Home /News /tech /WRONG UPI: ખોટા UPI એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરશો? આ રીતે પાછા મેળવો તમારા પૈસા
WRONG UPI: ખોટા UPI એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરશો? આ રીતે પાછા મેળવો તમારા પૈસા
બીજા અકાઉન્ટમાં પૈસા નખાઈ જાય તો
WHAT TO DO WHEN UPI IS IN WRONG ક્યારેક ખોટું UPI ID એન્ટર કરીને અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની પરિસ્થિતિનો સામનો કર્યો હશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમો અનુસાર, યોગ્ય પ્રકારનું પગલું ભરીને તમે આ રકમ પરત મેળવી શકો છો.
યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (Unified Payments Interface, UPI)ના કારણે ડિજિટલ લેવડ દેવડ કરવાની પ્રોસેસમાં ડિજિટલ ક્રાંતિ આવી ગઈછે.
UPIથી ક્યૂઆર કોડ સ્કેન કરીને રકમને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેથી મોટાભાગના મામલાઓમાં રોકડનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહી નથી.
રોડસાઈડ વેન્ડરથી લઈને રિટેઈલ વેચાણકારો અને ખરીદદારો UPIનો ઉપયોગ કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં UPIનો ઉપયોગ કરીને રોકડની લેવડ-દેવડ કરવામાં આવી રહી છે. ઉપરાંત આ પ્રકારે ચૂકવણી કરવાથી સરળતા રહે છે.
UPI એક સિક્યોર પેમેન્ટ સિસ્ટમ છે. ચૂકવણી કરવા માટે આ સિસ્ટમનો સાવચેતીપૂર્વક અને સાવધાનીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે નાણાંકીય નુકસાન થઈ શકે છે.
તમે પણ ક્યારેક ખોટું UPI ID એન્ટર કરીને અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની પરિસ્થિતિનો સામનો કર્યો હશે. આ પ્રકારે થતાં મોટાભાગના લોકો ડરી જાય છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમો અનુસાર, યોગ્ય પ્રકારનું પગલું ભરીને તમે આ રકમ પરત મેળવી શકો છો.
RBI જણાવે છે કે, ડિજિટલ સર્વિસની મદદથી તમે જે વ્યક્તિને અજાણતા પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, તે અંગે તમારે ફરિયાદ દાખલ કરવાની રહેશે.
સાથે જ તમે પેટીએમ (Paytm), ગૂગલ પે (Google Pay) અને ફોન પે (PhonePe) જેવી એપ્લિકેશનની કસ્ટમર સર્વિસની મદદ લઈ શકો છો. ત્યારબાદ તેમને આ અંગે જાણ કરીને પૈસા પરત મેળવવા માટે રિક્વેસ્ટ કરી શકો છો.
જો પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પણ તે રકમ પરત ન મેળવી શકાય તો તમે RBIના લોકપાલનો સંપર્ક કરી શકો છો.
RBI અનુસાર RBI લોકપાલ એ ‘એક વરિષ્ઠ અધિકારી' છે. જે ખંડ 8 હેઠળ કરવામાં આવેલ ફરિયાદના આધાર પર કવર કરવામાં આવેલ સર્વિસમાં રહેલ ખામી માટે યોજનામાં જણાવેલ પાર્ટીસિપન્ટ સામે કરવામાં આવેલ ફરિયાદનું નિવારણ કરે છે.’
ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI, ભારત QR કોડ અને અન્ય માધ્યમથી ચૂકવણી કરવામાં આવી હોય, પરંતુ RBIના નિયમોનું પાલન કરવામાં ન આવ્યું હોય તો ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જેમ કે, લાભાર્થીના ખાતાં રકમ જમા કરવામાં આવતી મુશ્કેલી આવવી અથવા નિર્ધારિત સમયમાં રકમ ખાતામાં જમા ન થવી.
લાભાર્થીના ખાતામાં ખોટી રીતે રકમ ટ્રાન્સફર કરવામાં આવે તો લોકપાલને ફરિયાદ કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર