Home /News /tech /

Weak Password List: આ છે સૌથી નબળા Password, 1 સેકન્ડમાં થઈ શકે છે Hack, ભૂલથી પણ ન કરો ઉપયોગ

Weak Password List: આ છે સૌથી નબળા Password, 1 સેકન્ડમાં થઈ શકે છે Hack, ભૂલથી પણ ન કરો ઉપયોગ

સિક્યોરિટી સોલ્યુશન કંપની 'NordPass'ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયો પાસવર્ડ તૈયાર કરવામાં ખૂબ જ આળસુ છે. (Image Credit: NCSC)

Weak Password List: નોર્ડપાસનું કહેવું છે કે રિસર્ચમાં માલૂમ પડ્યું છે કે લોકો દર વર્ષે એ જ નબળા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. NordPassનું લિસ્ટ દર્શાવે છે કે આ કોમન પાસવર્ડનો કેટલી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને હેક કરવામાં કેટલો સમય લાગે છે.

વધુ જુઓ ...
    How to Secure Password: ડિજિટલ દુનિયાની ચાવી છે પાસવર્ડ. પાસવર્ડ જેટલો મજબૂત હશે, તમે એટલા જ સુરક્ષિત રહેશો. કેમ કે ડિજિટલ દુનિયામાં હેકર્સની નજર હંમેશા તમારા પર લાગેલી રહે છે. જરા પણ ચૂક થઈ તો તમારો ખેલ સમાપ્ત. માટે તમારે અલર્ટ રહેવું જરૂરી છે અને તે માટે જટિલ પાસવર્ડ (strong password)નો ઉપયોગ કરવો જોઈએ.

    પરંતુ તમામ ચેતવણીઓ બાદ પણ આપણે સૌથી મહત્વનું કામ જ સુસ્ત રીતે કરવાનું વલણ રાખીએ છીએ. એવું તારણ નીકળ્યું છે કે મોટાભાગના લોકો પાસવર્ડ તૈયાર કરવામાં ખૂબ જ આળસુ હોય છે અને ખૂબ જ સરળ પાસવર્ડ બનાવે છે. પાસવર્ડ પર નજર રાખતી સુરક્ષા સોલ્યુશન્સ કંપની NordPassનો રિપોર્ટ જણાવે છે કે આપણે ભારતીય પાસવર્ડ તૈયાર કરવામાં ખૂબ આળસુ છીએ.

    આજે જ્યારે આપણા બધા સિક્રેટ્સ, પછી તે બેંક ખાતા હોય કે ઈ-મેઈલ હોય કે ડેબિટ-ક્રેડિટ કાર્ડની વિગતો હોય કે આપણી અંગત માહિતી હોય, બધું જ આ ડિજિટલ દુનિયામાં તરતું હોય છે. સાયબર હેકર્સ સતત આપણી વિગતો ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે. આમ છતાં લોકો પાસવર્ડના મામલે સુસ્ત વલણ અપનાવે છે.

    NordPass.Com એ વર્ષ 2021 માટે 200 ટોપ કોમન પાસવર્ડ્સ (Top 200 Most Common Passwords)ની યાદી બહાર પાડી છે. નોર્ડપાસ કહે છે કે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકો દર વર્ષે એક જ નબળા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. આ NordPass યાદી દર્શાવે છે કે આ કોમન પાસવર્ડનો કેટલી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને હેક કરવામાં કેટલો સમય લાગે છે.

    આ પણ વાંચો: Alert! તમારા Android ફોનનો ઉપયોગ કરીને પૈસા ચોરી શકે છે આ ખતરનાક Malware

    આ યાદી ઘણા દેશોના પાસવર્ડ પર સંશોધન કર્યા બાદ તૈયાર કરવામાં આવી છે. તેનામાં ઘણા ભારતીય પાસવર્ડ પણ છે. મોટાભાગના લોકો ભારતીય પાસવર્ડમાં ખૂબ જ સામાન્ય નામોનો ઉપયોગ કરે છે. તેઓ આ નામોનો ઉપયોગ ઈ-મેઈલ, બેંક એકાઉન્ટ વગેરે માટે પાસવર્ડ તરીકે કરે છે.

    નબળા પાસવર્ડ (Weak password list)

    ભારતમાં કોમન પાસવર્ડમાં 123456, india123, krishna, India123, sairam, omsairam, jaimatadi, saibaba, ganesh, abhishek, priyanka, tinkle, rajesh, deepak, lakshmi, hanuman, sweety, waheguru, hariom, balaji, jaihanuman, ganesha, godisgreat, sriram, Pankaj, Pradeep, Praveen, Rashmi, Rahul, Rajkumar, Rakesh, Ramesh, Rajesh, Sachin, Sanjay, Sandeep, Suresh, Santosh, Simran, Sandhya, Sunny, Vishal, વગેરે જેવા પાસવર્ડ સામેલ છે. આ પ્રકારના 200 કોમન પાસવર્ડનું લિસ્ટ નોર્ડપાસે જારી કર્યું છે.

    Weak Password List
    (Image- nordpass.com)


    ફક્ત 1 સેકન્ડમાં ક્રેક (password cracker)

    NordPassએ કોમન પાસર્વડનું લિસ્ટ જારી કરતા એ પણ જણાવ્યું કે આ પાસવર્ડનો કેટલા લોકો ઉપયોગ કરે છે અને તેને ક્રેક કરવામાં કેટલો સમય લાગે છે. ઉદાહરણ માટે પાસવર્ડ 123456ની વાત કરીએ તો આ પાસવર્ડનો 25 લાખ લોકોથી પણ વધારે લોકો ઉપયોગ કરે છે અને તેને ક્રેક કરવામાં આશરે 1 સેકન્ડનો સમય લાગે છે.

    iloveyou પાસવર્ડનો ઉપયોગ 1 લાખ, 6 હજારથી વધુ લોકો કરી રહ્યા છે અને આ iloveyou પાસવર્ડ માત્ર એક સેકન્ડમાં હેક થઈ શકે છે. ‘password’ પાસવર્ડનો ઉપયોગ 17 લાખથી વધુ લોકો કરી રહ્યા છે અને તેને આંખના પલકારામાં જ હેક કરી શકાય છે.

    લગભગ 1.26 લાખ લોકો india123 નો ઉપયોગ કરી રહ્યા છે. તે 17 મિનિટમાં ક્રેક થઈ શકે છે. sairam પાસવર્ડનો ઉપયોગ લગભગ 50 હજાર વખત થઈ રહ્યો છે અને તેને 2 મિનિટમાં હેક કરી શકાય છે. jaimatadiનો પણ 40 હજારથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે અને તેને ક્રેક કરવામાં એક દિવસનો સમય લાગ્યો.

    આ પણ વાંચો: Boatએ 28 કલાક સુધી ચાલે એવા સસ્તા Airpods 111 ઇયરબડ્સ લોન્ચ કર્યા, જાણો કિંમત

    jaihanuman પાસવર્ડનો 13 હજારથી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ તેને ક્રેક કરવામાં 12 દિવસ લાગ્યા હતા.

    આ લિસ્ટમાં ઘણા કોમન પાસવર્ડ્સ છે જેનો લાખો લોકો ઉપયોગ કરી રહ્યા છે અને તે થોડી જ સેકંડમાં ક્રેક થઈ ગયા.

    આવા પાસવર્ડ ક્યારેય ન બનાવો

    આપણે આપણો મોટાભાગનો સમય ઈન્ટરનેટ પર વિતાવીએ છીએ અને આપણી અંગત માહિતી શેર કરીએ છીએ. આપણે આપણા તમામ અંગત દસ્તાવેજો ઈ-મેલ વગેરેમાં પણ સાચવીએ છીએ. તેથી એવા પાસવર્ડ ક્યારેય ન બનાવવા જોઈએ જે તમારી અંગત માહિતી જેમ કે નામ, સરનામું અથવા મોબાઈલ નંબર હોય. કારણ કે તેનું અનુમાન લગાવવું ખૂબ જ સરળ છે.

    મજબૂત પાસવર્ડ જનરેટર (Strong Password Generator)

    જેમ આપણે આપણી તિજોરી કે સેફની મજબૂત ચાવી બનાવીએ છીએ અને તેને છુપાવીને રાખીએ છીએ, તેવી જ રીતે પાસવર્ડ પણ મજબૂત હોવો જોઈએ અને તેને કોઈની સાથે શેર ન કરવો જોઈએ. એવો પાસવર્ડ કે જેને કોઈ ક્રેક ન કરી શકે. સારો પાસવર્ડ ઓછામાં ઓછો 8 અંક લાંબો હોવો જોઈએ. આ 8 અંકોમાં અમોલ અને કેપિટલ લેટર્સ, સંખ્યાઓ અને પ્રતીકોનું મિશ્રણ હોવું જોઈએ.
    Published by:Nirali Dave
    First published:

    Tags: CYBER CRIME, Gujarati tech news, Hackers, Mobile and Technology, Password, ડિજિટલ ઇન્ડિયા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन