Home /News /tech /જો આ ખતરાને નજરઅંદાજ કર્યો તો બંધ થઇ જશે તમારો મોબાઇલ

જો આ ખતરાને નજરઅંદાજ કર્યો તો બંધ થઇ જશે તમારો મોબાઇલ

    ભારતમાં દર પાંચમાંથી એક મોબાઇલ/કોમ્પ્યુટર મેલવેયર વાયરસનો શિકાર છે, આ ખતરા અંગે યુકેમાં કરવામાં આવેલા ટેક્નોલોજી રિસર્ચમાં સામે આવી છે. સાઇબર સિક્યોરિટીના આ સરવેમાં ભારત 46માં નંબર પર રહ્યું છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે પાંચમાંથી એક ભારતીય મોબાઇલ્સ મેલવેયર વાયરસની જપેટમાં છે. આ સ્ટડીમાં કુલ 60 દેશમાંથી મળેલા ડાટા પર કામ કરવામાં આવ્યું. આ રિસર્ચના આંકડા ઇન્ટરનેશનલ ટેલીકોમ્યુનિકેશન યુનિયન, સાઇબર સિક્યોરિટી કંપની કાસપિરેસી લેબમાં તૈયાર કરવામાં આવ્યા છે.

    ઇન્ટરનેટની દુનિયામાં મેલવેયર વાયરસ સૌથી મોટો ખરતો હોવાનું નિષ્ણાંતો કહી રહ્યાં છે. આ વાયરલ મોબાઇલ, કોમ્પ્યૂટર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસમાં પ્રવેસીને તમારી વ્યક્તિગત જાણકારી હેક કરે છે. ગ્લોબલ સાઇબર સિક્યોરિટી કંપની પાલો આલ્ટોના રિસર્ચ પ્રમાણે મેલવેયર ગૂગલ ક્રોમમાં સેવ કરવામાં આવેલા તમામ યૂઝરનેમ, પાસવર્ડ અને ક્રેડિટકાર્ડ જેવી બેંકની માહિતી ચોરી શકે છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ દુકાનદાર વગરની દુકાન, ચીજવસ્તુ લઇ જાવ, પૈસા મૂકી જાવ

    આ વાયરસ ios યૂઝર્સ માટે પણ ખતરા સમાન છે. જેના કારણે યૂઝર્સના મેકમાં બેકઅપ લેવા પર આઇફોન્સના ટેક્સ્ટ મેસેજને પણ હેક કરવામાં આવી રહ્યાં છે. આ વાયરસ ક્રોમમાં સેવ પાસવર્ડ્સ અને આઇટ્યૂન્સ બેકઅપ્સ લેવાથી આઇફોન્સના ટેક્સ્ટ મેસેજ ચોરે છે.

    જો હેકર સફળ થાય તો તે શિકારના એક્સચેંજ એકાઉન્ટ અને વોલેટ પર સંપૂર્ણ નિયંત્રણ કરી લે છે. શિકારના ફંડનો ઉપયોગ કરવા માટે એલીજેબલ થઇ જાય છે કારણ કે જરૂરી માહિતી તેની પાસે છે.

    મેલવેયર સિસ્ટમ પર કોઇનમાઇનિંગ સોફ્ટવેર લોડ કરવા માટે સિસ્ટમને કંફીગર પણ કરી શકે છે. ઓથેન્ટિંકેશન સમયે વેબ કુકીઝનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઇ યૂઝર કોઇ વેબસાઇટમાં લોગ-ઇન કરે છે તો લોગ ઇન સ્ટેટસ જાણવા માટે તેની કુકીઝ વેબ સર્વર માટે સ્ટોર થઇ જાય છે.

    વાયરસથી બચવા શું કરવું ?

    - હેકર્સ માલવેયર ટર્મનો ઉપયોગ વાયરસ, સ્પાય વેયર અને વાર્મના રૂપમાં કરે છે.
    - યૂઝર્સે કોઇપણ અજાણી લિંકને ખોલવી ન જોઇએ.
    - હંમેશા તમારા સ્માર્ટફોનને અપડેટ કરતાં રહેવું.
    - પ્રીમિયમ એન્ટીવાયરલ સોફ્ટવેયરનો ઉપયોગ કરવો.
    - ગૂગલ પ્લેસ્ટોર પર રહેલી અજાણી એપ્લિકેશનને ફોનમાં ઇન્ટોલ ન કરવી.
    - ગીત અથવા મૂવી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરવા.
    - સિસ્ટમમાં એન્ટી માલવેયર અથવા એન્ટી વાયરસ ઇન્ટોલ કરવા.
    - ફાયરવોલ ઇન્ટોલ કરી રાખવી. જે કોમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વચ્ચે સુરક્ષા દિવાર જેવું કામ કરે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन