Home /News /tech /Volkswagen Taigun ભારતમાં લોન્ચ, મિડ સાઈઝ SUVનાં ફિચર્સ છે જોરદાર, પ્રી- બુકિંગ થયુ શરૂ
Volkswagen Taigun ભારતમાં લોન્ચ, મિડ સાઈઝ SUVનાં ફિચર્સ છે જોરદાર, પ્રી- બુકિંગ થયુ શરૂ
વોક્સવેગનની નવી SUV કાર લોન્ચ
ગ્રાહકોને પેટ્રોલ એન્જિનના બે વેરિએન્ટ આપવામાં આવશે- 1.0 લાઈટ ટર્બોચાર્જ્ડ TSI અને 1.5 લીટર ટર્બોચાર્જ્ડ. 1.0 લીટર TSI એન્જિન 178Nm અને 115 Psનો પાવર પીક ટાર્ક જનરેટ કરશે. 1.5 લીટર TSI એન્જિન 150Ps પાવર સાથે 250Nm ટોર્ક જનરેટ કરશે. આ બંને વેરિએન્ટ મેન્યુઅલ અને ઓટોમેટીક ગિઅરબોક્સ એમ બે વિકલ્પમાં ઉપલબ્ધ હશે. ટોપ સ્પેક મોડેલ પર 7 સ્પીડ DCTની ઓફર પણ આપવામાં આવી છે.
ફોક્સવેગને ભારતમાં તાઈગુન SUV રૂ. 10.50 લાખ (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરી છે. ઓટો એક્સપો 2020માં પહેલી વાર તેને લોન્ચ કરવામાં આવી છે. જર્મન ઓટો મિડ સાઈઝ SUV સીરિઝમાં ફોક્સવેગન તાઈગુન મુખ્ય કાર છે. VWની આ કર ભારત 2.0 સ્ટ્રેટેજી SUVW પોર્ટફોલિયો પર ફોકસ કરવા માટે પોસ્ટરબોય છે. Taigun MQB-A0-IN પ્લેટફોર્મ પર આધારિત છે, જે સ્કોડા કુશાક બાદ આ પ્લેટફોર્મ પર આધારિત બીજા નંબરની કાર છે. ફોક્સવેગન અનુસાર 12,221 ગ્રાહકોએ પહેલેથી જ તાઈગુનનું પ્રી-બુકિંગ કરાવી દીધું છે.
ફોક્સવેગન તાઈગુન પેટ્રોલ એન્જિનના ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. ગ્રાહકોને પેટ્રોલ એન્જિનના બે વેરિએન્ટ આપવામાં આવશે- 1.0 લાઈટ ટર્બોચાર્જ્ડ TSI અને 1.5 લીટર ટર્બોચાર્જ્ડ TSI.
અન્ય કાર નિર્માતાઓની જેમ ફોક્સવેગન પણ પેટ્રોલ એન્જિન વિકસિત કરવાનું વિચારી રહી છે. 1.0 લીટર TSI એન્જિન 178Nm અને 115 Psનો પાવર પીક ટાર્ક જનરેટ કરશે. 1.5 લીટર TSI એન્જિન 150Ps પાવર સાથે 250Nm ટોર્ક જનરેટ કરશે. આ બંને વેરિએન્ટ મેન્યુઅલ અને ઓટોમેટીક ગિઅરબોક્સ એમ બે વિકલ્પમાં ઉપલબ્ધ હશે. ટોપ સ્પેક મોડેલ પર 7 સ્પીડ DCTની ઓફર પણ આપવામાં આવી છે.
ફોક્સવેગન તાઈગુનમાં ચોરસ આકારમાં LED હેડલેમ્પ્સ અને હોરિઝન્ટલ LED DRL લગાવવામાં આવ્યા છે. આ કારમાં ક્રોમ ગ્રિલ પણ આપવામાં આવી છે, જેનાથી કારનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. કારના બોનેટ પર એક ફૌક્સ સિલ્વર પ્લેટ પણ આપવામાં આવી છે.
ફોક્સવેગન તાઈગુનમાં અન્ય કારની સરખામણીએ સુવિધાઓ આપવામાં આવી છે. આ કાર એન્ડ્રોઈડ ઓટો અને એપ્પલ કારપ્લે કનેક્ટિવિટી પણ ધરાવે છે. આ કારમાં કમ્ફર્ટેબલ સીટ આપવામાં આવી છે. આ કાર ક્લાસી હોવાની સાથે સાથે સુરક્ષિત પણ છે. આ કારમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, હિલ હોલ્ડ કંટ્રોલ, 6 એયરબેગ, ESC અને ISOFIX ટાઈલ્ડ સીટ એંકરેજ પોઈન્ટ આપવામાં આવ્યા છે.
ફોક્સવેગન તાઈગુન, હ્યુન્ડાઈ ક્રેટા, કિઆ સેલ્ટોસ અને લોન્ચ કરવામાં આવેલ સ્કોડા કુશાક જેવી કાર સામે સીધી હરિફાઈમાં છે.
આ કારમાં 4 વર્ષ/1 લાખ કિલોમીટરની વોરંટી આપવામાં આવે છે. જેને 4 વર્ષના રોડ સાઈડ આસિસ્ટન્ટન્સ સાથે 7 વર્ષ સુધી વધારી શકાય છે. તેમજ વોરંટી વધારવાનું પેકેજ રૂ. 21,999થી શરૂ થાય છે. VW તાઈગુન સાથે 6 એક્સેસરીઝ પેકેજની પણ આપે છે.