શું છે Reliance JioFiber? જાણો કેવી રીતે બુકિંગ કરાવશો

JioFiberના પ્લાન 699 રૂપિયાથી શરૂ થઈને 8,499 રૂપિયા પ્રતિમાસ સુધીના હશે, 1600 શહેરોને લાભ મળશે

News18 Gujarati
Updated: September 6, 2019, 11:47 AM IST
શું છે Reliance JioFiber? જાણો કેવી રીતે બુકિંગ કરાવશો
JioFiberના પ્લાન 699 રૂપિયાથી શરૂ થઈને 8,499 રૂપિયા પ્રતિમાસ સુધીના હશે, 1600 શહેરોને લાભ મળશે
News18 Gujarati
Updated: September 6, 2019, 11:47 AM IST
Reliance Jio Fiberની શરૂઆત 5 સપ્ટેમ્બરે થઈ ચૂકી છે. કસ્ટમર્સની પાસે તમામ પ્લાનની જાણકારી આવી ચૂકી છે. રિલાયન્સ જિયો ફાઇબરની જાહેરાત 42મી એન્યુઅલ જનરલ મીટિંગમાં ગયા મહિને કરવામાં આવી હતી. જિયો ફાઇબર હેઠળ રિલાયન્સે 6 અલગ-અલગ ટેરિફ પ્લાન લોન્ચ કર્યા છે.

699 રૂપિયાથી શરૂ થશે પ્લાન

આ તમામ પ્લાન 699 રૂપિયાથી શરૂ થઈને 8,499 રૂપિયા પ્રતિમાસ સુધીના છે. જિયોએ કહ્યું છે કે જિયો ફાઇબર બ્રોડબેન્ડ સેવાઓ હજુ કુલ 1,600 શહેરોમાં ઉપલબ્ધ છે. ટેરિફ પ્લાન અનુસાર આપને 100Mbpsથી લઈને 1Gbps સુધીની સ્પીડ મળશે. આ ઉપરાંત જો તમે વાર્ષિક પ્લાનને સબ્સ્ક્રાઇબ કરે છે તો આપને 5,000 રૂપિયાનો ફ્રી જિયો હોમ ગેટવે, કેબલ ટીવી કનેક્શન માટે લગભગ 6,400 રુપિયાનું 4K સેટ ટૉપ બોક્સ મળશે. જે વાર્ષિક પ્લાનને તમે પસંદ કરો છો તે મુજબ આપને 24 ઇંચથી લઈને 32 ઇંચ HDનું 4K ટીવી પણ મળશે.

આવી રીતે મેળવો જિયો ફાઇબર સર્વિસ

www.jio.com પર વિઝિટ કરો કે પછી MyJio appને ડાઉનલોડ કરો.
જિયો ફાઇબર સર્વિસને રજિસ્ટર કરો.
Loading...

જો જિયો ફાઇબર આપના વિસ્તારમાં ઉપલબ્ધ હશે તો અમારા સર્વિસ રિપ્રેઝન્ટેટિવ આપનો સંપર્ક કરશે.
MyJio appને ડાઉનલોડ કરો કારણ કે યૂઝર્સ સાથેના તમામ કોમ્યુનિકેશન તેના માધ્યમથી જ થાય છે.
મંથલી, ક્વાર્ટરલી કે એન્યુઅલ પ્લાનથી રિચાર્જ કરવા પર દરેક જિયો ફાઇબર યૂઝરને એક સેટ-ટૉપ બોક્સ મળશે.


આ પણ વાંચો, FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ, Jio ફાઇબરમાં છે આવા પ્લાન

લેન્ડલાઇન ફ્રી મળશે

આ ઉપરાંત, યૂઝર્સને ફ્રી લેન્ડલાઇન ફોન કનેક્શન સહિત સમગ્ર ભારતમાં ફ્રી અનલિમિટેડ વોઇઝ કોલ્સ પણ મળશે. આ સેવાનો ઉપયોગ કરી યૂઝર દેશભરમાં મફત ફોન અને સસ્તા દરે ઇન્ટરનેશનલ ફોનનો લાભ ઉઠાવી શકશે. યાદ કરાવી દઈએ કે હાલમાં જિયો ફિક્સ્ડ લાઇનને હાલના સબ્સ્ક્રાઇબરો માટે રોલઆઉટ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો, Volvo ભારતમાં લૉન્ચ કરશે 3 સીટ વાળી લક્ઝરી કાર, માત્ર 15 લોકોને મળશે

અન્ય સુવિધાઓ

આ ઉપરાંત, આપને જિયો ફાઇબરથી મફત ડોમેસ્ટિક વોઇઝ કોલિંગ, કોન્ફરન્સિંગ અને ઇન્ટરનેશનલ કોલિંગ, ટીવી વીડિયો કોલિંગ અને કોન્ફરન્સિંગ, એન્ટરટેનમેન્ટ, ઓટીટી એપ્સ, ગેમિંગ, હોમ નેટવર્કિંગ, ડિવાઇસ સિક્યુરિટી, વર્ચ્યૂઅલ રિયલટીનો અનુભવ, પ્રીમિયમ કન્ટેન્ટ પ્લેટફોર્મ જેવી સુવિધાઓ પણ મળશે.

આ પણ વાંચો, ફાઇલ શેર કરવા માટે Shareitને બદલે યૂઝ કરી શકો છો આ Apps
First published: September 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...