Home /News /tech /

Vodafoneએ લોન્ચ કર્યો 5GB ડેટા અને ફ્રી કોલિંગવાળો પ્લાન

Vodafoneએ લોન્ચ કર્યો 5GB ડેટા અને ફ્રી કોલિંગવાળો પ્લાન

આ પ્લાનની માન્યતા 28 દિવસની છે અને અનલિમિટેડ કોલિંગ પણ મળે છે.

આ પ્લાનની માન્યતા 28 દિવસની છે અને અનલિમિટેડ કોલિંગ પણ મળે છે.

    વોડાફોન ઇન્ડિયાએ તાજેતરમાં રૂ. 999 નો લાંબા ગાળાના પ્રી-પેઇડ પ્લાનની રજૂઆત કરી હતી. ત્યારબાદ કંપનીએ એક સસ્તો પ્રિ-પેઇડ પ્લાન રજૂ કર્યો છે. જેની કિંમત માત્ર રૂ. 139 છે. વોડાફોનની 139 રૂપિયાની યોજનામાં તમને ડેટા સાથે અનલિમિટેડ કૉલિંગ મળશે. વોડાફોનમાં પહેલેથી જ 119, 129 અને 169 રૂપિયાના પ્રી-પેઇડ પ્લાન ઉપલબ્ધ છે.

    આમાંથી 119ના પ્લાનમાં 28 દિવસની માન્યતા સાથે 1 જીબી ડેટા મળે છે. ત્યા 139 રુપિયાના પ્લાનમાં કુલ 5 જીબી ડેટા મળે છે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે અને અનલિમિટેડ કોલિંગ પણ મળે છે, વોડાફોનનો આ પ્લાન પસંદ કરેલા વર્તુળોમાં ઉપલબ્ધ છે.

    વોડાફોનના 169 રુપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળશે અને આ પ્લાનમાં 100 એલેમએલ પણ મળે છે અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા છે.

    જ્યારે વોડાફોનમાં 999 રૂપિયા12 જીબી ડેટા સાથે દરરોજ 100 એસએમએસ અને તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કૉલિંગ છે. વોડાફોનની 999 યોજનાની માન્યતા 365 દિવસ છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Vodafone, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર