નવી દિલ્હી. volkswagen taigun Lanched in India: જર્મનીની પ્રમુખ વાહન નિર્માતા કંપની ફૉક્સવેગને ભારતમાં પોતાની ખૂબ જ પ્રસિદ્ધ કૉમ્પેક્ટ SUV ટાઇગુનને ભારતમાં લોંચ કરી દીધી છે. આ દમદાર એસયૂવીને ભારતમાં 10.49 લાખ રૂપિયાની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત સાથે લૉંચ કરવામાં આવી છે. આ SUV ભારતના બજારમાં રહેલી કિયા સેલ્ટૉસ (Kia seltos) અને હ્યુન્ડાઇની ક્રેટા (Hundai creta)ને સીધી ટક્કર આપશે. આ દમદાર એસયૂવી ખૂબ સારી ડીઝાઇન અને ફીચર્સ સાથે ભારતના બજારમાં લૉંચ કરવામાં આવી છે. કંપની આશા રાખી રહી છે કે ભારતના ગ્રાહકો કારને ખૂબ પસંદ કરશે.
Volkswager Taigunને અત્યારસુધી દેશમાં 12,221 પ્રી બુકિંગ મળ્યું છે. ગત મહિના જ કારનું બુકિંગ શરૂ થયું હતું. કંપનીએ ઓગસ્ટ 2021માં એસયૂવીનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું. આથી કહી શકાય કે આ એસયૂવીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ કાર વર્તમાન એસયૂવી પર ભારે પડશે. એસયૂવીની લૉન્ચિંગ ઇવેન્ટમાં વેબ સિરીઝ 'મિર્ઝાપુર'ના એક્ટર અલી ફઝલ (Ali fazal) અને એક્ટ્રેસ કૃતિ ખરબંદા (kriti kharbanda) હાજર રહ્યા હતા.
Volkswagen Taigun બે એન્જિન સાથે બજારમાં ઉપલબ્ધ બનશે. સાથે જ તેમાં ત્રણ ટ્રાન્સમિશન વિકલ્પ આપવામાં આવ્યા છે. કાર પાંચ વેરિએન્ટ સાથે કુલ પાંચ કલરમાં ઉપલબ્ધ હશે. કારમાં 1.0 લીટર પેટ્રોલ એન્જીનનો વિકલ્પ હશે. જેમાં ત્રણ સિલિન્ડર હશે. જ્યારે ચાર સિલિન્ડર સાથે 1.5 લિટર પેટ્રોલ એન્જીન વિકલ્પ પણ હશે.
તસવીર: @volkswagenindia
1.0 લીટર પેટ્રોલ એન્જીન 115bhp અને 75Mn ટોર્ક જનરેટ કરશે. જ્યારે 1.5 લીટર પેટ્રોલ એન્જીન 148bhp અને 250Nm ટોર્ક જનરેટ કરશે. આ કારમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ, સીક્સ સ્પીડ ઓટોમેટિક અને સેવન સ્પીડ DSG વિકલ્પ ઉપલબ્ધ હશે.
ફૉક્સવેગન ટાઇગુનમાં ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર થીમ જોવા મળશે. સાથે જ 10 ઇંચની ઇન્ફોટેઇનેમેન્ટ સિસ્ટમ પણ હશે. આ ઉપરાંત થ્રી સ્પોક સ્ટિયરિંગ વ્હીલ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, કૂલ્ડ ગ્લોવ બોક્સ, વાયરલેસ ચાર્જિંગ જેવા ફીચર્સ હશે. સુરક્ષા માટે આ એસયૂવીમાં છ એર બેગ્સ લગાવવામાં આવી છે. સાથે એબીએસ અને ઈબીએસ સિસ્ટમ હશે. એસયૂવીમાં સીટ-બેલ્ડ રિમાઇન્ડર, રિયર પાર્કિંગ કેમેરા, હિલ હોલ્ડ કંટ્રોલ હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર