Vodafoneએ સૌથી સસ્તા આ બે પ્લાન કર્યા લોન્ચ

વોડાફોન ગ્રાહકો માટે નવો પ્લાન લઇને આવ્યું છે. આના માટે વોડાફોને 205 અને 225 રુપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે.

News18 Gujarati
Updated: July 22, 2019, 2:03 PM IST
Vodafoneએ સૌથી સસ્તા આ બે પ્લાન કર્યા લોન્ચ
વોડાફોન ગ્રાહકો માટે નવો પ્લાન લઇને આવ્યું છે. આના માટે વોડાફોને 205 અને 225 રુપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે.
News18 Gujarati
Updated: July 22, 2019, 2:03 PM IST
રિલાયન્સ જિયો, વોડાફોન અને એરટેલ સતત બજારમાં તેમની પકડને મજબુત બનાવવા પ્રયાસ કરે છે. થોડા દિવસ પહેલા, એરટેલે તેના પ્રિપેઇડ અને પોસ્ટપેઇડ પ્લાનમાં કેટલાક ફેરફારો કર્યા હતા. હવે વોડાફોન ગ્રાહકો માટે નવો પ્લાન લઇને આવ્યું છે. આના માટે વોડાફોને 205 અને 225 રુપિયાનો પ્લાન રજૂ કર્યો છે.

વોડાફોનનો 205 રુપિયાનો પ્રીપેઇડ પ્લાન

વોડાફોનની આ પ્રથમ યોજના 205 રુપિયાની છે અને આ એક બોનસ પ્રીપેઇડ પ્લાન છે. તેને ટૉક ટાઇમ મળતો નથી, પરંતુ કૉલ્સ અને ડેટા જેવી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. સબ્સ્ક્રાઇબર્સને કૉલિંગ બેનિફિટ માટે અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ મળશે. ગ્રાહકોને આ પ્લાનમાં 600 એસએમએસ મળશે. આ પ્લાનની માન્યતા 35 દિવસ માટે માન્ય રહેશે. આ ઉપરાંત સબ્સ્ક્રાઇબર્સને મફત લાઇવ ટીવી, મૂવીઝ અને વોડાફોન પ્લે સ્ટોર મળશે.



225 રૂપિયાનો પ્રીપેઇડ પ્લાન

વોડાફોનની આ પ્રિપેઇડ યોજના ઉપરની યોજના સમાન છે. પરંતુ તેની માન્યતા 48 દિવસ છે. યૂઝર્સોને કોઈ ટૉકટાઇમ મળતો નથી, પરંતુ અનલિમિટેડ કૉલિંગ્સ સ્થાનિક, એસટીડી અને રોમિંગ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત સંપૂર્ણ માન્યતા અનુસાર 4 જીબીના ડેટા પણ મળે છે. સાથે જ સબ્સ્ક્રાઇબર્સને 48 કલાકની વધારાની માન્યતા અને મફત લાઇવ ટીવી, મૂવીઝ અને વોડાફોન પ્લે સ્ટોર તેમજ બધી સુવિધાઓ મળશે.
પહેલા લોન્ચ થઇ ચુક્યો છે 229 રુપિયાનો પ્લાન

આ પહેલા વોડાફોને 229 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો હતો, જેમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા તેમજ અનલિમિટેડ લોકલ, એસટીડી ટૉકટાઇમ મળશે. આ લાભ ઉપરાંત યૂઝર્સોને 100 એમએમએસ અને વોડાફોન પ્લે એપ્લિકેશન જેવી બધી સુવિધાઓ મળે છે, જેમાં ફ્રી લાઇવ ટીવી અને મૂવીઝનો સમાવેશ થાય છે.



આ બંને ઓફર કર્ણાટક, બિહાર, ઝારખંડ, દિલ્હી એનસીઆર અને યુપી પશ્ચિમમાં ઉપલબ્ધ છે. અન્ય ક્ષેત્રોમાં આ પ્લાનનીની ઉપલબ્ધતા વિશે કોઈ માહિતી નથી. તાજેતરમાં દિલ્હી એનસીઆર વિસ્તારમાં 4 જી નેટવર્કના સંદર્ભમાં વોડાફોનને શ્રેષ્ઠ ઓપરેટર જાહેર કરવામાં આવ્યું હતુ.
First published: July 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...