Home /News /tech /વર્ષ 2021ના અંત સુધીમાં આ સ્માર્ટફોન્સમાં કામ નહીં કરે WhatsApp, જાણો સંપૂર્ણ યાદી
વર્ષ 2021ના અંત સુધીમાં આ સ્માર્ટફોન્સમાં કામ નહીં કરે WhatsApp, જાણો સંપૂર્ણ યાદી
વોટ્સએપ તરફથી યાદી જાહેર (ફાઇલ તસવીર)
WhatsApp news: વોટ્સએપ તરફથી જાહેર કરવામાં આવેલ યાદી અનુસાર સેમસંગ, LG, ZTE, હ્યુવેઇ, સોની, અલ્કાટેલ અને અન્ય સ્માર્ટફોન સામેલ છે, જેમાં 1 નવેમ્બરથી વોટ્સએપ કામ નહીં કરે.
નવી દિલ્હી: વર્ષ 2021નું વર્ષ પૂર્ણ થવામાં હવે ગણતરીના મહીનાઓ જ બાકી રહ્યા છે. આ સાથે જ મેસેજિંગ એપ Whatsapp અમુક એન્ડ્રોઇડ સ્માર્ટફોન (Android phone) અને આઇફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. આ અંતર્ગત વોટ્સએપે એક લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં 1 નવેમ્બર, 2021થી વોટ્સએપ મેસેજિંગ એપ ક્યા ડિવાઇસમાં કામ નહીં કરે તે જણાવ્યું છે. યાદીમાં દર્શાવેલા ડિવાઇસમાં વોટ્સએપ 1 નવેમ્બર બાદ કામ નહીં કરે. સામાન્ય રીતે તેમાં તેવા એન્ડ્રોઇડ ફોન છે, જે Android 4.0.3 પર કે તેના નીચેના વર્ઝન પર ચાલી રહ્યા છે અને એપલ iPhone જે iOS 9 કે તેનાથી જૂના વર્ઝન પર કામ કરી રહ્યા છે.
આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે વોટ્સએપ
>>વોટ્સએપદ્વારા જાહેર કરવામાં આવેલ યાદી અનુસાર સેમસંગ, LG, ZTE, હ્યુવેઇ, સોની, અલ્કાટેલ અને અન્ય સ્માર્ટફોન સામેલ છે, જેમાં 1 નવેમ્બરથી વોટ્સએપ કામ નહીં કરે.
>> જ્યારે આઇફોન સિરીઝમાં iPhone SE, iPhone 6S અને iPhone 6S સામેલ છે.
>> LGની વાત કરીએ તો, કંપનીના Lucid 2, LG ઓપ્ટિમસ F7, ઓપ્ટિમસ L3 II ડ્યુઅલ, ઓપ્ટિમસ F5, ઓપ્ટિમસ L5, ઓપ્ટિમસ L5 II, ઓપ્ટિમસ L5 ડ્યુઅલ, ઓપ્ટિમસ L3 II, ઓપ્ટિમસ L7, ઓપ્ટિમસ L7 II ડ્યુઅલ, ઓપ્ટિમસ L7 II, ઓપ્ટિમસ F6, એનાક્ટ, ઓપ્ટિમસ L4 II ડ્યુઅલ, ઓપ્ટિમસ F3, ઓપ્ટિમસ L4 II, ઓપ્ટિમસ L2 II, ઓપ્ટિમસ નિટ્રો HD અને 4X HD અને ઓપ્ટિમસ F3Qમાં વોટ્સએપ સપોર્ટ બંધ થઇ જશે.
આ સિવાય ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની ZTEના ZTE ગ્રાન્ડ S ફ્લેક્સ, ZTE V956, ગ્રાન્ડ X ક્વોડ V987 અને ZTE ગ્રાન્ડ મેમોમાં વોટ્સએપ સપોર્ટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે જ હ્યુવેઇના એસેન્ડ G740, એસેન્ડ મેટ, એસેન્ડ D ક્વોડ XL, એસેન્ડ P1 S અને એસેન્ડ D2માં ફેસબુકની માલિકીના આ એપ બંધ થઇ જશે.
નીચે વીડિયોમાં જુઓ: કાર ચાલકને ભાડાની લાલચ ભારે પડી બીજી તરફ સોની કંપનીના એક્સપિરીયા મીરો, સોની એક્સપિરીયા નિયો L અને એક્સપિરીયા આર્ક S પણ આ લીસ્ટમાં સામેલ છે. આ સિવાય અલ્કાટેલ, HTC, લેનોવો અને અન્ય ઘણી કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમ કે ઉપર દર્શાવેલા તમામ ડિવાઇસમાં વોટ્સએપ હવે થોડા સમય માટે જ કામ કરશે, તેનો અર્થ એવો નથી કે 1 નવેમ્બરથી એપ કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ આ સ્માર્ટફોન્સને નવા સિક્યોરિટી અપડેટ, નવા ફીચર્સ મળવાનું ધીમે-ધીમે બંધ થઇ જશે, જેથી આ ફોન્સ માટે વોટ્સએપ બેકાર બની જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર