ટેલિકોમ કંપની વોડાફોને તેના ગ્રાહકોની સુવિધા માટે નવી પ્રી-પેઇડ યોજના રજૂ કરી છે. વોડાફોનના આ પ્લાનની કિંમત 229 રુપિયા છે અને આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની માન્યતા 28 દિવસ છે. આ કિસ્સામાં તમને કુલ 56 જીબી ડેટા મળશે.
વોડાફોનના પ્લાનમાં ગ્રાહકોને લોકલ, એસટીડી અને રોમિંગ દરમિયાન અનલિમિટેડ કૉલિંગ સુવિધા મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 100 એસએમએસ મળશે. આ ઉપરાંત વોડાફોન તેના આ પ્લાનમાં વોડાફોન પ્લે એપ્લિકેશન ઓફર કરી રહ્યું છે, જેની મદદથી ગ્રાહક લાઇવ ટીવી, મૂવીઝ ફી માં જોઈ શકશે.
આ પહેલા વોડાફોને તેમના તમામ સર્કલમાં 255 રુપિયાનો પ્લાન રજૂ કર્યો હતો, પરંતુ આ પ્લાનને હટાવી દીધો છે. ખાસ વાત એ છે કે 229ના પ્લાનમાં 255 રુપિયાના પ્લાન જેવી જ સુવિધાઓ છે.
ઉલ્લેખનીય છે કે વોડાફોને એક મહિના પહેલારૂ. 16 નો પ્લાન લોન્ચ કર્યો હતો જેમાં ગ્રાહકોને એક દિવસની માન્યતા સાથે 1 જીબી ડેટા મળતો હતો. આવી પરિસ્થિતિમાં વોડાફોન ગ્રાહકો હાલની યોજના સમાપ્ત થયા પછી આ યોજનાનો લાભ લઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર