Home /News /tech /

બીજી દુનિયા: નવી ટેક ક્રાંતિ કહેવામાં આવે છે તે મેટાવર્સ શું છે? તેના વિશે જાણવા જેવી ચાર વાત

બીજી દુનિયા: નવી ટેક ક્રાંતિ કહેવામાં આવે છે તે મેટાવર્સ શું છે? તેના વિશે જાણવા જેવી ચાર વાત

ફેસબુક મેટાવર્સ બનાવવા માટેની તૈયારી કરી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

What is metaverse: મેટાવર્સ વૈજ્ઞાનિક સાહિત્યના શબ્દ “મેટા”, જેનો અર્થ છે આગળ અને “યુનિવર્સ” શબ્દનું સંયોજન છે. તે તેવા વર્ચ્યુઅલ વિશ્વનો ઉલ્લેખ કરે છે કે જ્યાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને જમીન, ઇમારતો, અવતારો અને નામ પણ ખરીદી અને વેચી શકાય છે.

વધુ જુઓ ...
મુંબઈ: ફેસબુક મેટાવર્સ બનાવવા માટેની તૈયારી કરી રહ્યું છે. ફેસબુકના કહ્યા અનુસાર તે નવા કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ પર કામ કરવા માટે આગામી 5 વર્ષમાં યુરોપિયન યુનિયન (European Union)માં 10,000 કામદારોની ભરતી કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપનીએ રવિવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, કુશળ કામદારો (high-skilled workers) ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટીને આવરી લેતા લોકોને ઓનલાઇન કનેક્ટ કરવા માટે અને ભવિષ્યની કલ્પનાના ભાગરૂપે મેટાવર્સ (Metaverse) બનાવવામાં મદદ કરશે.

મેટાવર્સ શું છે? (What is the metaverse)

મેટાવર્સ વૈજ્ઞાનિક સાહિત્યના શબ્દ “મેટા”, જેનો અર્થ છે આગળ અને “યુનિવર્સ” શબ્દનું સંયોજન છે. તે તેવા વર્ચ્યુઅલ વિશ્વનો ઉલ્લેખ કરે છે કે જ્યાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને જમીન, ઇમારતો, અવતારો અને નામ પણ ખરીદી અને વેચી શકાય છે. તેમાં લોકો મિત્રો સાથે ફરવા, ઇમારતોની મુલાકાત લેવા, વસ્તુઓ અને સેવાઓ ખરીદવા અને કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે.

કોરોના મહામારી દરમિયાન આ વિચાર વધુ લોકપ્રિય બન્યો છે, કારણ કે લોકડાઉન અને ઘરેથી કામ કરવાની ફરજે લોકોને વ્યવસાય અને આનંદ બંને માટે ઓનલાઇન તરફ ધકેલી દીધા છે. આ વિચાર કાર્યસ્થળના સાધનોથી લઇને રમતો અને કોમ્યુનિટી પ્લેટફોર્મ્સ સુધી વિવિધ પ્રકારની વર્ચ્યુઅલ વાસ્તવિકતાઓનો સમાવેશ કરે છે.

ઘણા નવા પ્લેટફોર્મ બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે, જે ક્રિપ્ટોકરન્સી અને નોન-ફંગિબલ ટોકન્સ(NFT)નો ઉપયોગ કરીને નવા પ્રકારની ડિસેન્ટ્રલાઇઝ્ડ ડિજીટલ એસેટનું નિર્માણ કરવાની, માલિકી મેળવવાની અને મોનિટાઇઝ કરવાની સુવિધા આપે છે.

બે અલગ પ્લેટફોર્મ્સમાં વહેંચાયેલું છે મેટાવર્સ

મેટાવર્સને બે અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મમાં વહેંચી શકાય છે. જેમાં પહેલું છે NFT અને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને બ્લોકચેન આધારિત મેટાવર્સ બનાવવા. ડેસેન્ટ્રલેન્ડ અને ધ સેન્ડબોક્સ જેવા પ્લેટફોર્મ લોકોને જમીનની વર્ચ્યુઅલ ખરીદી કરવા અને પોતાનું અલગ વાતાવરણ ઊભું કરવાની સુવિધા આપે છે.

આ પણ વાંચો: TATA Punch SUV લૉંચ: તસવીરો સાથે જુઓ કારના ફીચર્સ અને માઇલેજ સહિતની વિગત

બીજુ ગ્રુપ વર્ચ્યુઅલ વિશ્વનો ઉલ્લેખ કરવા માટે મેટાવર્સનો ઉપયોગ કરે છે કે, જેમાં લોકોને વ્યવસાય અથવા મનોરંજન માટે મળી શકે છે. ફેસબુક ઇન્કે જુલાઇમાં જાહેરાત કરી હતી કે તે મેટાવર્સ પર કામ કરવા માટે પ્રોડક્ટ ટીમ બનાવી રહી છે. રોબલોક્સ, ફોર્ટનાઇટ અને માઇનક્રાફ્ટ જેવા ગેમિંગ પ્લેટફોર્મ જ્યાં યુઝર્સ સ્પર્ધા કરી શકે છે અને રમતોમાં કોલોબ્રેશન કરી શકે છે.

ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ જરૂરી

ઘણા મેટાવર્સ પ્લેટફોર્મ લોકોને જોડાવા માટે ફ્રી એકાઉન્ટ આપે છે, બ્લોકચેન આધારિત પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સામગ્રી ખરીદતા અથવા વેપાર કરતા લોકોએ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવાની જરૂર છે.

વર્ચ્યુઅલ સામગ્રી ખરીદવા અને વેપાર કરવા માટે કેટલાક બ્લોકચેન આધારિત પ્લેટફોર્મ્સને ઇથેરિયમ આધારિત ક્રિપ્ટો કરન્સીની જરૂર પડે છે, જેમ કે ડિસેન્ટ્રલેન્ડ માટે MANA અને સેન્ડબોક્સ માટે SAND.

ડિસેન્ટ્રલેન્ડમાં યુઝર્સ NFT આર્ટવર્કનો વેપાર કરી શકે છે અથવા વર્ચ્યુઅલ એક્ઝિબિશન અથવા કોન્સર્ટમાં એન્ટ્રી ચાર્જ કરી શકે છે. તેઓ જમીનનો વ્યવસાય કરીને પણ કમાણી કરી શકે છે, જેની કિંમત છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહી છે. રોલબોક્સ પર યુઝર્સ પોતે બનાવેલી ગેમ્સને એક્સેસ કરવાની પરવાનગી આપીને અન્ય યુઝર્સ પાસેથી પૈસા કમાઇ શકે છે.

આ પણ વાંચો: શું તમારા પાસવર્ડ સાથે ચેડા થયા છે? iPhoneનું આ ખાસ ફીચર તમને આપશે માહિતી

શું હશે મેટાવર્સનું ભવિષ્ય?

જોકે, મેટાવર્સ કેટલી હદે વાસ્તવિક હશે અને તેના વિકાસમાં કેટલો સમય લાગશે તે હજુ પણ અનિશ્ચિત છે. બ્લોકચેન આધારિત મેટાવર્સમાં ઘણા પ્લેટફોર્મ હજુ પણ ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ટેક્નોલોજી વિકસાવવાના પ્રયત્નોમાં લાગ્યા છે, જેના દ્વારા યૂઝર્સ સ્પેસમાં સંપર્ક કરી શકશે.

એકાઉન્ટિંગ અને એડવાઇઝરી કંપની PwCએ VR અને AR ટેક્નોલોજી અંગે જણાવ્યું છે કે, 2030 સુધીમાં વૈશ્વિક અર્થતંત્રમાં 2019માં 46.5 અબજ ડોલરની સરખામણીએ 1.5 ટ્રિલિયન ડોલરનો વધારો થશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Cryptocurrency, Facebook, ટેકનોલોજી

આગામી સમાચાર