Home /News /tech /

Vodafoneનો 50 રુપિયાથી ઓછી કિમતનો પ્રીપેડ પ્લાન લોન્ચ, જિયોને આપશે ટક્કર

Vodafoneનો 50 રુપિયાથી ઓછી કિમતનો પ્રીપેડ પ્લાન લોન્ચ, જિયોને આપશે ટક્કર

    ભારતની ટેલિકોમ બજારમાં ડેટા વોર ચાલી રહ્યું છે, જેના કારણે તમામ ટેલિકોમ કંપનીઓ એકથી વધુ એક પ્લાન્સ ઓફર કરી રહી છે અને જેનાથી યુઝર્સને સૌથી વધુ ફાયદો થઇ રહ્યો છે. ત્યાં જિયોએ પણ આ માર્કેટમાં પોતાનો દબદબો બનાવી લીધો છે અને વોડાફોને પણ જીયોને ટક્કર આપવા 50 રૂપિયાથી ઓછી કિમતનો પ્લાન લોન્ચ કર્યો છે. જાણીએ વોડાફોનના 50 રૂપિયાથી ઓછી કિમતના ડેટા પ્લાન વિશે-

    વોડાફોનનો 49 રૂપિયાનો પ્લાન
    વોડાફોન તેના યુઝર્સને આ પ્લાનમાં 1 જીબી ડેટા આપી રહ્યુ છે અને આ પેકની સમય મર્યાદા 28 દિવસ છે. પરંતુ આ ડેટા પ્લાનમાં કંપનીએ તેનાં કૉલ્સની સુવિધા નથી આપી રહી. સાથે સાથે આ પ્લાનમાં કોઇ ડેટાને ઉપયોગ કરવા માટે મર્યાદા નક્કી નથી.

    વોડાફોનનો 44 રૂપિયાનો પ્લાન
    વોડાફોનનો આ પ્લાન માત્ર 7 દિવસ છે તેની સાથે જ કંપનીએ તેના યુઝર્સને આ પ્લાન હેઠળ 450 MB ડેટા આપી રહી છે, પરંતુ આ પ્લાનમાં પણ કોલિંગની સુવિધા ઉપલબ્ધ નથી. જો યુઝર ડેટા સમયા પહેલા સમાપ્ત કરે છે તો બાદમાં તેમને 4 પૈસા પ્રતિ 10 કેબી ચૂકવણી કરવી પડશે.

    વોડાફોનનો 27 રૂપિયાનો પ્લાન
    વોડાફોનનો આ પ્લાન માત્ર 4 દિવસ છે આ પ્લાનમાં કંપનીએ કોઈ મર્યાદિત લિમિટ સેટ કરી નથી. કંપની યુઝર્સને આ પ્લાન હેઠળ 200 એમબી ડેટા આપી રહી છે.જો યુઝર ડેટા સમય પહેલા સમાપ્ત કરે છે તો બાદમાં તેમને 4 પૈસા પ્રતિ 10 કેબી ચૂકવણી કરવી પડશે.

    વોડાફોનનો 17 રૂપિયાનો પ્લાન
    વોડાફોનનો આ પેકજ માત્ર 2 દિવસ છે સાથે સાથે કંપનીએ આ ડેટા પેકની મર્યાદા નક્કી કરી નથી અને કંપનીએ આ પ્લાનમાં 100 એમબી ડેટા આપ્યા છે.
    વોડાફોનના આ પ્લાન્સ જીયોના સસ્તા ડેટા પ્લાન્સ દ્વારા યુઝર્સને વધુ લાભ પહોંચાડી રહી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ટેક ન્યૂઝ

    આગામી સમાચાર