નવી દિલ્હીઃ ક્રિસમર (Christmas 2020) પર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જો તમે પણ કોઈ પરિચિતને ખાસ અંદાજમાં ક્રિસમસની શુભેચ્છા (Christmas Wishes) આપવા માંગો છો તો ક્રિસમસ stickers, Image, Quote અને GIF સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp), ફેસબુક (Facebook) અને ટ્વિટર (Twitter)ના માધ્યમથી મોકલી શકાય છે. નોંધનીય છે કે ક્રિસમસ (Christmas) ના પ્રસંગે વોટ્સએપે ક્રિસમર સ્ટીકર પૅક લૉન્ચ કર્યું છે. જેને તમે ખૂબ સરળતાથી પોતાના પરિચિતોને મોકલી શકો છો. આવો જાણીએ તમે કેવી રીતે વોટ્સએપના માધ્યમથી સ્ટિકર મેસેજ મોકલી શકો છો.
WhatsAppમાં મળશે Christmas sticker
વોટ્સએપે આ સ્ટિકર માત્ર એન્ડ્રોઇડ ફોન માટે લૉન્ચ કર્યા છે. જો આપની પાસે iOS ફોન છે તો આપના ફોનમાં આ સ્ટિકર્સ જોવા નહીં મળે. બીજી તરફ iOS યૂઝર્સ થર્ડ પાર્ટી એપની મદદથી આ સ્ટિકરને યૂઝ કરી શકે છે. તેની સાથે જ જો આપના વોટ્સએપમાં આ સ્ટિકર જોવા નથી મળતા તો સૌથી પહેલા તમે પોતાનું વોટ્સએપ અપડેટ કરો.
તમે ખૂબ જ સરળતાથી WhatsApp Christmas sticker pack ડાઉનલોડ કરી શકો છો. તેના માટે સૌથી પહેલા આપને Chat ખોલવું પડશે અને + Icon પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમે ક્રિસમસ સાથે જોડાયેલા મનપસંદ સ્ટિકર્સ પેક ડાઉનલોડ કરી શકો છો અને આપના નજીકના લોકોને અનેક પ્રકારના ક્રિસમસ સ્ટિકર્સ મોકલી શકો છો. વોટ્સએપ સ્ટિકર્સ પેકમાં જોવા મળતા વીડિયો આઇકન અનલિમિટેડ સ્ટિકર્સ છે. વોટ્સએપ યૂઝર થર્ડ પાર્ટી ક્રિસમસ સ્ટિકર્સ પેક પણ ડાઉનલોડ કરી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર