Home /News /tech /

Vodafoneએ અપડેટ કર્યો 129 રુપિયાનો પ્લાન, હવે મળશે વધુ ડેટા

Vodafoneએ અપડેટ કર્યો 129 રુપિયાનો પ્લાન, હવે મળશે વધુ ડેટા

વોડાફોનના આ આ પ્લાનમાં પહેલા 1.5 જીબી ડેટા મળતો હતો, પરંતુ અપડેટ કર્યા પછી હવે આ પ્લાનમાં કુલ 2 જીબી ડેટા મળી રહ્યો છે.

વોડાફોનના આ આ પ્લાનમાં પહેલા 1.5 જીબી ડેટા મળતો હતો, પરંતુ અપડેટ કર્યા પછી હવે આ પ્લાનમાં કુલ 2 જીબી ડેટા મળી રહ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતી:  વોડાફોન ઇન્ડિયાએ તેનો જૂનો 129 રુપિયાનો પ્રી-પેઇડ પ્લાન અપગ્રેડ કર્યો છે. વોડાફોનના આ પ્લાનમાં હવે પહેલાં કરતાં 500 એમબી વધુ ડેટા મળી રહ્યો છે. હકીકતમાં વોડાફોનના આ આ પ્લાનમાં પહેલા 1.5 જીબી ડેટા મળતો હતો, પરંતુ અપડેટ કર્યા પછી હવે આ પ્લાનમાં કુલ 2 જીબી ડેટા મળી રહ્યો છે.

    આ ઉપરાંત, આ પ્લાનમાં ગ્રાહકોને અનમલિમિટેડ કૉલિંગ પણ મળશે. વોડાફોનના આ પ્લાનની માન્યતા 28 દિવસ છે. આ પ્લાનની સીધી ટક્કર એરટેલના 129 રુપિયાના પ્લાન સાથે થશે. જેમા અનલિમિટેડ કૉલિંગ સાથે 2 જીબી ડેટા મળી રહ્યો છે. એરટેલના પ્લાનની માન્યતા પણ 28 દિવસ છે અને તેમાં દરરોજ 100 મેસેજ પણ મળે છે.

    વોડાફોનના 129 રૂપિયાના પ્લાનનમાં ફાયદો 2 જી, 3 જી અને 4 જી ગ્રાહકોને થશે. વોડાફોનનો આ પ્લાન કંપનીની વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં દરરોજ 100 મેસેજ 28 દિવસ સુધી ઉપલબ્ધ રહેશે. વધુમાં વોડાફોનના ગ્રાહકોને વોડાફોન પ્લે એપનું ઍક્સેસ મળશે જેથી ટીવી, મૂવી અને શો જોવાની સુવિધાઓ મળી શકે.

    આ પણ વાંચો: 198 રૂપિયાનો છે JIOનો આ પ્લાન, આખો મહિનો મળશે આટલું બધું મફત

    આ પહેલા છેલ્લા મહિનામાં વોડાફોને તેના ગ્રાહકોની સુવિધા માટે નવી પ્રી-પેઇડ યોજના રજૂ કરી છે. આ પ્લાનની કિંમત 229 રૂપિયા છે અને આ પ્લાનમાં તમે અનલિમિટેડ કૉલિંગ સાથે દરરોજ 2 જીબી મેળવી શકો છો. આ પ્લાનની માન્યતા 28 દિવસ છે. આમાં તમને કુલ 56 જીબી ડેટા મળશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile data, Vodafone, Vodafone offer, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર