શું સાચે 48 કલાક બંધ રહેશે ઈન્ટરનેટ? કેટલા લોકોને થશે અસર? જાણો - તમામ પ્રશ્નના જવાબ

હવે પ્રશ્ન એ છે કે, શું એક સાથે પૂરી દુનિયામાં ઈન્ટરનેટ બંધ થવું સંભવ છે? આ દરમ્યાન શું તમારૂ પણ ઈન્ટરનેટ બંધ થઈ જશે? આનાથી કેટલા લોકો પ્રભાવીત થશે?

News18 Gujarati
Updated: October 12, 2018, 5:56 PM IST
શું સાચે 48 કલાક બંધ રહેશે ઈન્ટરનેટ? કેટલા લોકોને થશે અસર? જાણો - તમામ પ્રશ્નના જવાબ
હવે પ્રશ્ન એ છે કે, શું એક સાથે પૂરી દુનિયામાં ઈન્ટરનેટ બંધ થવું સંભવ છે? આ દરમ્યાન શું તમારૂ પણ ઈન્ટરનેટ બંધ થઈ જશે? આનાથી કેટલા લોકો પ્રભાવીત થશે?
News18 Gujarati
Updated: October 12, 2018, 5:56 PM IST
રશિયા ટૂડેના એક રિપોર્ટ અનુસાર, કલાક સુધી પૂરી દુનિયામાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. આ રિપોર્ટ બાદથી ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો વચ્ચે હાહાકાર મચી ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ટરનેટ શટડાઉનની અસર પૂરી દુનિયામાં થશે. આ દરમ્યાન ઈન્ટરનેટના મુખ્ય ડોમેન સર્વર્સ તેની સાથે જોડાયેલા નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેટલાક સમય માટે ડાઉન થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આનાથી ઈન્ટરનેટ એડ્રેસ બુક અને ડોમેન નેમ સિસ્ટમને સુરક્ષિત રાખવામાં મદદ મળશે. હવે પ્રશ્ન એ છે કે, શું એક સાથે પૂરી દુનિયામાં ઈન્ટરનેટ બંધ થવું સંભવ છે? આ દરમ્યાન શું તમારૂ પણ ઈન્ટરનેટ બંધ થઈ જશે? આનાથી કેટલા લોકો પ્રભાવીત થશે?. આ બધા તમામ પ્રશ્નોના જવાબ જોઈએ.

કેટલા લોકો થઈ શકે છે પ્રભાવિત?
આ મેન્ટેનન્સના કારણે પૂરી દુનિયાના એક ટકા એટલે કે, લગભગ 36 મિલિયન અથવા લગભગ 3.6 કરોડ લોકો પ્રભાવિત થશે. આમ તો આ આંકડો માત્ર 1 ટકા જ છે, પરંતુ 3.6 કરોડ લોકો ઓછા નથી હોતા. આની અસર ભારતમાં પણ થશે.

શું પુરી દુનિયામાં એક સાથે બંધ થશે ઈન્ટરનેટ?
ના, આવું સંભવ નથી, કે પૂરી દુનિયામાં એક સાથે ઈન્ટરનેટને બંધ કરવામાં આવે, કારણ કે ભારતમાં તો સૌથી વધારે રેલ્વે, ટેલિકોમ અને બેન્કિંગ સેવા પ્રભાવિત થશે, પરંતુ વિદેશોમાં તો હોસ્પિટલ સુધીની સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે. એવામાં અબજોનું નુકશાન થઈ શકે છે.

કેમ કરવામાં આવી રહ્યું છે ઈન્ટરનેટ બંધ
Loading...

આને મેન્ટેનન્સ અથવા બીજા શબ્દોમાં કહીએ તો, અપડેટ એટલા માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે ઈન્ટરનેટના પહેલાના મુકાબલે સુરક્ષિત બનાવવામાં આવી શકે. દાવો એવો છે કે, ઈનક્રિપ્ટોગ્રાફીના અપડેટ બાદ ડોમેન પહેલા કરતા વધારે સુરક્ષિત થશે.

વિશેષજ્ઞોમાં મતભેદ
રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ નથી કે, ક્યારે અને ક્યાં ઈન્ટરનેટની સેવા બંધ થશે, અને કેટલા-કેટલા સમય માટે બંધ થશે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે, એક સાથે પૂરી દુનિયામાં ઈન્ટરનેટ સેવા બંધ થઈ શકે છે, તો કેટલાકનું કહેવું છે કે, આ સંભવ નથી, કેમ કે આના કારણે પૂરી દુનિયાની અર્થવ્યવસ્થા ઠપ થઈ શકે છે.
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...