Home /News /tech /Airtel, Jio અને Vi લાવી રહ્યા છે eSIM, જાણો શું છે eSIM, કેવી રીતે કરે છે કામ?

Airtel, Jio અને Vi લાવી રહ્યા છે eSIM, જાણો શું છે eSIM, કેવી રીતે કરે છે કામ?

ઇ-સીમ (પ્રતીકાત્મક તસવીર)

What is eSIM: જો તમે વિચારી રહ્યા છો કે આ કોઈ ઈલેક્ટ્રોનિક-સિમ છે, તો તમે ખોટા છો. તેને એમ્બેડેડ-સિમ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું કારણ એ છે કે eSIM ટેક્નોલોજી ફોનના મધરબોર્ડ પર એમ્બેડેડ અથવા સોલ્ડર કરેલી છે. આ વિકલ્પ સ્માર્ટવોચ અને ડ્રોન પર પણ સપોર્ટેડ છે, કારણ કે તે ડિવાઇસમાં અલગથી સિમ કાર્ડ સ્લોટ બનાવવાની ઝંઝટને દૂર કરે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: eSIM ટેક્નોલોજી આમ તો ઘણા સમયથી છે, પરંતુ ઘણા લોકો તેનાથી વાકેફ નથી. તેનું કારણ એ છે કે બધા સ્માર્ટફોન કનેક્ટિવિટીના આ વિકલ્પને સપોર્ટ કરતા હોતા નથી. વળી, આ થોડી ખર્ચાળ તકનીક પણ છે કારણ કે તેને મધરબોર્ડ પર સીધું જ લગાવવા માટે જગ્યાની જરૂર રહે છે. Apple એક એવી બ્રાન્ડ છે, જે તેમના મોટાભાગના સ્માર્ટફોન પર આ વિકલ્પ પ્રદાન કરે છે. સેમસંગ અને મોટોરોલા પણ આ વિકલ્પ આપે છે, પરંતુ તે તેમના સૌથી મોંઘા સ્માર્ટફોન્સ સુધી મર્યાદિત છે. Google પણ eSIM સપોર્ટ પ્રદાન કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે eSIM ટેક્નોલોજી શું છે અને તે કેવી રીતે કામ કરે છે? ભારતમાં કયા સ્માર્ટફોનને સપોર્ટ મળે છે અને કિંમત શું છે?

eSIM શું છે?


ચાલો મૂળભૂત બાબતોથી શરૂઆત કરીએ - આ eSIM ટેક્નોલોજી શું છે? જો તમે વિચારી રહ્યા છો કે આ કોઈ ઈલેક્ટ્રોનિક-સિમ છે, તો તમે ખોટા છો. તેને એમ્બેડેડ-સિમ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું કારણ એ છે કે eSIM ટેક્નોલોજી ફોનના મધરબોર્ડ પર એમ્બેડેડ અથવા સોલ્ડર કરેલી છે. આ વિકલ્પ સ્માર્ટવોચ અને ડ્રોન પર પણ સપોર્ટેડ છે, કારણ કે તે ડિવાઇસમાં અલગથી સિમ કાર્ડ સ્લોટ બનાવવાની ઝંઝટને દૂર કરે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, આ એમ્બેડેડ અથવા ડિજિટલ યુઝરને એક નેનો-સિમનો ઉપયોગ કર્યા વિના તેમના કેરિયરની મદદથી સેલ્યુલર પ્લાનને એક્ટિવ કરવાની મંજૂરી આપે છે. ભારતમાં Bharti Airtel, Jio અને Vi એ ટેલિકોમ કંપનીઓ છે, જે Android અને iOS બંને ટેક્નોલોજીના સ્માર્ટફોન પર eSIM સપોર્ટ ઓફર કરે છે.

તે કયા સ્માર્ટફોનને સપોર્ટ કરે છે?


ઉપર જણાવ્યા મુજબ, મોટાભાગના iPhones આ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. eSIM iPhone 6 અને તેથી આગળના વર્ઝન સપોર્ટેડ છે. જે સેમસંગ ફોન આને સપોર્ટ કરે છે, તેમાં Galaxy S20 સિરીઝ, S21 સિરીઝ, બધા Z Fold સ્માર્ટફોન અને Z Flip ડિવાઇસીસનો સમાવેશ થાય છે. અન્ય Android સ્માર્ટફોનમાં Motorola Razr અને Google Pixel 2 અને તેથી આગળના વર્ઝનનો સમાવેશ થાય છે. પરંતુ અહીં સૌથી મોટી ચેલેન્જ એ છે કે સ્માર્ટફોન આ ટેક્નોલોજી સાથે કમ્પેટિબલ હોવો જોઈએ.

આ પણ વાંચો: 10 મેડ ઈન ઈન્ડિયા કાર વિદેશમાં મચાવી રહી છે ઘૂમ, બમ્પર ડિમાન્ડ

eSIM કેવી રીતે કાર્ય કરશે?


eSIM ને એક્ટિવ અથવા શરુ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, પરંતુ તે દરેક ઓપરેટર પ્રમાણે બદલાય છે. ટેલિકોમ કંપનીઓ eSIM માટે અલગથી ચાર્જ લેતી નથી અને તમારો નિયમિત પ્લાન પણ તે જ નંબર પર ફોરવર્ડ કરવામાં આવે છે. આ ઉપરાંત, Airtel અને Jio પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાન પર eSIM સપોર્ટ આપે છે. Vi માત્ર પોસ્ટપેડ પ્લાન પર eSIMનો વિકલ્પ ઓફર કરે છે.

એરટેલ: રજિસ્ટર્ડ Email ID અને eSIM 121 પર SMS કરો

- Vi: રજિસ્ટર્ડ Email ID અને eSIM 199 પરSMS કરો.

- Jio: 199 પર GETESIM, SMS મોકલો.

યૂઝર્સ સેટિંગ્સમાં IMEI અને EID નંબર શોધી શકે છે.

તે બાદ યુઝર્સને એક SMS આવશે, ત્યાર બાદ નીચે દર્શાવેલ સ્ટેપ્સ અનુસરો. યુઝર્સને રજિસ્ટર્ડ Email ID પર એક QR કોડ પ્રાપ્ત થશે, જેને સ્કેન કરવાની જરૂર છે. Email ID સાચો છે તેની ખાતરી કરવાનું ભૂલશો નહીં. તમે કેરિયરની સંબંધિત એપ્સ – એરટેલ થેંક્સ એપ, Vi એપ અને MyJio એપ ડાઉનલોડ કરીને Email ID ચેક અથવા અપડેટ કરી શકો છો.

બધા સ્માર્ટફોન માટે સ્કેનિંગ પ્રક્રિયા અલગ હોઈ શકે છે:


Samsung:


“સેટિંગ્સ” > અહીં “connections” સિલેક્ટ કરો > હવે “SIM Card Manager” પર ક્લિક કરો > પછી “Add Mobile Plan” પર ક્લિક કરો > “Add Using QR Code” પર ક્લિક કરો.

આ પણ વાંચો: એકવાર રિચાર્જ કરાવવાથી મળશે આખા વર્ષનું ફ્રી કોલિંગ

Apple:


"સેટિંગ્સ"> "મોબાઇલ ડેટા" સિલેક્ટ કરો> "Add Data Plan" પર ક્લિક કરો.

Pixel:


"સેટિંગ્સ"> "નેટવર્ક અને ઇન્ટરનેટ" સિલેક્ટ કરો> "મોબાઇલ નેટવર્ક" પર ક્લિક કરો> "Download a SIM instead" પર ક્લિક કરો> “Next" પર ક્લિક કરો > હવે ઇમેઇલ પર આવેલ QR કોડ સ્કેન કરો.

eSIMના ફાયદા અને ગેરફાયદા


eSIM સારી કનેક્ટિવિટી આપે છે તેની કોઈ ગેરેંટી નથી, પરંતુ તે તમને નવું સિમ કાર્ડ મેળવવા માટે સ્ટોર પર જવાની ઝંઝટમાંથી બચાવે છે. eSIMની સૌથી મોટી તકલીફ એ છે કે જો તમે વારંવાર મોબાઈલ ડિવાઇસ બદલો છો, તો eSIM ના કિસ્સામાં તમે ફક્ત SIM કાઢીને તેને નવા ફોનમાં નાખી તેને વાપરવાનું શરુ કરી શકતા નથી. એક્ટીવેશન પ્રોસેસ તમને આખી પ્રક્રિયા ફરીથી કરવા માટે ફરજ પાડે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Airtel, Jio, Vodafone

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन