Volvo ભારતમાં લૉન્ચ કરશે 3 સીટ વાળી લક્ઝરી કાર, માત્ર 15 લોકોને મળશે

મંદીનો સૌથી મોટો ફટકો ઑટો સેક્ટર પર દેખાય છે. ઘણા લોકોને નોકરી ગુમાવવી પડી છે. પરંતુ આ તમામ વચ્ચે સ્વીડનની લક્ઝરી કાર કંપની વોલ્વોએ પોતાની કાર રજૂ કરવા માટે ભારતને પસંદ કર્યું છે.

News18 Gujarati
Updated: September 5, 2019, 4:22 PM IST
Volvo ભારતમાં લૉન્ચ કરશે 3 સીટ વાળી લક્ઝરી કાર, માત્ર 15 લોકોને મળશે
વોલ્વોએ પોતાની કાર રજૂ કરવા માટે ભારતને પસંદ કર્યું છે.
News18 Gujarati
Updated: September 5, 2019, 4:22 PM IST
મંદીનો સૌથી મોટો ફટકો ઑટો સેક્ટર પર દેખાય છે. ઘણા લોકોને નોકરી ગુમાવવી પડી છે. પરંતુ આ તમામ વચ્ચે સ્વીડનની લક્ઝરી કાર કંપની વોલ્વોએ પોતાની કાર રજૂ કરવા માટે ભારતને પસંદ કર્યું છે. ઑટો સેક્ટરમાં જોખમ હોવા છતાં પણ વોલ્વોએ ભારતમાં ત્રણ સીટર હાઇબ્રિડ કારને વૈશ્વિક સ્તરે) રજૂ કરવા ભારતમાં અનાવરણ કરવાનું નક્કી કર્યું છે.

વોલ્વોની અલ્ટ્રા લક્ઝરી કાર

આ અલ્ટ્રા લક્ઝરી XC90 એક્સસી 90 એક્સેલન્સ લાઉન્જની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 1.42 કરોડ રુપિયા છે. આ કારની રજૂઆત પ્રસંગે વોલ્વો કાર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ચાર્લ્સ ફ્રમ્પે જણાવ્યું હતું કે કંપનીનું લક્ષ્ય ખૂબ જ ધનિક ગ્રાહકો બનવાનું છે. કંપનીએ આગામી એક વર્ષમાં ભારતીય બજારમાં માત્ર 15 કાર વેચવાનું લક્ષ્ય રાખ્યું છે.

 મંદીમાં પણ વોલ્વો હિટ

તેમણે કહ્યું કે આ કાર વોલ્વો કાર ઇન્ડિયા માટે વળાંક બની રહેશે. જો કે પસંદગીના ગ્રાહકોને લક્ષ્ય બનાવીને તેની ઓફર કરવામાં આવી રહી છે. ફ્રમ્પે કહ્યું કે ભારત એ પહેલું બજાર છે જ્યાં આપણે આ કાર પ્રસ્તુત કરી રહ્યા છીએ. અમે અહીં કેટલાક ધનિક ગ્રાહકો માટે માત્ર 15 કાર ઉતારીશું.


Loading...

ઑટો  ઉદ્યોગ છેલ્લા બે દાયકાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ આ ખરાબ તબક્કામાં પણ વોલ્વો ઇન્ડિયાનું પ્રદર્શન સારું રહ્યું છે. વોલવો ઇન્ડિયામાં વોલ્યુમમાં 11% વૃદ્ધિ થઈ છે. જૂનના ક્વાર્ટરમાં કંપનીએ 1,159 એકમોનું વેચાણ કર્યું છે.
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...