વર્ષ 2021ના અંત સુધીમાં આ સ્માર્ટફોન્સમાં કામ નહીં કરે WhatsApp, અહીં જુઓ લીસ્ટ

પ્રતીકાત્મક તસવીર

Samsung, LG, ZTE, હ્યુવેઇ, સોની, અલ્કાટેલના આ સ્માર્ટફોનમાં 1 નવેમ્બરથી નહીં ચાલે WhatsApp, જાણો કારણ

  • Share this:
Tech News: વર્ષ 2021ને પૂર્ણ થવામાં હવે ગણતરીના મહીના જ બાકી રહ્યા છે. આ સાથે જ મેસેજિંગ એપ વ્હોટ્સએપ (Messaging App WhatsApp) અમુક એન્ડ્રોઇડ સ્માર્ટફોન (Android Smartphones) અને આઇફોનમાં (iPhone) કામ કરવાનું બંધ કરી દેશે. આ અંતર્ગત વ્હોટ્સએપે એક લીસ્ટ (WhatsApp List) જાહેર કર્યું છે, જેમાં 1 નવેમ્બર, 2021થી વ્હોટ્સએપ મેસેજિંગ એપ કયા ડિવાઇસમાં કામ નહીં કરે તે જણાવ્યું છે. યાદીમાં દર્શાવેલા ડિવાઇસમાં વ્હોટ્સએપ 1 નવેમ્બર બાદ કામ નહીં કરે. સામાન્ય રીતે તેમાં તેવા એન્ડ્રોઇડ ફોન છે, જે Android 4.0.3 પર કે તેના નીચેના વર્ઝન પર ચાલી રહ્યા છે અને એપલ iPhone, જે iOS 9 કે તેનાથી જૂના વર્ઝન પર કામ કરી રહ્યા છે.

આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે વ્હોટ્સએપ

વ્હોટ્સએપ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદી અનુસાર સેમસંગ, LG, ZTE, હ્યુવેઇ, સોની, અલ્કાટેલ અને અન્ય સ્માર્ટફોન સામેલ છે, જેમાં 1 નવેમ્બરથી વ્હોટ્સએપ કામ નહીં કરે. જ્યારે આઇફોન સીરીઝમાં iPhone SE, iPhone 6S અને iPhone 6S સામેલ છે. સેમસંગના સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ લાઇટ, ગેલેક્સી ટ્રેન્ડ 2, ગેલેક્સી S2, ગેલેક્સી S3 મીની, ગેલેક્સી Xcover 2, ગેલેક્સી કોર અને ગેલેક્સી Ace2માં વોટ્સએપ સપોર્ટ નહીં કરે. બીજી તરફ LGની વાત કરીએ તો, કંપનીના Lucid 2, LG ઓપ્ટિમસ F7, ઓપ્ટિમસ L3 II ડ્યુઅલ, ઓપ્ટિમસ F5, ઓપ્ટિમસ L5, ઓપ્ટિમસ L5 II, ઓપ્ટિમસ L5 ડ્યુઅલ, ઓપ્ટિમસ L3 II, ઓપ્ટિમસ L7, ઓપ્ટિમસ L7 II ડ્યુઅલસ, ઓપ્ટિમસ L7 II, ઓપ્ટિમસ F6, એનાક્ટ, ઓપ્ટિમસ L4 II ડ્યુઅલ, ઓપ્ટિમસ F3, ઓપ્ટિમસ L4 II, ઓપ્ટિમસ L2 II, ઓપ્ટિમસ નિટ્રો HD અને 4X HD અને ઓપ્ટિમસ F3Qમાં વ્હોટ્સએપ સપોર્ટ બંધ થઇ જશે.

આ પણ વાંચો, આપના Aadhaar સાથે કેટલા મોબાઇલ નંબર છે લિંક? એક ક્લિકમાં જાણો, આવી રીતે કરો CHECK

આ ઉપરાંત ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની ZTEના ZTE ગ્રાન્ડ S ફ્લેક્સ, ZTE V956, ગ્રાન્ડ X ક્વોડ V987 અને ZTE ગ્રાન્ડ મેમોમાં વ્હોટ્સએપ સપોર્ટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે જ હ્યુવેઇના એસેન્ડ G740, એસેન્ડ મેટ, એસેન્ડ D ક્વોડ XL, એસેન્ડ P1 S અને એસેન્ડ D2માં ફેસબુકની માલિકીના આ એપ બંધ થઇ જશે. આ ઉપરાંત સોની કંપનીના એક્સપિરીયા મીરો, સોની એક્સપિરીયા નિયો L અને એક્સપિરીયા આર્કS પણ આ લીસ્ટમાં સામેલ છે. આ સિવાય અલ્કાટેલ, HTC, લેનોવો અને અન્ય ઘણી કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો, ઘણો સસ્તો મળી રહ્યો છે 12GB સુધી RAM વાળો પોપ્યુલર OnePlus 5G ફોન, મળશે 64MP કેમેરા

જેમ કે ઉપર દર્શાવેલા તમામ ડિવાઇસમાં વ્હોટ્સએપ હવે થોડા સમય માટે જ કામ કરશે, તેનો અર્થ એવો નથી કે 1 નવેમ્બરથી એપ કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ આ સ્માર્ટફોન્સને નવા સિક્યોરિટી અપડેટ, નવા ફીચર્સ મળવાનું ધીમે-ધીમે બંધ થઇ જશે, જેથી આ ફોન્સ માટે વ્હોટ્સએપ બેકાર બની જશે.
First published: