શું છે IUC જેના કારણે Jioના ગ્રાહકો પર ચાર્જ લાગશે!, જાણો શું છે મામલો?

આંકડાઓની દૃષ્ટીએ જિયો નેટવર્ક પર કાયમી (Jio Network) 25થી 30 કરોડ મિસ્ડ કૉલ્સ આવે છે તેના કારણે કંપનીએ અન્ય નેટવર્કને 13,000 કરોડની ચુકવણી કરી છે.

News18 Gujarati
Updated: October 9, 2019, 9:48 PM IST
શું છે IUC જેના કારણે Jioના ગ્રાહકો પર ચાર્જ લાગશે!, જાણો શું છે મામલો?
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 9, 2019, 9:48 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : રિલાયન્સ જિયો (Reliance Jio)એ બુધવારે અખબારી યાદી બહાર પાડી જાહેરાત કરી છે કે હવે જિયો યૂઝર્સે (JIO) અન્ય નેટવર્ક પર કૉલ કરવાનો ચાર્જ ચુકવવાનો રહેશે. હકીકતે આઈ.યૂ.સી.ના નિયમ અંતર્ગત એક નેટવર્કમાંથી બીજા નેટવર્ક પર કૉલ કરવા બદલ પ્રતિ મિનિટ 6 પૈસા ચુકવવા પડે છે. આ IUC શું છે અને શા માટે તેના કારણે જિઓએ ગ્રાહકો પાસેથી ચાર્જ લેવો પડે તેવી સ્થિતિ આવી છે તે જાણવું રસપ્રદ છે.

શું છે IUC

ઇન્ટરકનેક્ટ યૂસેજ ચાર્જીસ (IUC) એક ટેલિકૉમ ઑપેટરના નેટવર્ક પરથી બીજા ટેલિકૉમ ઑપરેટરના નેટવર્ક પર યૂઝર દ્વારા કરવામાં આવતા કૉલના બદલામાં લાગતો ચાર્જ છે. આ ચાર્જ ટેલિકૉમ જગતની ટેલીકોમ નિયમનકારક સંસ્થા ટ્રાઈએ (TRAI) દ્વારા 6 પૈસા પ્રતિ મિનિટ ફિક્સ કરવામાં આવ્યો છે. જો ઇનકમિંગ અને આઉટગોઇંગ કૉલમાં એક જ સિમેટ્રી થાય તો આઈ.યૂ.સી. સંતુલિત રહે છે અને કોઈ સમસ્યા થતી નથી.

સમસ્યા શું છે?

ભારતમાં જિયોના 100 ટકા ગ્રાહકો 4જી યૂઝરો છે. આ ગ્રાહકો પ્રથમ દિવસથી જ ફ્રી વોઇસ કૉલિંગ સુવિધાનો લાભ લઈ રહ્યાં છે. ભારતના અન્ય નેટવર્કમાં હજુ પણ 35 કરોડ 2જી યૂઝરો છે જેમને આઉટગોઇંગ કૉલ માટે ભારે ચાર્જ આપવો પડે છે. આ સ્થિતિના કારણે તેઓ કૉલના સ્થાને મિસ્ડકૉલ કરે છે. આ મિસ્ડકૉલના લીધે જિયોએ મોટી માત્રામાં ચાર્જ ચુકવવો પડે છે.

આંકડાની દૃષ્ટીએ ભારતમાં જિયો નેટવર્ક પર રોજ 25-30 કરોડ મિસ્ડ કૉલ આવે છે. આ મિસ્ડ કૉલના કારણે કંપનીએ અત્યારસુધીમાં ભારતના અન્ય ઑપરેટરોને રૂપિયા 13,000 કરોડ ચુકવ્યા છે.
Loading...

આ પણ વાંચો : જિયોના ગ્રાહકો માટે મોટા સમાચાર, અન્ય ઑપરેટરમાં કૉલ કરવાનો ચાર્જ લાગશે!

આ પ્રશ્ન શા માટે ઉદ્ભવ્યો?

ટેલિકૉમ નિયમનકારક સંસ્થા ટ્રાઈએ (TRAI)એ વર્ષ 2011થી ઘોષણા કરી હતી કે આઈ.યૂ.સી. ચાર્જ ઘટાડીને શૂન્ય કરી દેવાશે. આશરે બે વર્ષ પહેલાં ટ્રાઈએ કહ્યું કે 1 જાન્યુઆરી 2020થી આ ચાર્જ ઘટાડીને શૂન્ય કરી દેવાશે. જોકે, ત્રણ મહિના પહેલાં ટ્રાઇ દ્વારા અગાઉના નિર્ણય પર ફેર વિચાર કરવાની જાહેરાત કરાઈ હતી જેના કારણે જિયોએએ અનિચ્છાએ આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.

જિયોના ગ્રાહકો પર આ નિર્ણયની શું અસર થશે?

અત્યારસુધીના તમામ રિચાર્જ યથાવત રહેશે પરંતુ 10 ઑક્ટોબર પછીના રિચાર્જ કરાવરનાર ગ્રાહકો પર અન્ય નેટવર્કમાં કૉલ કરવા માટે ટૉપઅપ રિચાર્જ વાઉચર લેવું પડશે. જિયોએ વિશ્વાસ અપાવ્યો છે જે કે જ્યારે ટ્રાઇ આઈ.યૂ.સી. ચાર્જ સમાપ્ત કરી દેશે કંપની ગ્રાહકો પાસેથી આ ચાર્જ કરવાનું બંધ કરી દેશે.
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...