Home /News /tech /

Vodafoneના આ યૂઝર્સને મળશે દરરોજ 1.5GB ડેટા સહિત અનલિમિટેડ કોલિંગ

Vodafoneના આ યૂઝર્સને મળશે દરરોજ 1.5GB ડેટા સહિત અનલિમિટેડ કોલિંગ

આ ઓફર 31 જુલાઇ સુધી માન્ય છે. આ ઓફરનો લાભ 23 વર્ષથી વધારે ઉમરના લોકો જ ઉઠાવી શકે છે.

આ ઓફર 31 જુલાઇ સુધી માન્ય છે. આ ઓફરનો લાભ 23 વર્ષથી વધારે ઉમરના લોકો જ ઉઠાવી શકે છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ ટેલિકોમ કંપની વોડાફોને તેના યૂઝર્સો માટે ખાસ ઓફર રજૂ કરી છે. આ હેઠળ કંપનીએ સિટીબેંક સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી દ્વારા યૂઝર્સને એક વર્ષ માટે દરરોજ 1.5 જીબી ડેટા સહિત અનલિમિટેડ કોલિંગ લાભ આપવામાં આવશે, આ સર્વિસને પહેલા 2 શહેરમાં આપવામાં આવી હતી, પરંતુ હવે આ ઓફરને વોડાફોનના પ્રીપેડ યૂઝર્સ સુધી પણ એક્સપેંડ કરવામાં આવી છે. આ ઓફરનો લાભ કેવી રીતે ઉઠાવી શકીએ તે જાણીએ.

    આ રીતે ઉઠાવો ઓફરનો લાભ: આ માટે તમારે વોડાફોનની વેસ્બાઇટ પર જવું પડશે. ત્યાથી સિટીબેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે. કાર્ડ પ્રાપ્ત કર્યાના 30 દિવસની અંદર ક્રેડિટ કાર્ડથી 4,000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. ત્યારબાદ યૂઝર્સ પાસે એક ઓફર રિસીવ થશે. આ ઓફરમાં યૂઝર્સને 365 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ સહિત 1.5 જીબી ડેટા પ્રતિદિન મળશે. આ ઓફર 1 જુલાઇ 2019 સુધી રહેશે, સાથે જ વોડાફોને એ પણ કહ્યુ છે કે આ ઓફર માત્ર 4 કાર્ડસ સાથે આવશે, આમા Rewards, IOC, Cashback અને Premier ક્રેડિ કાર્ડસ પણ સામેલ છે.

    આ પણ વાંચો: 16 રુપિયાના આ પ્લાનમાં 4G ડેટા સાથે ફી માં જુઓ લેટેસ્ટ ફિલ્મ

    વોડાફોન સિટીબેંક ક્રેડિટ કાર્ડ ઓફરનો નિયમ: આ ઓફર 31 જુલાઇ સુધી માન્ય છે. આ ઓફરનો લાભ 23 વર્ષથી વધારે ઉમરના લોકો જ ઉઠાવી શકે છે. આ ઓફરનો લાભ દિલ્હી, નોઇડા, ગરુગ્રામ, મુંબઈ, બેંગલુરુ, પૂણે, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, સિકંદરાબાદ, ચેન્નઈ, વડોદરા, કોઈમ્બતૂર, જયપુર અને ચંદીગઢમાં ઉપલબ્ધ થશે. તે જ સમયે અનલિમિટેડ કૉલ્સ સહિત 1.5 GB ડેટા દરરોજ યૂઝર્સના એકાઉન્ટમાં 45 દિવસની અંદર ક્રેડિટ કરી આપવામાં આવશે, જો યૂઝર્સના એકાઉન્ટમાં પહેલેથી જ કોઇ પ્લાન એકટિવ હશે તો તે લેપ્સ થઇ જશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Vodafone, Vodafone offer, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર