.

  ચંદ્ર ઉપર મનુષ્ય પહોંચ્યો ત્યાર બાદ આ તે ક્ષણ હતી જેની આખી દુનિયા આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.

  કેપ કેનાવેરાલમાં આ નજારાને જોવા માટે મોટી સંખ્યામાં દુનિયાભરમાંથી લોકો આવ્યા હતા. ટેસ્લા અને સ્પેસએક્સ બંને અરબપતિ એલન મસ્કની કંપનીઓ છે.  એલન મસ્ક ફોલ્કન હેવી જેવા ભારી-ભરખમ રોકેટનો ઉપયોગ મંગળ ગ્રહ માટે ભવિષ્યના અભિયાન માટે કરવા ઈચ્છે છે.

  ફોલ્કન હેવી અંતરિક્ષની સફર પર 11 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી નિકળ્યો છે.

  આ રોકેટ 70 મીટર લાંબો છે અને અંતરિક્ષ કક્ષામાં આ 64 ટન વજન સ્થાપિત કરી શકે છે.

  આ વજન પાંચ ડબલ ડેકર બસો બરાબર છે. આની ક્ષમતાને માત્ર સેટર્ન- V એરક્રાફ્ટ માત આપી શકે છે.

  60 અને 70ના દશકમાં અપોલો અભિયાન દરમિયાન સેટર્ન-V એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  વર્તમાન સમયમાં અન્ય રોકેટ પોતાના સાથે જેટલો ભાર લઈ જઈ શકે છે, ફોલ્કન હેવી તેમના કરતાં બેગણો વધારે ભાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

  સ્પેશ એક્સના સીઈએ અનુસાર આ રોકેટની પહેલી ઉડાનની સફળતા 50 ટકા હતી પરંતુ આ સફળતાપૂર્વક લોન્ચ થવામાં સફળ રહ્યો છે.

  જોકે,પહેલી ઉડાનને ખતરાને રોકેટમાં એલન મસ્કની જુની લાલ રંગની ટેસ્લા સ્પોર્ટસ કારને રાખવામાં આવી છે.  આ કારમાં ડ્રાઈવિંગ સીટ પર સ્પેસ સૂટ પહેરાવીને એક પૂતળું રાખવામાં આવ્યું છે.

  જો આ રોકેટ પોતાની ઉડાનના બધા જ ચરણોમાં સફળ રહ્યો તો ટેસ્લા કાર અને તેના યાત્રીને સૂર્યની આસ-પાસ અંડાકાર કક્ષમાં પહોંચાડી દેશે. અને તે જગ્યા મંગળ ગ્રહથી ખુબ જ નજીક હશે.

  ફાલ્કન હેવી પૃથ્વીથી 400 મીલિયન કાપીને અંતરિક્ષ કક્ષમાં દાખલ થશે.

  Published by:Mujahid Tunvar
  First published: