Home /News /tech /પોતાના સ્માર્ટફોનમાં 5G નેટવર્ક વાપરવા માગો છો? એરટેલ, jio, viના વપરાશકર્તાઓ આ સ્ટેપને ફોલો કરે

પોતાના સ્માર્ટફોનમાં 5G નેટવર્ક વાપરવા માગો છો? એરટેલ, jio, viના વપરાશકર્તાઓ આ સ્ટેપને ફોલો કરે

પોતાના સ્માર્ટફોનમાં 5G નેટવર્ક વાપરવા માગો છો?

5G network: 5G લોન્ચ થયા પછી જો તમે પણ 5જીની સેવાઓને ફોનમાં વાપરવા માગો છો તો તેના માટે તમારે આ થોડા સ્ટેપ ફોલો કરવા પડશે. એરટેલ, જીઓ અને વોડાફોન આઈડિયાના વપરાશકર્તાઓેએ પોતાના ફોનમાં 5જીની સેવાઓ શરૂ કરવા માટે કેટલાક સ્ટેપ ફોલા કરવાના રહેશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: 5જી સર્વિસ દેશભરમાં પેલી ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી છે. એરટેલને ગઈકાલથી જ દેશના 8 મોટા પ્રમુખ શહેરોમાં 5જીની સેવાઓ શરૂ કરી દીધી છે. જેના દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગ્લોર, ચૈનઈ, હૈદરાબાદ, સિલીગુડી અને કોલકાતાનો સમાવેશ થાય છે.

    ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે, વર્તમાન સમયમાં ફક્ત 5જી ફોન હોવાથી આ સેવાનો લાભ નહીં લઈ શકાય. તેના માટે તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે. એરટેલ, જીઓ અને વોડાફોન આઈડિયાના વપરાશકર્તાઓએ પોતાના ફોનમાં 5જી સેવાઓ શરૂ કરવા માટે થોડા સ્ટેપ ફોલો કરવા પડશે.

    આ પણ વાંચો: ગુજરાત કેડરના IAS અધિકારી અજય ભાદુની ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નર તરીકે નિમણૂંક

    1 - સૌથી પહેલા પોતાના ઓપરેટરથી વાત કરી લો કે તમારા વિસ્તારમાં 5જી છે કે નહી. માહિતી જોણવા માટે તેમે Jio, Airtel કે Vi ના ગ્રાહક સંભાળ( કસ્ટમર કેર)થી વાત કરી શકો છો.

    2 - જો તમારા ઓપરેટર વિસ્તારમાં 5જી છે, તે સુનિશ્ચિત કરો કે તમારો ફોનમાં 5જી સપોર્ટ થાય છે. જે Jio, Airtel કે Vi દ્વારા આપવામાં આવે છે.

    3 - હવે પોતાના 5જી સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ અને પછી મોબાઈલ નેટવર્કના વિકલ્પ પર ક્લિક કરો.

    4 - તમારે તેમાં ઓપરેટરને સિલેક્ટ કરવુ પડશે, જેને માટે તમે 5જી કનેક્ટિવિટીને યોગ્ય કરવા માગો છો.

    5 - સિમ 1 કે સિમ 2માથી કોઈ એક પર ક્લિક કરો અને pewferred network Type મેળવા માટે નીચે સ્ક્રોલ કરો.

    6 - હવે 5G/4G/3G/2G (Auto)માથી વિકલ્પ પસંદ કરી લો. જેથી તમારો સ્માર્ટફોન ઓટોમેટિક તમારા વિસ્તારમાં ચાલી રહેલ 5જી નેટવર્કને શોધી શકે અને તમારા ફોનમાં ડિફૉલ્ટ ડેટા કનેક્ટિવિટીનો વિકલ્પ બનાવી શકે.

    7 - તમારે તમારા ફોનમાં સોફ્ટવેર એપડેટ કરવું પડી શકે છે. તેના માટે એ જાણવા માટે સેટિંગમાં જઈ ચેક કરી લો કે 5જીથી જોડાયેલ કોઈ ફિચર કે અપડેટ આવ્યું છે.

    8 - હવે તમારા ફોનને રિસ્ટાર્ટ કરો. જો તેમારા વિસ્તારમાં 5જી ઉપલબ્ધ હશે તો કામકરવાનું શરૂ થઈ જાશે.

    કિંમતનો ખુલાશો કરવામાં નથી આવ્યો


    4જીના પ્રમાણમાં 5જીની સ્પીડ 10 ગણી વધારે હશે. તેના માટે એવું માનવામાં આવે છે કે, તેને વધારે બેડવિડ્થની જરુર પડશે. પરંતુ હાલ કંપમનીએ 5જીના પ્લાન માટે કિંમતનો કોઈ ખુલાસો કરવમાં નથી આવ્યો. આશા છે કે, થોડા સમયમાં કિંમત પણ જાહેર કરવામાં આવશે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: 5G, 5G in India, 5G Smartphone, Jio

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन