વોડાફોને તેના પ્રિપેઇડ યુઝર્સ માટે નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સોને 28 દિવસની માન્યતા સાથે દરરોજ 2 જીબી ડેટા મળશે. આ ઉપરાંત, આ પ્લાન અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને પ્રતિદીન 100 એસએમએસથી સુવિધા મળશે. કંપનીના વેબસાઇટમાં 229 રૂપિયાના પ્લાનની યાદી સાથે તે મુખ્ય સર્કલ્સ વિશેની માહિતી છે જ્યાં ગ્રાહક આ પ્લાનનો લાભ લઈ શકે. આ સર્કલમાં દિલ્હી-એનસીઆર, મુંબઈ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
આ પહેલા પણ 199 રુપિયાનો પ્લાન ઉપલબ્ધ છે. જેમા ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલ્સ, દરરોજ 100 એસએમએસ અને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે, આ પ્લાનની માન્યતા પણ 28 દિવસ છે.
વોડાફોને તાજેતરમાં તેના પ્રિપેઇડ યુઝર્સ માટે 139 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો, આ પ્લાનની માન્યતા 28 દિવસ સાથે 5 જીબી ડેટા પ્રદાન કરે છે.
કંપનીએ બે દિવસ પહેલા તેના ગ્રાહકોની સુવિધા માટે નવી પ્રી-પેઇડ પણ રજૂ કરી હતી. વોડાફોનના આ પ્લાનની કિંમત 229 રુપિયા છે અને આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની માન્યતા 28 દિવસ છે. આ કિસ્સામાં તમને કુલ 56 જીબી ડેટા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર