વોડાફોને તેના પ્રિપેઇડ યુઝર્સ માટે એક નવું ફિલ્મી રિચાર્જ લઇને આવ્યું છે. આ પ્લાનમાં યૂઝર્સને માત્ર 16 રુપિયામાં 24 કલાક માટે 1 જીબી ડેટા મળશે. વોડાફોનનો આ 'ડેટા માત્ર પ્રિપેઇડ' પ્લાન છે. આ પ્લાન આઈડિયા યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ડેટા ફિલ્મી પ્લાન વોડાફોનના પ્રીપેડ સબ્સક્રાઇબર્સ માટે ઉપલબ્ધ રહેશે. તેમાં કોઈ ટૉકટાઇમ અથવા એસએમએસ આપવામાં આવતું નથી. આ ઇન્ટરનેટ પેકમાં યૂઝર્સોને એક દિવસ માટે 1 જીબી 2 જી અથવા 3 જી અથવા 4 જી ડેટા મળશે.
આ કંપનીનો ફિલ્મી પ્લાન છે. આ પ્લાન હેઠળ યૂઝર્સ તેમના ફોન પર લેટેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મો જોઈ શકશે. આ ઉપરાંત વોડાફોન યૂઝર્સ માટે અન્ય ઇન્ટરનેટ પેક પણ આપવામાં આવ્યા છે. યૂઝર્સને 29 રુપિયામાં ઇન્ટરનેટ પેક મળશે. જેમા તેને 18 દિવસ માટે 500 એમબી ડેટા મળશે. આ રીતે 47 રુપિયાનો પણ એક પ્લાન છે. જેમા યૂઝર્સને એક દિવસ માટે 3જીબી ડેટા મળશે. 92 રુપિયાના પેકમાં સાત દિવસ માટે 6જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 218 દિવસની વેલિડીટી સાથે 98 રુપિયામાં 3જીબી, 49 રુપિયામાં 1જીબી અને 33 રુપિયામાં 500 એમબી ડેટા મળશે.
વોડાફોન રેડ પોસ્ટપેઇડ પ્લાન અને બેનિફિટ વોડાફોન રેડ પોર્ટફોલિયો પ્લાન રૂ. 399 નો છે. આમાં યૂઝર્સ 1498 રુપિયાનો લાભ મેળવી શકે છે. આ ઓફરમાં કંપની દર મહિને 40 જીબી ડેટા અને અનલિમીટેડ કૉલિંગ ઓફર કરી રહી છે. એક મહિનામાં આટલો ડેટા ઓફર કરનારી આ પહેલી કંપની છે. યૂઝર્સ વધુમાં વધુ 200જીબી ડેટા રોલ ઓવર કરી શકે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર