Vodafone tariff : વોડાફોનના ગ્રાહકોને ફરી એકવાર લાગી શકે છે ઝટકો, ટેરિફ વધવાની સંભાવના
Vodafone tariff : વોડાફોનના ગ્રાહકોને ફરી એકવાર લાગી શકે છે ઝટકો, ટેરિફ વધવાની સંભાવના
વોડાફોન (પ્રતીકાત્મક તસવીર)
Vodafone tariff hike : વોડાફોનના એમડી રવિન્દર ટક્કરે જણાવ્યું હતું કે, "અમને લાગે છે કે 2022ના વર્ષમાં પણ કિંમતમાં વધારો આવી શકે છે. અમુક સ્તરે આવો વધારો શક્ય છે."
નવી દિલ્હી: વોડાફોન સહિતની ટેલીકોમ કંપનીઓએ ગત વર્ષે પ્રીપેડ ટેરિફ (Prepaid tariff hike)માં વધારો કર્યો હતો. જે બાદમાં પ્રીપેડ રિચાર્જની કિંમતમાં 15થી 30%નો વધારો થયો હતો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ વોડાફોનના ગ્રાહકો (Vodafone customers)ને ફરી એકવાર ઝટકો લાગી શકે છે. વોડાફોનના CEO અને MD રવિન્દર ટક્કરે (Ravinder Takkar) સોમવારે એક કૉન્ફરન્સ કૉલ દરમિયાન આ વાત કહી હતી. તેમનું કહેવું હતું કે 2022ના વર્ષમાં ફરી એકવાર ટેરિફમાં વધારો આવી શકે છે. નવેમ્બર 2021 દરમિયાન ટેરિફમાં જે વધારો થયો હતો તે બે વર્ષ બાદ આવ્યો હતો.
મિન્ટના કહેવા પ્રમાણે કૉન્ફરન્સ કૉલ દરમિયાન રવિન્દર ટક્કરે જણાવ્યું હતું કે, "અમને લાગે છે કે 2022ના વર્ષમાં પણ કિંમતમાં વધારો આવી શકે છે. અમુક સ્તરે આવો વધારો શક્ય છે."
વોડાફોન ટેરિફ પ્લાન
ગત વર્ષે વોડાફોને પોતાના એન્ટ્રી લેવલના બેઝિક પ્લાનની કિંમત 79 રૂપિયાથી વધારીને 99 રૂપિયા કરી હતી. પ્રીપેડ ઉપરાંત કંપની તરફથી અમુક પોસ્ટપેડ પ્લાનની કિંમત પણ વધારવામાં આવી હતી. જેના પગલે કંપનીની APRU (Average revenue per user) 5.2 ટકા વધી હતી. નવેમ્બર પહેલા APRU 109 રૂપિયા હતી, જે ટેરિફ વધારા બાદ 115 રૂપિયા થઈ હતી.
VIના નવા ટેરિફ પ્લાનની કિંમત
નવેમ્બરમાં વોડાફોના તરફથી ટેરિફમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં Vodafone Idea Limitedનો બેઝિક પ્લાન 79 રૂપિયાને બદલે 99 રૂપિયાનો કરવામાં આવ્યો હતો. કંપનીના સૌથી પ્રસિદ્ધ પ્લાન માટે 249 રૂપિયાને બદલે 299 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી અને દરરોજ 1.5GB ડેટા મળશે. 1GB જેટા પેક માટે તમારે 219 રૂપિયાને બદલે 269 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. 299 રૂપિયાના 2GB ડેટા પેક માટે હવે 359 રૂપિયા ચૂકવવા પડશે. આ ડેટા પેક 28 દિવસ માટે માન્ય છે.
449 રૂપિયાના દરરોજ 2GB ડેટા અને 56 દિવસની કિંમતના પ્લાન માટે હવે તમારે 539 રૂપિયા ચૂકવવા પડશે. આવી જ રીતે 56 દિવસના દરરોજ 1.5GB ડેટા વાળા પ્લાન માટે હવે તમારે 399 રૂપિયાને બદલે 479 રૂપિયા ચૂકવવા પડશે.
84 દિવસના પ્લાન
આ ઉપરાંત હવે 84 દિવસના 699 રૂપિયાના પ્લાન માટે તમારે 839 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટા મળે છે. આ ઉપરાંત 84 દિવસ માટે દરરોજ 1.5GB વાળા ડેટા પ્લાન માટે હવે તમારે 599 રૂપિયાને બદલે 719 રૂપિયા ચૂકવવા પડશે.
વાર્ષિક પ્લાનની વાત કરીએ તો હવે તમારે એક વર્ષના 1,499 રૂપિયાના પ્લાન માટે 1799 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં તમને 24GB ડેટા મળશે. આ ઉપરાંત ટોપઅપ પેકના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં 48 રૂપિયાના પેક માટે હવે તમારે 58 રૂપિયા ચૂકવવા પડશે, જે 28 દિવસ માટે માન્ય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર