Home /News /tech /WhatsApp પર વહેલી તકે આવી શકે છે Voice ટ્રાંસ્ક્રિપ્શન ફીચર, જાણો કેવી રીત કરશે કામ

WhatsApp પર વહેલી તકે આવી શકે છે Voice ટ્રાંસ્ક્રિપ્શન ફીચર, જાણો કેવી રીત કરશે કામ

WhatsAppમાં હવે આવશે નવુ ફિચર્સ

વોટ્સએપે(WhatsApp) અગાઉ વોઇસ ટ્રાન્સક્રિપ્શનને હેન્ડલ કરવા માટે થર્ડ પાર્ટી એપ ઉમેરવાનું વિચાર્યું હતું. જો કે, નવા રિપોર્ટ અનુસાર, વોટ્સએપે આ મામલો પોતાના હાથમાં લીધો છે અને ફીચર પર કામ કરી રહ્યું છે.

નવી દિલ્હી: વોટ્સએપ (WhatsApp) ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આ ખૂબ જ લોકપ્રિય ચેટિંગ એપ જે નવી સુવિધા પર કામ કરી રહી છે તેમા વોઈસ ટ્રાન્સક્રિપ્શન (Voice Transcription) ફીચર છે. વોટ્સએપે અગાઉ વોઇસ ટ્રાન્સક્રિપ્શનને હેન્ડલ કરવા માટે થર્ડ પાર્ટી એપ ઉમેરવાનું વિચાર્યું હતું. જો કે, નવા રિપોર્ટ અનુસાર, વોટ્સએપે આ મામલો પોતાના હાથમાં લીધો છે અને ફીચર પર કામ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ સુવિધા વપરાશકર્તાઓ માટે વૈકલ્પિક હશે અને હાલમાં તેને વિકસાવવામાં આવી રહી છે. વોટ્સએપે તાજેતરમાં ચેટ બેકઅપ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ઓફર કરીને તેના મેસેજિંગમાં એક નવું સુરક્ષા સ્તર ઉમેર્યું છે.

લોકપ્રિય ટિપસ્ટર Wabetainfo અનુસાર, WhatsApp તેની મેસેજિંગ એપ પર વોઇસ ટ્રાન્સક્રિપ્શન ફીચર લાવવાની શક્યતા પર કામ કરી રહ્યું છે. આનો સીધો અર્થએ છે કે, જ્યારે ફીચર રોલઆઉટ થશે, ત્યારે એપ વોઇસ મેસેજનું ટ્રાન્સ્ક્રિપ્શન શરૂ કરશે. રિપોર્ટ અનુસાર, 'અમે એન્ડ્રોઇડ માટે વોટ્સએપ પર થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીને ચાર મહિના પહેલા તમારા વોઇસ મેસેજનું ટ્રાન્સ્ક્રિપ્શન મેળવવાની શક્યતા વિશે વાત કરી હતી.

વોટ્સએપ આ સુવિધાને સપોર્ટ કરતું ન હોવાથી, એક વધારાની એપ્લિકેશનની જરૂર હતી, પરંતુ હવે વસ્તુઓ બદલાઈ રહી છે કારણ કે હવે અમે જાહેરાત કરી શકીએ છીએ કે વોટ્સએપ વોઈસ મેસેજ ટ્રાન્સક્રિપ્શન પર કામ કરી રહ્યું છે.

વોટ્સએપ ફીચર ટ્રેકર જણાવે છે કે, ટ્રાંસ્ક્રિપ્શન મેળવવા માટે તમારા સંદેશા વોટ્સએપ અથવા ફેસબુક સર્વર્સ પર મોકલવામાં આવશે નહીં, પરંતુ એપલ દેખીતી રીતે વોઇસ ટ્રાન્સક્રિપ્શન સુવિધા આપે છે. જ્યારે તમારો વોઇસ મેસેજ એપલને તેની સ્પીચ રેકગ્નિશન ટેકનોલોજીને સુધારવામાં મદદ કરશે, તે તમારા નામ સાથે સંકળાયેલ નહીં હોય.

આ પણ વાંચો: રોયલ એનફીલ્ડ લવર્સ માટે માઠા સમાચાર, Meteor 350ની કિંમતમાં થયો વધારો, જાણો નવી પ્રાઈઝ

રિપોર્ટ અનુસાર, આ ફીચર વૈકલ્પિક હશે, પરંતુ જો તમે મેસેજનું ટ્રાન્સ્ક્રાઇબ કરવાનું નક્કી કરો છો, તો તમારે ખાસ પરવાનગીની જરૂર પડશે. રિપોર્ટ બતાવે છે કે તમારે તમારા મેસેજ ટ્રાંસ્ક્રાઇબ કરવા માટે એપને ચોક્કસ પરવાનગીઓ આપવી પડશે. સ્ક્રીનશોટ બતાવે છે કે એપ્લિકેશનની અંદર એક ખાસ ટ્રાન્સક્રિપ્ટ વિભાગ હશે. જ્યાં તમે તમારી વોઇસ રેકોર્ડિંગ પેસ્ટ કરી શકો છો અને ટ્રાન્સક્રિપ્ટ સુવિધા શરૂ કરી શકો છો.
First published:

Tags: Whats App, Whatsapp update, વોટ્સએપ