પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર સાયબર એટેક

પ્રતિકાત્મક તસવીર

પુલવામામાં ફિદાયીન હુમલો થયા બાદ પાકિસ્તાનની વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેક થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેક થઈ હોવાના અહેવાલો છે. હૅકર્સે શનિવારે વેબસાઇટ હેક કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું હતું કે હૉલેન્ડ, ઑસ્ટ્રેલિયા, બ્રિટન, સાઉદી અરેબિયાથી અમને ફરિયાદ મળી છે કે લોકો અમારી વેબસાઇટ સુધી પહોંચી નથી શકતા.

  ફૈસલે ભારતીય હૅકર્સ પર શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કાશ્મીર અને સાઉદી અરેબિયા અંગેની યોગ્ય સૂચનાઓને અટકાવવા માટે આ વેબસાઇટ હૅક કરાઈ હોવાની શંકા છે. કારણે કે આ વેબસાઇટ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પ્રવાસ અને કાશ્મીર અંગેની સૂચનાઓ રજૂ કરવા માટેનું વિશ્વસનીય માધ્યમ છે.

  આ પણ વાંચો: પુલવામા હુમલો: મોદી સરકારનું કડક પગલું, કાશ્મીરી અલગતાવાદીઓની છીનવી લીધી સુરક્ષા

  શનિવારે રાત્રે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વેબસાઇટ હૅક થઈ હોવાનો ખુલાસો કર્યો હતો.


  ફૈસલે જણાવ્યું હતું કે તેમને આ સાયબર એટેકનો ડર હતો.અગાઉ તેમના ફોનને હૅક કરવાનો પ્રયાસ થયો હતો. તેમના ટ્વીટરના માધ્યમથી ફોનમાં એટેક કરવાનો પણ પ્રયાસ થયો હોવાનો ફેસલનો દાવો છે.

  પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ વેબસાઇટ હેક થઈ હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં દેશના 40 જવાનોએ શહીદી વહોરી છે.
  Published by:Jay Mishra
  First published: