એક વખત રિચાર્જ કરાવો અને સમગ્ર વર્ષ મફ્તમાં કરો વાત!

News18 Gujarati
Updated: April 19, 2019, 3:17 PM IST
એક વખત રિચાર્જ કરાવો અને સમગ્ર વર્ષ મફ્તમાં કરો વાત!
એક વખત રિચાર્જ કરાવો અને સમગ્ર વર્ષ મફ્તમાં કરો વાત!

આ પ્લાન હેઠળ યુઝર્સને સમગ્ર વર્ષ દરમિયાન અનલિમિટેડ કોલિંગ અને ફ્રી રોમિંગની સુવિધા મળશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વોડાફોને તાજેતરમાં જ તેના ગ્રાહકો માટે 16 રૂપિયાનો ફિલ્મી રિચાર્જ પ્લાન રજૂ કર્યો હતો. આ પ્લાનની વેલિડિટી એક દિવસની હતી અને હવે કંપનીએ 365 દિવસ માટે પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની કિંમત 999 રૂપિયા છે.

અનલિમિટેડ કોલિંગ અને મફ્ત SMS

આ પ્લાન હેઠળ યુઝર્સને સમગ્ર વર્ષ દરમિયાન અનલિમિટેડ કોલિંગ અને ફ્રી રોમિંગની સુવિધા મળશે. ઉપરાંત યુઝર્સને 365 દિવસ માટે 12GB 4G/3G ડેટા અને પ્રતિ દિવસ 100 SMS મળશે. આ પ્લાન એ લોકો માટે છે જે વધુ કોલ કરે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરે છે.

અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ ઉપરાંત આ પ્લાનમાં ગ્રાહકોને મફ્તમાં વોડાફોન પ્લે એપનું એક્સેસ મળશે. કંપનીએ કંપનીએ હાલ આ પ્લાનને અમુક સર્કલ માટે લોન્ચ કર્યો છે. આશા છે કે, ટૂંક સમયમાં આ તમામ સર્કલમાં રજૂ કરાશે. હાલ પંજાબ સર્કલમાં યુઝર્સ આનો લાભ લઇ શકે છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચે લોન્ચ કરી 'વોટર ટર્નઆઉટ' એપ, મળશે રિયલટાઇમ માહિતી

એરટેલ પાસે પણ આવો પ્લાનવોડાફોને આ પ્લાન એરટેલના 998 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનને ટક્કર આપવા માટે ઉતાર્યો છે. બન્ને પ્લાન્સમાં મળનાર લાભ લગભગ સરખા છે. એરટેલના પ્લાનમાં પણ 12GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ, પ્રતિ દિવસ 100 SMS અને એરટેલ ટીવીનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન 336 દિવસ માટે છે.
First published: April 19, 2019, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading